![]()
વડોદરા : અગાઉના ઝઘડાની અદાવત રાખી યુવક પર ચપ્પાથી હુમલો કરી ગંભીર ઇંજા
પહોંચાડવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે આરોપી સામે
પ્રથમદર્શનીય ગુનો જણાતો હોવાની નોંધ સાથે અરજી નામંજૂર કરી હતી.
સિદ્ધાર્થ હરેરામસિંગ નામના યુવકે વારસીયાપોલીસ સ્ટેશનમાં સંકેત
ઉર્ફે કાંટો અશોકભાઇ રાજ સહિત ચાર આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેના
ભાઇ ગૌરવ સાથે આરોપીઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખી ઝઘડો કરી હુમલો કર્યો હતો. આરોપી
સંકેત ઉર્ફે કાંચાએ છરીથી હુમલો કરી ગૌરવને ગંભીર ઇજા પહોંચાડી હતી.
આ બનાવમાં ધરપકડ બાદ હાલ જલમાં રહેલા આરોપી સંકેત ઉર્ફે કાંચોએ
જામીન અરજી મુકતા સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીને
જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડા કરશે અને સાક્ષીને ધમકાવશે. ન્યાયાધીશે
આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો હોઇ જામીન અરજી નામંજૂર કરી હતી.










