gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત | Fire breaks out at Goa nightclub: 25 dead

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત | Fire breaks out at Goa nightclub: 25 dead
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાત્રે 100થી વધુ લોકો ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગી, રસ્તો સાંકડો હોવાથી ફસાઇ ગયા

– પાર્ટીમાં ઇલેક્ટ્રિક ફટાકડા ફોડાતા આગ લાગ્યાનો બચી ગયેલા લોકોનો દાવો : સિલિન્ડર બ્લાસ્ટ જવાબદાર હોવાની પોલીસની દલીલ

– પહેલા માળે આગ લાગી, લોકો દોડીને કિચન તરફ ભાગ્યા જેથી ફસાઇ ગયા

– માર્યા ગયેલામાં ૧૪ લોકો ક્લબમાં જ કામ કરતા હતા, ગેરકાયદે ક્લબ ચલાવવા મંજૂરી આપનારા સરપંચ સહિત પાંચની ધરપકડ

– ક્લબના માલિકો ફરાર, મૃતકોના પરિવારને વડાપ્રધાને બે લાખ જ્યારે મુખ્યમંત્રીએ પાંચ લાખની સહાયની જાહેરાત કરી

પણજી: પર્યટન રાજ્ય ગોવાની એક નાઇટ ક્લબમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેને કારણે ક્લબના સ્ટાફના ૧૪ લોકો સહિત કુલ ૨૫ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે, કોઈ બ્લાસ્ટ નહીં પરંતુ ક્લબની અંદર ચાલતા ફાયરવર્ક્સના કારણે આગ લાગી હતી. તેમણે આ દુર્ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. જોકે, ક્લબ કલ્ચર માટે વિશ્વ વિખ્યાત ગોવામાં આ દુર્ઘટનાએ નાઇટ ક્લબો સહિતના પર્યટન સ્થળોની સુરક્ષા અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

ઉત્તર ગોવાના અર્પોરા વિસ્તારમાં આવેલા બર્ચ બાય રોમિયો લેન નાઇટ ક્લબમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો હાજર હતા, ડાંસ ચાલી રહ્યો હતો, મ્યૂઝિક પાર્ટી થઇ રહી હતી. એવામાં અચાનક ઉપર આગ લાગી હતી. સમગ્ર નાઇટ ક્લબ પેક હતું જેને કારણે મોટાભાગના લોકોના મોત ગુંગળામણને કારણે થયા હતા. માર્યા ગયેલામાં મોટાભાગના સ્ટાફના લોકો, ચાર પર્યટકોનો સમાવેશ થાય છે જ્યારે સાત લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ નાઇટ ક્લબ ગેરકાયદે ચાલતું હતું, દારુ વેચવાથી લઇને કોઇ પણ પ્રકારની મંજૂરી લેવામાં નહોતી આવી. ક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરા સામે ફરિયાદ દાખલ કરાઇ છે. ક્લબને ટ્રેડ લાઇસેંસ આપનારા સ્થાનિક સરપંચ રોશન રેડકરની અટકાયત કરાઇ છે. 

ગોવા પોલીસનો દાવો છે કે સિલિન્ડર ફાટવાને કારણે આગ લાગી હતી, જ્યારે સાક્ષીઓનું કહેવુ છે કે ક્લબમાં લોકો ડાંસ કરી રહ્યા હતા ત્યારે ઇલેક્ટ્રિક ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેને કારણે આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં એવા સંકેતો મળ્યા છે કે પ્રથમ માળે આગ લાગી હતી, ચાલવાનો મુખ્ય રસ્તો અને દરવાજો અત્યંત સાંકડો હોવાને કારણે ગ્રાહકો ફસાઇ ગયા અને બહાર ના નીકળી શક્યા. મોટાભાગના લોકો ગુંગળામણને કારણે માર્યા ગયા હતા. ઘટનાને જોનારી દિલ્હીની પર્યટક રીયાએ કહ્યું હતું કે ફટાકડા ફુટી રહ્યા હતા જે બાદ આગ લાગી ગઇ, ક્લબમાં નાસભાગ જેવી સ્થિતિ હતી. ડાંસ ચાલી રહ્યો હતો તે રૂમમાં ૧૦૦થી વધુ લોકો ઘટના સમયે હાજર હતા. બચવા માટે તમામ લોકો નીચે જવા લાગ્યા અને કિચનમાં પહોંચી ગયા જ્યાં તેઓ ફસાઇ ગયા હતા, આ દાવો ઘટનાને નિહાળનારી હૈદરાબાદની  ફાતિમા શેખે કર્યો હતો. ૩૧મી તારીખે નવા વર્ષના વધામણા માટે ગોવામાં બહુ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે, એવામાં આ ઘટનાએ લોકોની સુરક્ષાને લઇને અનેક સવાલો પણ ઉભા કર્યા છે.    

