gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાસ્પદ, કોઈ જમીનદાર, કોઈ કંપની ડિરેક્ટર તો કોઈ ભરે છે ઈન્કમટેક્સ …

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાસ્પદ, કોઈ જમીનદાર, કોઈ કંપની ડિરેક્ટર તો કોઈ ભરે છે ઈન્કમટેક્સ …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat 55 lakh Ration Cards Suspicious: વાઇબ્રન્ટ ગુજરાતની અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર બની છે. અત્યાર સુધી મફત અનાજ વહેંચી વાહવાહી મેળવ્યા બાદ હવે ગુજરાત સરકારે ગરીબોના નામે અનાજ મેળવતા લાભાર્થીઓની શોધખોળ આદરી છે જેના ભાગરુપે અન્ન પુરવઠા વિભાગે તપાસ કરતાં આખાય રાજ્યમાં કુલ મળીને 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવાનું બહાર આવ્યુ છે. આર્થિક રીતે સુખ સંપન્ન લોકો પણ ગરીબોની અન્ય યોજનાની ભરપૂર લાભ લઈ રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. ચોંકાવનારી વાત તો એ છેકે, જમીનદારો, કંપની ડિરેક્ટર, ઈન્કમટેક્સ ભરનારાં 25 લાખનું ટર્નઓવર કરતાં લોકો પણ એનએફએસ રેશનકાર્ડ ધરાવે છે. પ્રથમ તબક્કામાં 15.66 લાખ એનએસએફએ કાર્ડને નોન એનએસએફએ કાર્ડમાં તબદીલ કરવાં નક્કી કરાયું છે.

25 લાખનું ટર્ન ઓવર કરનારા 2 હજાર લોકો લાભાર્થી બન્યા 

વિકસીત ગુજરાતમાં હાલ કુલ મળીને 3.60 કરોડ એનએફએસએ કાર્ડેધારકો છે. કાર્ડધારકોને મફત ઘઉં-ચોખા આપવામાં આવે છે. વિકાસના બણગાં ફૂંકવામાં આવી! રહ્યાં છે ત્યાર અસલિયત એ છે કે, લોકોને બે ટંક ખાવાના ય ફાંફા છે. કરુણતા એ છે કે, ગુજરાત સરકાર હજારો લાખો લોકોને મફત અનાજ આપે છે તેને સિધ્ધિ ગણાવી રહી છે. હકીકતમાં ગુજરાતની દારુણ ગરીબીની પરિસ્થિતિનું અસલી ચિત્ર બહાર આવ્યુ છે. 

5467 કંપની ડિરેક્ટર પણ મફત અનાજના હકદાર બની બેઠાં

હવે અન્ન પુરવઠા વિભાગે ગરીબોના નામે મફત અનાજ મેળવતા કાર્ડધારકોને શોધી કાઢવાનું અભિયાન શરૂ કર્યું છે. પાત્રતાના માપદંડ બંધ બેસતા ન હોવા છતાંય આર્થિક રીતે સુખી સંપન્ન લોકો એનએફએસએનું કાર્ડ ધરાવે છે. આવા લોકોને અન્ન પુરવઠા વિભાગે નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે. 

ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાસ્પદ, કોઈ જમીનદાર, કોઈ કંપની ડિરેક્ટર તો કોઈ ભરે છે ઈન્કમટેક્સ 2 - image

15,66,492 રેશનકાર્ડ શંકાસ્પદ 

એનએફએસએ કાર્ડધારકોએ જીલ્લા પુરવઠા અધિકારીને ખુલાસો આપવો પડશે. મામલતદાર-તાલુકા કક્ષાની કમિટી ખુલાસો માન્ય રાખશે તો જ કાર્ડને એનએફએસએ યોજના અંતર્ગત રાખવામાં આવશે. નહીતર એ કાર્ડને નોન એનએફએસએમાં તબદીલ કરાશે જેમાં અનાજ મળતુ બંધ થઇ જશે. રાજ્ય અન્ન પુરવઠા વિભાગે 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડની તપાસ હાથ ધરવા નક્કી કર્યુ છે જેમાં પ્રથમ તબક્કામાં 15,66,492 રેશનકાર્ડ શંકાસ્પદ જણાયાં છે તે બધાય કાર્ડને નોન એનએફએસએમાં તબદીલ કરાયાં છે.

મૃતકોના નામે પણ અનાજ લઇ લેવાયું

મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના નામે પણ અત્યાર સુધી અનાજ લઈ લેવાયુ છે. કેટલાય કાર્ડ તો એવાં છે જેમાં એક વર્ષથી કાર્ડધારકે રેશન જ મેળવ્યુ નથી. એક કરતાં અન્ય રાજ્યોમાં રેશનકાર્ડ ધરાવતાં હોય તેની સંખ્યા પણ 3500થી વધુ છે. 22 હજાર કાર્ડધારકો તો ડુપ્લીકેટ નામ ધરાવે છે.

બે વર્ષમાં જ મફત અનાજ લેનારા 20 લાખ લોકો કેવી રીતે વધ્યા?

