![]()
ગોત્રી પોલીસ મથકે નોંધાયેલા ઠગાઇના ગુનામાં હાલ જ્યુ. કસ્ટડી હેઠળ રહેલ હરિશ ચોકસી અને ધનંજય ચોકસીના રેગ્યુલર જામીન કોર્ટે નામંજૂર કર્યા હતા.
રમાકાંત અંબાલાલ ચોકસીની ફરિયાદ હતી કે, પિતાની મિલકતના વહેંચણીમાં હરીશે પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી પરિવારની સંયુક્ત મિલકત પોતાના પરિવારના નામે ખોટો વેચાણ દસ્તાવેજ બનાવી દીધો હતો. મિલકતનું મૂલ્ય આશરે રૂ.20 કરોડ હતું, જ્યારે રૂ.1.70 કરોડ દર્શાવાયું હતું. બાદમાં બાઉન્સરો સાથે મિલકત કબજે કરવાનો પણ આરોપ છે. બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું કે, જામીન આપવાથી તપાસમાં ખલેલ પડશે અને પુરાવા સાથે ચેડાં થઈ શકે છે.










