gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

શહેરના ગોતામાં રહેતા ૭૫ વર્ષના સિનિયર સિટીઝન સીમકાર્ડ કૌભાંડ અને મની લોન્ડરીંગના કેસમાં તપાસના નામે ડીજીટલ એરેસ્ટ કરીને ૧.૪૩ કરોડની કિંમતના શેર વેચાણ કરાવીને સાયબર ક્રિમિનલ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની વધુ એક ઘટના સામે આવી છે.  સિનિયર સિટીઝનને બનાવટી એરેસ્ટ મેમો તેમજ અન્ય ડોક્યમેન્ટ મોકલીને ડરાવ્યા હતા.  આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી 2 - imageગોતામાં આવેલા સત્યમેવ વિસ્ટા એપાર્ટમેન્ટમાં રહેતા ૭૫ વર્ષીય ઘનશ્યામભાઇ ઇમાનદારને ગત ૨જી એપ્રિલના રોજ ટેલીકોમ રેગ્યુલર ઓથોરીટીના નામે અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડ અને ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને એક નંબર ઇસ્યુ કરાયો છે. જેના દ્વારા કોલ કરીને મહિલાઓના વાંધાજનક ફોટો વિડીયો મોકલવામાં આવતા ગુનો નોંધાયો છે. જો કે ઘનશ્યામભાઇએ આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. સાથે સાથે તેમને એવુ પણ કહેવામાં આવ્યું હતું કે નરેશ ગોયલના મની લોન્ડરીંગ કેસમાં તેમના નામે બોગસ એકાઉન્ટ ખોલાવાયું છે. જેમાં બે કરોડના ગેરકાયદે વ્યવહાર થયા છે. જેથી કેસની તપાસ કરવા માટે વિડીયો કોલથી ડીજીટલ એરેસ્ટ કરાશે. ત્યારબાદ તેમને વિડીયો કોલ કરીને ડરાવીને તેમના તમામ રોકાણ અંગે વિગતો માંગી હતી. ઘનશ્યામભાઇએ તેમના તેમજ તેમની પત્નીના નામે છેલ્લાં ૪૫ વર્ષથી શેરબજારમાં  નાણાં રોક્યા હતા. જેની હાલની વેલ્યુ આશરે ૧.૪૩ કરોડ થતી હતી.

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી 3 - imageતે તમામ શેર વેચીને નાણાં રિઝર્વ બેંકના વેરિફિકેશન માટે મોકલવાનું કહીને એક બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો.  જેથી ઘનશ્યામભાઇએ શેર વેચીને ૧.૪૩ કરોડ રૂપિયા આરટીજીએસ કરી આપ્યા હતા. જે નાણાં મળ્યાનો બનાવટી લેટર આપ્યો હતો અને નાણાં ૭૨ કલાકમાં પરત જમા થઇ જશે તેમ કહેવામાં આવ્યું હતું.

જો કે ત્યારબાદ ફોન પર જવાબ ન મળતા  ઘનશ્યામભાઇને શંકા જતા તેમના સગાના જાણ કરી હતી. ત્યારે તેમને  છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગઠિયાએ સિનિયર સિટીઝનને કહ્યુ બેંકમાં કહેજો કે નાણાં તાત્કાલિક મારા દીકરાના મોકલવાના છે

સામાન્ય રીતે બેંકમાંથી અજાણ્યા એકાઉન્ટમાંથી કોઇ સિનિયર સિટીઝન અજાણ્યા બેંક એકાઉન્ટમાં લાખો કરોડો રૂપિયા આરટીજીએસથી ટન્સફર કરતા સમયે બેંકના અધિકારીઓને શંકા ન જાય. તે માટે હવે સાયબર ફ્રોડરે સિનિયર સિટીઝનને સુચના આપી હતી કે જો બેંકના અધિકારીઓ પુછે તો કહેજો ઓસ્ટ્રેલિયામાં રહેતા પુત્રને મોકલવાના છે. 

૧૦ લાખ રૂપિયા ઉપરાંત આરટીજીએસની રકમ હોય તો  પુછપરછ કરીને સાયબર ક્રાઇમને જાણ કરો

સાયબર ક્રાઇમ સેલના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું હતું કે બેંકમાં અમે સુચના આપી છે કે કોઇ પણ શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં ૧૦ લાખ કે તેથી વધુની  રકમ આરટીજીએસ કરવા આવે ત્યારે ચોક્કસ પુછપરછ કરવી અને રીસીવ કરનારની તમામ વિગતો મેળવવી તેમજ સહેજ પણ શંકા ઉપજે તો સાયબર ક્રાઇમને પણ જાણ કરવી.  ઘનશ્યામભાઇના કેસમાં એચડીએફસી બેંકના મેનેજરની બેદરકારી છે. જો તેમના સ્ટાફ સાવચેતી દાખવી હોત તો છેતરપિંડી અટકી શકે તેમ હતી. અગાઉના છ કિસ્સામાં બેંકના અધિકારીઓની સતર્કતાના કારણે સાડા ચાર કરોડ જેટલી રકમની છેતરપિંડી અટકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

April 11, 2026
કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …
GUJARAT

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

April 11, 2026
આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …
GUJARAT

આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …

April 11, 2026
Next Post
રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરનો યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 20 ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળી | Despite paying …

જામનગરનો યુવાન વ્યાજખોરની ચૂંગાલમાં ફસાયો : 20 ટકા લેખે વ્યાજ ચૂકવવા છતાં ધમકી મળી | Despite paying …

1 year ago
એબીવીપી દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમો બાખડી | clash in cricket tournament in msu orga…

એબીવીપી દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ટીમો બાખડી | clash in cricket tournament in msu orga…

3 months ago
ઉત્તરદાયિત્વ – પ્રગતિનો સૌથી મોટો સ્ત્રોત

ઉત્તરદાયિત્વ – પ્રગતિનો સૌથી મોટો સ્ત્રોત

7 months ago
સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana…

સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News