gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ વિદેશી નાગરિકોને ભારતમાં ‘નો એન્ટ્રી’, કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિ…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in INDIA
0 0
0
ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ વિદેશી નાગરિકોને ભારતમાં ‘નો એન્ટ્રી’, કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rules In India For Foreign Citizens : કેન્દ્ર સરકારે વિદેશી નાગરિકો મામલે કડક નિયમો જાહેર કર્યા છે. ગૃહમંત્રાલયે આદેશ આપ્યો છે કે, જે વિદેશી નાગરિકો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, જાસૂસી, દુષ્કર્મ, હત્યા, આતંકવાદી કૃત્યો, બાળ તસ્કરી, માનવ તસ્કરી, નકલી ડૉક્યુમેન્ટ અથવા કરન્સી (ક્રિપ્ટોકરન્સી સહિત), ડ્રગ્સની દાણચોરી અથવા કોઈપણ પ્રતિબંધ ધરાવતા સંગઠનના સભ્ય જેવા ગંભીર ગુનાઓમાં દોષિત હશે તો તેઓને ભારતમાં આવવાની અને રહેવાની મંજૂરી નહીં આપવામાં આવે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડિટેન્શન કેમ્પ બનાવાશે

નવા ઇમિગ્રેશન અને ફોરેનર્સ ઍક્ટ-2025 મુજબ, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ડિટેન્શન કેમ્પ બનાવવા પડશે. તેમાં પકડવામાં આવેલ ગેરકાયદે પ્રવાસીઓને રાખવામાં આવશે. જ્યાં સુધી આ પ્રવાસીઓને તેમના દેશમાં પરત ન મોકલવામાં આવે ત્યાં સુધી તેમના પર ચાપતી નજર રાખવાની સાથે આવાગમન મર્યાદિત રાખવામાં આવશે.

બાયોમેટ્રિક માહિતી ફરજિયાત

કાયદાની કેટલીક મુખ્ય જોગવાઈ મુજબ, ભારતમાં આવતા અને રહેતા વિદેશી નાગરિકો માટે હવે બાયોમેટ્રિક ડેટા (જેમ કે ફિંગરપ્રિન્ટ અને ચહેરાની ઓળખ) આપવાનું ફરજિયાત છે. બાયોમેટ્રિકની માહિતી કેન્દ્ર સરકારના પોર્ટલ પર સુરક્ષિત રખાશે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટ ગાર્ડને આદેશ અપાયો છે કે, જો કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરતો ઝડપાય તો તેની બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક માહિતી નોંધે અને પછી તેને પરત મોકલી દે. આ ઉપરાંત વિઝા નિયમોનું ઉલ્લંઘન કરતાં વિદેશીઓ માટે દંડ અને જેલની સજાની જોગવાઈઓ વધુ સખત કરવામાં આવી છે. લાંબા સમય સુધી ભારતમાં રહેતા વિદેશીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી છે, જેથી તેમની દેખરેખ વધુ સરળ બને. સરહદી વિસ્તારોમાં નવી ઇમિગ્રેશન ચેકપોસ્ટ સ્થાપિત કરવાની અને હાલની ચેકપોસ્ટ્સને અપગ્રેડ કરવાની સત્તા સરકારને આપવામાં આવી છે. 

આ પણ વાંચો : મનોજ જરાંગેની મોટી જીત, મહારાષ્ટ્ર સરકારે માગ સ્વીકારી, હવે મરાઠા સમુદાયને ‘કુનબી’ જાતિનો દરજ્જો મળશે

કયા ગુનાઓમાં સામેલ વિદેશીઓના ભારત પ્રવેશ પર પ્રતિબંધ?

મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ‘કોઈપણ વિદેશી નાગરિક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, જાસૂસી, દુષ્કર્મ, હત્યા, આતંકવાદી કૃત્યો, બાળ તસ્કરી, માનવ તસ્કરી, નકલી ડૉક્યુમેન્ટ અથવા કરન્સી (ક્રિપ્ટોકરન્સી સહિત), ડ્રગ્સની દાણચોરી, સાયબર ગુનો, મની લોન્ડ્રિંગ અથવા કોઈપણ પ્રતિબંધ ધરાવતા સંગઠનના સભ્ય જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હશે તો તેને ભારતમાં આવવાની કે પછી રોકાવાની કોઈપણ મંજૂરી આપવામાં નહીં આવે.

આ ઉપરાંત જ્યાં સુધી કાયદેસર વિઝા ધરાવતા વિદેશી નાગરિકોને સિવિલ ઑથોરિટી પાસેથી ખાસ મંજૂરી ન મળે ત્યાં સુધી તેઓ વીજળી, પાણી અથવા પેટ્રોલિયમ સેક્ટરની ખાનગી કંપનીઓમાં કામ પણ નહીં કરી શકે.

જો વિદેશી નાગરિક ફિલ્મ, ડૉક્યુમેન્ટ્રી, ટીવી સિરિયલ, વેબ સિરીઝ અથવા રિયાલિટી શૉ બનાવવા માંગે છે તો તેણે કેન્દ્ર સરકાર પાસે લેખીત મંજૂરી લેવી પડશે.

