gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
ગોમતીપુરના પરિવારને બંધક બનાવી રૃ ૧.૨૦ કરોડની ખંડણી માંગી | Ra angei i pwe epwe chon fotek me ra tin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ. રવિવાર

ગોમતીપુરમાં રહેતા પરિવાર ચારના સભ્યો સોશ્યલ મીડિયા ઉપર જોયેલી જાહેરખબરથી યુ.કે.ના લંડન જવા નીકળ્યા પછી પૈસા પડાવ્યા કબૂતરબાજ એજન્ટોની જાળમાં ફસાયાં છે. સંભવતઃ દુબઈ કે આસપાસના કોઈ દેશમાં ગોંધી રાખી અપહરણકારો ૧.૨૦ કરોડની માંગણી કરી રહ્યાં છે. પતિ-ત્ની અને તેમના બે પુત્રોના પરિવારે  ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરીને લંડન જવા માટે વ્યક્તિદીઠ ૩૦ લાખ રૃપિયા ચૂકવવાનું નક્કી કર્યું હતું. દુબઇથી પરિવારજનો ગુમ થયા હતા જ્યાં બંધક બનાવીને એજન્ટો આ પરિવારની દિકરીને સતત ફોન કરીને રૃા. ૧.૨૦ લાખની ખંડણીની માંગ કરી રહ્યાં છે. પૈસા પડાવવા માટે પરિવારજનોને ડરાવવા માટે પુત્રનોે લોહીથી લથપથ  ફોટો મોકલ્યોે હતો અને માતા તથા અપહરણકાર સહિતની પાંચ ઓડિયો ક્લિપ મોેકલી છે. જેમાં માતા રડતા રડતા મકાન વેચીને પણ રૃપિયા મોકલીને મુક્ત કરાવો નહીતર આ લોકો મારી નાંખશે તેવી આજીજી કરી રહી છે. ગોમતીપુર પોલીસે ગુનો નોંધ્યો છે. તપાસ જોડાયેલી ક્રાઈમ બ્રાન્ચે સોશ્યલ મીડિયાથી જાળ બિછાવનાર વલસાડના ટ્રાવેલ્સ એજન્ટ સહિત બેને ઝડપી લીધાં છે. ગંભીર બાબત એ છે કે, સોશ્યલ મીડિયાથી લંડન વિઝાની જાળ બિછાવી કબૂતરબાજીના કારસ્તાનમાં ફસાયેલાં પરિવારના ચાર સભ્યોની જીંદગી જોખમમાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગોમતીપુર પોલીસ હવે અમદાવાદના આ પરિવારને બચાવવા કેન્દ્રિય એજન્સીઓની મદદ લેવ માટે સક્રિય બની છે.

પાંચ ઓડિયો ક્લિપમાં રડતા રડતા માતાનો આર્તનાદઃ મકાન વેચીને રૃપિયા મોકલો નહીતર અમને મારી નાંખશેઃ ગોમતીપુરમાં ગુનો, અમદાવાદ-વલસાડના ટ્રાવેલ એજન્ટ સહિત બેની પૂછપરછ

ગોમતીપુરમાં રહેતી એક મહિલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વિદેશના અજાણ્યા અપહરણકારો સામે ફરિયાદ નોંધાવી  છે કે, મહિલાના માતા-પિતા અને બે સગીર ભાઇઓને વિદેશમાં જઇને રૃપિયા કમાવા જવાની ઇચ્છા થઇ હતી. બે મહિના પહેલા ફેસબુક દ્વારા ચાંદખેડાનાએજન્ટનો સંપર્ક કર્યો હતો. જેમાં ચારેયને યુકેમાં રહેવા જવા માટે વિઝા અને નોકરીનું સેટ કરી આપવાની વાત થઇ હતી. એજન્ટે વલસાડના એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો. જેમાં એક વ્યક્તિ દીઠ રૃ. ૩૦ લાખ આપવાનું નક્કી કરાયું હતું. બાદમાં પરિવારના ચાર લોકો તા.૨૦-૦૪-૨૦૨૬ના રોજ યુ.કે જવા નીકળ્યા હતા. પહેલા તેમને દિલ્હી ત્યાંથી શ્રીલંકા અને ત્યાંથી દુબઇ લઇ જવામાં આવ્યા હોવાનું પરિવારની સભ્ય અને હાલમાં અમદાવાદના ગોમતીપુરમાં જ રહેલી મહિલાએ જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારજનોનો સંપર્ક તૂટી ગયો હતો.

 બીજીતરફ તા ૦૪-૦૫-૨૦૨૬ના રોજ ભોગ બનનાર પરિવારના સભ્યના મોબાઇલ ઉપર ઇન્ટરનેશનલ નંબર ઉપરથી અપહરણકારોનો ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોતે બાબાખાન બોલતો હોવાનું કહીને પરિવારને મારી નાખવાની ધમકી તેમજ એક મહિલા પર દુષ્કર્મ આચરવાની વાત કરી હતી. વિડીયો કોલમાં મહિલાના ભાઇના માથા ઉપર રિવોલ્વર મૂકી હતી. તેમજ મહિલાની માતા બે હાથ જોડીને મદદ માંગતી હતી. આ સાથે જ અપહરણકારોએ રૃા. ૧.૨૦ કરોડની ખંડણી માંગી હતી. રૃપિયા નહિ મળે તો પરત મોકલવાની તેમજ તમારા અને આગળના એજન્ટોએ તારા પરિવારને અમને વેચી દીધા છે. અમે તેને અફઘાનિસ્તાન મોકલી દઈશું. કિડની વેચવાની, બાળી નાખવાની અને લટકાવીને મરચા નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