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, સાથે જ માર્યા ગયેલા લોકોના પરિવાર માટે વડાપ્રધાન નેશનલ રીલિફ ફંડમાંથી બે લાખ રૂપિયા જ્યારે ઘાયલોને ૫૦,૦૦૦ની સહાય જાહેર કરી હતી. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારને પાંચ લાખની સહાયની જાહેરાત કરાઇ હતી.  હાલમાં ક્લબના ચાર કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્લબના મુખ્ય જનરલ મેનેજર, જનરલ મેનેજર, બાર મેનેજર, ગેટ મેનેજરનો સમાવેશ થાય છે. જ્યારે ક્લબના માલિકો હજુ પણ ફરાર છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરી લેવામાં આવશે તેવો દાવો પ્રશાસને કર્યો હતો.      

– મૃતદેહો ઘરે લઇ જવા રૂપિયા નથી : મૃત મજૂરોનો પરિવાર

પણજી: ગોવાની નાઇટ ક્લબમાં જે પણ લોકો માર્યા ગયા તેમાં ૧૪ જેટલા મજૂરોનો સમાવેશ થાય છે. મહિને ૧૫થી ૨૫ હજાર રૂપિયામાં ગુજરાન ચલાવનારા આ મજૂરોનો પરિવાર હોસ્પિટલની બહાર બેઠી રહ્યો, જ્યારે જમીન પર આ મજૂરોના મૃતદેહ પડયા હતા. પરિવારે આંખોમાં આંસુ સાથે કહ્યું હતું કે ગોવામાં અમારુ કોઇ નથી, ઘર પણ નથી. મૃતદેહોને ગામડે લઇ જવા માટે રૂપિયા નથી. આ નાઇટ ક્લબમાં રસોઇયા તરીકે કામ કરતા ઉત્તરાખંડના ૨૪ વર્ષીય જિતેન્દ્ર રાવત, ઝારખંડ, નેપાળ, આસામ સહિતના કેટલાક રાજ્યોથી આ મજૂરો રોજીરોટી માટે ગોવા આવ્યા હતા. કેટલાક ખેડૂતોના પુત્રો તો કેટલાક ખેત મજૂરોના સંતાનો હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઉ. ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ઃ કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્યથી નીચે | intense cold in north i…

ઉ. ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ઃ કાશ્મીરમાં અનેક સ્થળો તાપમાન શૂન્યથી નીચે | intense cold in north i...

કોંગ્રેસ રૂ.500 કરોડમાં વેચે છે CMની ખુરશી? સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું

કોંગ્રેસ રૂ.500 કરોડમાં વેચે છે CMની ખુરશી? સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું

કલાક સુધી એર શો માણનાર લોકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા | People who enjoyed the air show for…

કલાક સુધી એર શો માણનાર લોકો દોઢ કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયા | People who enjoyed the air show for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી ભાવનગર-પચ્છેગામે વચ્ચે એસ.ટી.ની એક્સ્ટ્રા બસો દોડાવાશે | ST extra buses will run between Bhavna…

આજથી ભાવનગર-પચ્છેગામે વચ્ચે એસ.ટી.ની એક્સ્ટ્રા બસો દોડાવાશે | ST extra buses will run between Bhavna…

4 months ago
ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય | Girnar Lili P…

ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય | Girnar Lili P…

8 months ago
વડોદરાની અંગ્રેજી વિષયની શિક્ષિકાએ 2000 પાનાનું હાથથી ‘રામાયણ” લખ્યું, હસ્તલેખન માટે 20 મહિના લાગ્યા…

વડોદરાની અંગ્રેજી વિષયની શિક્ષિકાએ 2000 પાનાનું હાથથી ‘રામાયણ” લખ્યું, હસ્તલેખન માટે 20 મહિના લાગ્યા…

2 months ago
પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થતાં ભારત પર કેવી અસર થશે? 2019માં થયું હતું 700 કરોડનું નુકસાન | How will …

પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થતાં ભારત પર કેવી અસર થશે? 2019માં થયું હતું 700 કરોડનું નુકસાન | How will …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News