ભારતના કેટલાક ભાગોમાં જવા પર વિદેશી નાગરિકો પર પ્રતિબંધ

વિદેશી નાગરિકો મંજૂરી વગર ભારતના કોઈપણ પહાર પર જઈ શકશે નહીં. તેમણે રૂટ બતાવવો પડશે, સરકાર દ્વારા નિમાયત સંપર્ક અધિકારીને સાથે રાખવા પડશે અને કેમેરા-વાયરલેસ ઉપકરણના ઉપયોગની માહિતી આપવી પડશે. ભારતના સંરક્ષિત અને પ્રતિબંધિત વિસ્તારોમાં જવા માટે અલગથી મંજૂરી લેવી ફરજિયાત છે. બીજીતરફ અફઘાનિસ્તાન, ચીન અને પાકિસ્તાની મૂળના વિદેશી નાગરિકોને આવા વિસ્તારોમાં જવાની મંજૂરી બિલકુલ નહીં મળે. પ્રતિબંધિત વિસ્તારોમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલૅન્ડ, સિક્કિમ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના કેટલાગ ભાગો સામેલ છે.

આ પણ વાંચો : શું છે શી જિનપિંગની GGI ફોર્મ્યુલા? જેના કારણે અમેરિકાનું વધ્યું ટેન્શન, ભારત અને રશિયા રાજી

ભારતના નાગરિકો માટે પણ ખાસ નિયમ

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિની ભારતની કોર્ટમાં હાજરી જરૂરી હોય અથવા તે કોઈ એવા રોગથી પીડિત હોય જે જાહેર આરોગ્ય માટે ખતરો હોય, તો તેને ભારત છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિના ભારત છોડવાથી અન્ય દેશો સાથેના સંબંધો પર અસર થતી હોય અથવા તેના પર કેન્દ્ર સરકાર કે કોઈ તપાસ એજન્સી દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય, તો તેવા સંજોગોમાં પણ તેને ભારત છોડવાની મંજૂરી મળશે નહીં. આ સમગ્ર વ્યવસ્થા પર નજર રાખવાની અને રૅકોર્ડ જાળવવાની જવાબદારી બ્યુરો ઑફ ઇમિગ્રેશનને સોંપવામાં આવી છે. આ સાથે વિદેશી નાગરિકો જેઓ જહાજના નાવિક અથવા વિમાનના ક્રૂ મેમ્બર હોય, જો તેમની પાસે ભારતીય વિઝા ન હોય તો તેમને ભારતમાં ઉતરવા માટે લેન્ડિંગ પરમિટ અથવા શોર લીવ પાસ લેવો ફરજિયાત રહેશે.

આ પણ વાંચો : પાકિસ્તાન સાથે ફેમિલી ડીલ માટે ભારત સાથેના સંબંધોની બલિ…’, પૂર્વ NSAના ટ્રમ્પ પર પ્રહાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુએઈનું 500૦ કરોડ ડોલરનું રોકાણ : મોદીના પ્રવાસની ફલશ્રુતિ | UAE’s investment of 5 billion: The frui…
INDIA

યુએઈનું 500૦ કરોડ ડોલરનું રોકાણ : મોદીના પ્રવાસની ફલશ્રુતિ | UAE’s investment of 5 billion: The frui…

May 16, 2026
બેરોજગારો વંદા જેવા જે સિસ્ટમ પર હુમલા કરે છે : સીજેઆઇ | Unemployed people are like cockroaches that…
INDIA

બેરોજગારો વંદા જેવા જે સિસ્ટમ પર હુમલા કરે છે : સીજેઆઇ | Unemployed people are like cockroaches that…

May 16, 2026
નીટ-યુજી 21 જુને : આગામી વર્ષથી કમ્પ્યુટર આધારિત પરીક્ષા | NEET UG on June 21: Computer based exam f…
INDIA

નીટ-યુજી 21 જુને : આગામી વર્ષથી કમ્પ્યુટર આધારિત પરીક્ષા | NEET UG on June 21: Computer based exam f…

May 16, 2026
Next Post
મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ | Bank accounts of four accused including the m…

મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ | Bank accounts of four accused including the m...

વડોદરાઃજૂના પ્રેમીને છોડી મુકેશ સાથે રહેવા આવેલી કવિતાએ રાતે ફાંસો આપી મુકેશની હત્યા કરી | Kavita ha…

વડોદરાઃજૂના પ્રેમીને છોડી મુકેશ સાથે રહેવા આવેલી કવિતાએ રાતે ફાંસો આપી મુકેશની હત્યા કરી | Kavita ha...

ગંદકી કરનાર લોકો પાસેથી એક મહિનામાં ૨૪ લાખનો દંડ વસૂલ | Fines of Rs 24 lakh collected from litterers…

ગંદકી કરનાર લોકો પાસેથી એક મહિનામાં ૨૪ લાખનો દંડ વસૂલ | Fines of Rs 24 lakh collected from litterers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3915 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 1150 પોઇન્ટનો કડાકો | stock market Crash S…

શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3915 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 1150 પોઇન્ટનો કડાકો | stock market Crash S…

1 year ago
સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭ બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો | sola police nabbed 17 Bangladesh…

સોલા પોલીસે ગેરકાયદે રહેતી૧૭ બાંગલાદેશી મહિલાઓની પુછપરછમાં ખુલાસો | sola police nabbed 17 Bangladesh…

7 months ago
સોમનાથ મંદિરમાં 3 પેઢીથી 1 પરિવાર નિત્ય શરણાઇ વાદન કરે છે | A family has been playing the Sharanai f…

સોમનાથ મંદિરમાં 3 પેઢીથી 1 પરિવાર નિત્ય શરણાઇ વાદન કરે છે | A family has been playing the Sharanai f…

10 months ago
જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in …

જળપ્રલય: પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી 5 લાખ લોકો બેઘર, 36થી વધુના મોત | floods and landslides in …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News