ગુજરાતમાં એનએફએસએ યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત ઘઉં, ચોખા સહિત અનાજ પુરુ પાડવામાં આવે છે. વર્ષ 2022-23માં ગુજરાતમાં 3.45 કરોડ લોકો મફત અનાજ મેળવતાં હતાં. જ્યારે વર્ષ 2025માં મફત અનાજ લેનારાઓની સંખ્યા વધીને 3.65 કરોડ સુધી પહોંચી ગઇ છે. છેલ્લાં બે વર્ષમાં જ મફત અનાજ લેનારા લોકોની સંખ્યામાં 20 લાખનો વધારો થયો છે.અન્ન પુરવઠા વિભાગે હવે સુખી સંપન્ન પરિવારોને શોધીને રેશનકાર્ડ રદ કરવાનુ અભિયાન તો શરૂ કર્યુ છે પણ સવાલ એ છે કે, આ રેશનકાર્ડ કાઢી આપનારાં કોણ? તેમની સામે કેમ પગલાં લેવાતા નથી.

આ પણ વાંચો: બનાસકાંઠામાં ગુંદરી હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, 2 લોકોના મોત, હાઈવે પર લાંબો ટ્રાફિકજામ

ગરીબોનું અનાજ કોણ ખાઈ ગયું? અન્ન પુરવઠા વિભાગ તપાસ કરશે કે કેમ?

ગરીબ પરિવારો માટે લાભદાયી એનએફએસએ યોજનાનો સુખી સંપન્ન લોકો પણ લાભ લઈ રહ્યા હોવાનો અન્ન પુરવઠા વિભાગે દાવો કર્યો છે પણ લાખો ગરીબ કાર્ડધારકોનું હજારો ટન અનાજ કોણે ખાઈ ગયું? લાખો કરોડોનું અનાજ ફાળવી તો દેવાયું પણ બારોબાર કોણ લઈ ગયું તે તપાસને વિષય બન્યો છે. રાજ્ય અન્ન પુરવઠા વિભાગ આ મામલે તપાસ કરશે કે પછી કાર્ડ રદ કરીને સંતોષ માણશે?

સરકારની બેધારી નીતિ: પહેલાં મફત અનાજ વહેચી વાહવાહી મેળવી, હવે કાર્ડ રદ કરી પ્રસિધ્ધી મેળવી

ગરીબી નાબુદી માટે અનેક સરકારી યોજનાઓ અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીએ સીમા વટાવી છે ત્યારે છેવાડાના માનવી સુધી લાભ મળતો નથી તે વાત પ્રસ્થાપિત થઈ છે. કરોડો રૂપિયાનું મફત અનાજ વહેંચી સરકારે ધુમ વાહવાહી મેળવી લીધી. હવે આ જ સરકારે એનએફએશએ રેશનકાર્ડને નોન એનએફએસએમાં તબદીલ કરીને પ્રસિધ્ધી મેળવવાનું શરૂ કર્યુ છે.

ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ ધારકો શંકાસ્પદ, કોઈ જમીનદાર, કોઈ કંપની ડિરેક્ટર તો કોઈ ભરે છે ઈન્કમટેક્સ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences
GUJARAT

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

June 29, 2026
પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..
GUJARAT

પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

June 29, 2026
આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

June 28, 2026
Next Post
ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 4000 દર્દી આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયાનો ખુલાસો | Gujarat Average of 4000…

ગુજરાતમાંથી દરરોજ સરેરાશ 4000 દર્દી આયુષ્યમાન યોજના હેઠળ દાખલ થયાનો ખુલાસો | Gujarat Average of 4000...

બનાસકાંઠામાં ગુંદરી હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, 2 લોકોના મોત, હાઈવે પર લાંબો ટ્રાફિકજામ | Banaskan…

બનાસકાંઠામાં ગુંદરી હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, 2 લોકોના મોત, હાઈવે પર લાંબો ટ્રાફિકજામ | Banaskan...

જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પીએમએવાય યોજના હેઠળ 7 વર્ષમાં 6550 આવાસ પૂર્ણ | 6550 houses completed i…

જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પીએમએવાય યોજના હેઠળ 7 વર્ષમાં 6550 આવાસ પૂર્ણ | 6550 houses completed i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીર પુલ રાહદારીઓ અને ટુ વ્હીલર વાહન ચાલકો માટે શરૂ કરાય | Serious bridges to be opened for pedestr…

ગંભીર પુલ રાહદારીઓ અને ટુ વ્હીલર વાહન ચાલકો માટે શરૂ કરાય | Serious bridges to be opened for pedestr…

7 months ago
તળાજામાં સફાઈના અભાવે રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય | Lack of cleaning in the pond leads to dirt on th…

તળાજામાં સફાઈના અભાવે રસ્તા પર ગંદકીનું સામ્રાજ્ય | Lack of cleaning in the pond leads to dirt on th…

9 months ago
વડોદરા શહેરમાં પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને તકલીફ | People are facing pr…

વડોદરા શહેરમાં પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને તકલીફ | People are facing pr…

10 months ago
ગુજરાતમાં ‘ASUSE’સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2…

ગુજરાતમાં ‘ASUSE’સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News