આ ઘટનાની ગંભીરતા સમજીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમો અને કેન્દ્રિય એજન્સીઓ પણ સક્રિય બની છે. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને વલસાડના ટ્રાવેલ્સ એજન્ટને ઝડપી પાડયાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ  પૈસા પડાવવા માટે કબુતરબાજીની જાળ બિછાવવામાં આવી હોવાની આશંકા પોલીસને છે. અગાઉ ગેરકાયદે અમેરિકા લઈ જવાના કારસ્તાન પકડાયા હતા અને ડિંગૂચાનો પરિવાર ફસાયાનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો તે રીતે હવે  લંડન લઈ જવાના નામે અમદાવાદના ગોમતીપુર વિસ્તારના પરિવારને બંધક બનાવીને ૧.૨૦ કરોડની તોસ્તાન ખંડણી માંગવામાં આવી છે. આ સંવેદનશીલ કિસ્સામાં ક્રાઈમ બ્રાન્ચે બે એજન્ટોને ઝડપી લઈ વિગતો જાણી તપાસ આગળ ધપાવી છે. દેશ બહાર ગોંધી રાખીને ખંડણી માગવામાં આવી રહી છે તેવા પરિવારના ચાર સભ્યોને બચાવવા માટે અમદાવાદ શહેર પોલીસ હવે જરૃર જણાયે કેન્દ્રિય એજન્સીઓની મદદ લેવાની દિશામાં સક્રિય બની છે.

——–

સોશ્યલ મીડિયાથી લંડન વિઝાની જાળ બિછાવી પૈસા પડાવવા કબૂતરબાજીના કારસ્તાનમાં ફસાયા

——

પરિવાર લંડન પહોંચે અને આશ્રયની પ્રક્રિયા પછી પૈસા આપવાના હતાઃ વલસાડનો એજન્ટ સકંજામાં

વલસાડના  ટ્રાવેલ એજન્ટની સંડોવણી જણાતાં તેને ઝડપી લઈ પૂછપરછ કરવામાં આવી છે. ડીલ મુજબ પરિવાર લંડન પહોંચે અને આશ્રયની પ્રક્રિયા શરૃ કરે ત્યારબાદ જ પૈસા આપવાના હોવાથી એજન્ટને હજુ સુધી કોઈ રકમ ચૂકવાઈ ન હતી. વલસાડના એજન્ટ પાસેથી પરિવારને વિદેશ  લઈ જવાના હતા તે શખ્સો અંગેની વિગતો જાણવા તેમજ આંતરરાષ્ટ્રીય હ્યુમન ટ્રાફિકિંગ સિન્ડિકેટને પકડવા અને પરિવારને સુરક્ષિત બચાવવા પોલીસ અને એજન્સીઓએ સતત પ્રયાસો શરૃ કર્યાં છે.

ગોમતીપુર પોલીસ પાસે ગયા વાત સાંભળી નહી, પણ ધારાસભ્યએ કહ્યા બાદ ફરિયાદ

પરિવારજનોને બંધક બનાવી ખંડણી માગવામાં આવી રહી છે તેવી રજૂઆત સાથે મહિલા તા.૪ના રોજ ગોમતીપુર પાલીસ સ્ટેશનમાં ગઇ હતી. આ સમયે પોલીસે વાત ગંભીરતાપૂર્વક સાંભળી ન હતી. આખરે છ દિવસ પછી પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણીની સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્યની દરમિયાનગીરી બાદ પોલીસ તપાસ સઘન બનાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …
GUJARAT

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

June 24, 2026
સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…
GUJARAT

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

June 24, 2026
Next Post
યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m...

જાફરાબાદની જેટી પર બોટમાંથી ઉતરતો રૂા.22.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 22 75…

જાફરાબાદની જેટી પર બોટમાંથી ઉતરતો રૂા.22.75 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 22 75...

દેશવાસીઓ એક વર્ષ સુધી સોના ખરીદી ટાળે, વર્ક ફ્રોમ હોમ અપનાવે : મોદી | Countrymen should avoid buying…

દેશવાસીઓ એક વર્ષ સુધી સોના ખરીદી ટાળે, વર્ક ફ્રોમ હોમ અપનાવે : મોદી | Countrymen should avoid buying...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીથી ગૂમ થયેલા યુવકનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Youth who went missing from Vapi died after …

વાપીથી ગૂમ થયેલા યુવકનું વડોદરામાં ટ્રેનની અડફેટે મોત | Youth who went missing from Vapi died after …

8 months ago
અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના ફરી ઉડ્યા ધજાગરાઃ પટવા શેરીમાં કરાયેલા ગોળીબારમાં બે લોકો ઈજાગ્રસ્ત | Ah…

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાના ફરી ઉડ્યા ધજાગરાઃ પટવા શેરીમાં કરાયેલા ગોળીબારમાં બે લોકો ઈજાગ્રસ્ત | Ah…

12 months ago
લેવલ ક્રોસીંગ-૨૪૩ પાસે બનાવાયેલા અંડરપાસથી કાળીગામ ગરનાળા સુધી રાઈઝીંગ મેઈન લાઈન નંખાશે | Built near…

લેવલ ક્રોસીંગ-૨૪૩ પાસે બનાવાયેલા અંડરપાસથી કાળીગામ ગરનાળા સુધી રાઈઝીંગ મેઈન લાઈન નંખાશે | Built near…

1 year ago
5 નહીં ફક્ત 3 વર્ષમાં ડૉક્ટર બનાવી રહ્યું છે અમેરિકા! જાણો કયો કોર્ષ અને એડમિશનની પ્રોસેસ શું? | USA…

5 નહીં ફક્ત 3 વર્ષમાં ડૉક્ટર બનાવી રહ્યું છે અમેરિકા! જાણો કયો કોર્ષ અને એડમિશનની પ્રોસેસ શું? | USA…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News