gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી પહેલાં ભાજપ અને શિંદે જૂથ આમને-સામને! રાણે બંધુઓના ઘર્ષણથી ગરમાયું રાજકારણ | Rift in Maharash…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
ચૂંટણી પહેલાં ભાજપ અને શિંદે જૂથ આમને-સામને! રાણે બંધુઓના ઘર્ષણથી ગરમાયું રાજકારણ | Rift in Maharash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharastra Governement and BJP Shinde Sena News : મહારાષ્ટ્રમાં 2 ડિસેમ્બરે યોજાનારી નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીના માત્ર પાંચ દિવસ પહેલા, સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં બે મહત્ત્વના પક્ષો વચ્ચે તકરાર વધી ગઈ છે. ગઠબંધનના બે મુખ્ય સાથી પક્ષો – શિવસેના (શિંદે જૂથ) અને ભારતીય જનતા પાર્ટી – વચ્ચેનો ખટરાગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે અને બંને પક્ષોના નેતાઓ એકબીજા પર ખુલ્લેઆમ આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. આ શાબ્દિક યુદ્ધમાં રાણે બંધુઓ પણ સામસામે આવી જતાં ગઠબંધનની અંદરનો તણાવ સ્પષ્ટપણે સપાટી પર આવી ગયો છે.

નીલેશ રાણેનું ‘સ્ટિંગ’ અને રોકડનો દાવો

શિવસેનાના ધારાસભ્ય અને નારાયણ રાણેના મોટા પુત્ર નીલેશ રાણેએ બુધવારે દાવો કર્યો કે તેમણે સિંધુદુર્ગ જિલ્લાના માલવણમાં ભાજપના કાર્યકર વિજય કેનવડકરના ઘરેથી મતદારોને વહેંચવા માટે રાખેલી રોકડ ભરેલી બેગ પકડી છે. તેમણે કહ્યું કે આ સ્ટિંગ ઓપરેશન તેમણે પોતે કર્યું છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. નીલેશે આ રોકડને ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણના તાજેતરના કોંકણ પ્રવાસ સાથે જોડતા ગંભીર આરોપો લગાવ્યા.

રાણે vs રાણે: ભાઈ સામે ભાઈ મેદાનમાં

આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નાના પુત્ર અને ભાજપના કેબિનેટ મંત્રી નિતેશ રાણે પોતાના જ મોટા ભાઈના આરોપોના જવાબમાં મેદાનમાં ઉતર્યા. તેમણે કહ્યું, “વિજય ભાજપના કાર્યકર હોવાની સાથે એક વેપારી પણ છે. તેમના ઘરે રોકડ રાખવી એ શું ગુનો છે?” નિતેશે કડક ચેતવણી આપતા કહ્યું, “હમામ મેં સબ નંગે હૈ. રવીન્દ્ર ચવ્હાણ પર પાયાવિહોણા આરોપો લગાવીને શિવસેના ગંદી રાજનીતિ કરી રહી છે.” ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર ચવ્હાણે પણ કહ્યું કે, “હું 2 ડિસેમ્બર સુધી ગઠબંધનને કારણે ધીરજ રાખી રહ્યો છું, ત્યારબાદ જડબાતોડ જવાબ આપીશ.”

50 કરોડ લઈને પક્ષપલટાનો આરોપ

આ દરમિયાન, ભાજપના ધારાસભ્ય તાનાજી મુટકુલેએ આરોપ લગાવ્યો કે શિવસેનાના ધારાસભ્ય સંતોષ બાંગરે 2022માં શિંદે જૂથમાં જોડાવા માટે 50 કરોડ રૂપિયા (“50 બોક્સ”)ની માંગણી કરી હતી. તેના જવાબમાં, સંતોષ બાંગરે મુટકુલે પર જાતીય સતામણીના કેસમાં પોતાના ડ્રાઈવરને ફસાવી દેવાનો વળતો આરોપ લગાવ્યો.

પોલીસ દરોડાનો આરોપ

શિવસેનાના એમએલસી હેમંત પાટિલે દાવો કર્યો કે હિંગોલી જિલ્લામાં સંતોષ બાંગરના ઘરે વહેલી સવારે પોલીસે દરોડો પાડ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે આ દરોડો ભાજપના ધારાસભ્યના દબાણમાં અને ડરાવવા-ધમકાવવાની રાજનીતિના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.

આ તમામ આરોપ-પ્રત્યારોપ એવા સમયે થઈ રહ્યા છે જ્યારે મહાયુતિ ગઠબંધનમાં સીટની વહેંચણીને લઈને પહેલેથી જ અસંતોષ હતો. હવે આ ખુલ્લો સંઘર્ષ ચૂંટણી પહેલાં ગઠબંધન માટે એક નવી અને મોટી મુસીબત બની ગયો છે, જ્યારે ચૂંટણી પંચે હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…
INDIA

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

April 1, 2026
પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …
INDIA

પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …

April 1, 2026
Next Post
આમથી ખાસ બનાવી દે છે ફોરએવર સ્ટાર ઈન્ડિયા બ્યુટી પેજન્ટ

આમથી ખાસ બનાવી દે છે ફોરએવર સ્ટાર ઈન્ડિયા બ્યુટી પેજન્ટ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે, ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન | mp cm mo…

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે, ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન | mp cm mo...

કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગ કરાવનારા ગેંગસ્ટરને દિલ્હીમાંથી પોલીસે ઝડપ્યો | Gangster who …

કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગ કરાવનારા ગેંગસ્ટરને દિલ્હીમાંથી પોલીસે ઝડપ્યો | Gangster who ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

2 weeks ago
સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

1 week ago
બંગાળમાં નિર્મિત મંદિરને જગન્નાથ ધામ કહેવામાં ભાજપ શાસિત પાડોશી રાજ્યને વાંધો, કહ્યું – આ નામ ન હોઈ …

બંગાળમાં નિર્મિત મંદિરને જગન્નાથ ધામ કહેવામાં ભાજપ શાસિત પાડોશી રાજ્યને વાંધો, કહ્યું – આ નામ ન હોઈ …

11 months ago
ભરતનગર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેલનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Suspended f…

ભરતનગર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેલનો ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ | Suspended f…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News