gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Political Dispute: છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવારો નિમિત્તે ભરાતા પરંપરાગત મેળામાં હવે રાજકારણ ગરમાયું છે. તાલુકાના રજૂવાંટ ગામે આયોજિત ‘ભંગુરિયા’ મેળામાં ભાજપના નેતાઓ પક્ષના ઝંડા સાથે નજરે પડતા વિવાદ સર્જાયો છે. આમ આદમી પાર્ટીના નેતા વિનુ રાઠવાએ આ મામલે ભાજપના સાંસદ સહિતના નેતાઓનો ઉધડો લીધો છે.

શું છે સમગ્ર વિવાદ?

છોટાઉદેપુર તાલુકાના રજૂવાંટ ગામે છેલ્લા પાંચ વર્ષથી સામાજિક આગેવાનોના સહયોગથી ‘રૂરલ હાટ’ ખાતે ભંગુરિયા મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો ગુજરાત અને મધ્ય પ્રદેશની સરહદ પર હોવાથી બંને રાજ્યોના આદિવાસી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ વર્ષે મેળા દરમિયાન ભાજપના સાંસદ જશુભાઈ રાઠવા અને અન્ય નેતાઓ પક્ષના ઝંડાઓ લઈને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કૂદતા જોવા મળ્યા હતા, જેને લઈને સામાજિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે.

“સામાજિક કાર્યક્રમોને ‘રાજકીય રંગ’ ન આપો” 

આ ઘટના અંગે AAP નેતા અને છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુ રાઠવાએ આકરા પ્રત્યાઘાતો આપતા જણાવ્યું હતું કે, “સામાજિક કાર્યકર્તાઓએ ભેગા મળીને આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો છે, પરંતુ ભાજપના દિગ્ગજ નેતાઓ અહીં આવીને પક્ષનો પ્રચાર કરી પોતાનો રોફ જમાવી રહ્યા છે. જો સામાજિક મેળાઓમાં તમામ પક્ષો પોતાના ઝંડા લઈને આવશે, તો લોકો વચ્ચે જૂથવાદ અને ઘર્ષણ ઊભું થશે. આવી સ્થિતિમાં જવાબદારી કોની રહેશે?” 

“સાંસ્કૃતિક મેળાને રાજકારણનું અખાડો ન બનાવો”

વિનુ રાઠવાએ વધુમાં જણાવ્યું હતું કે, “સામાજિક કાર્યક્રમોમાં આ પ્રકારે ઝંડા લાવીને આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ બંધ કરવું જોઈએ. જો સમાજની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવશે, તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું. ચૂંટણી આવે ત્યારે તમે ઝંડા લઈને કૂદો તેની સામે અમારો કોઈ વિરોધ નથી, પણ પરંપરાગત સાંસ્કૃતિક મેળાને રાજકારણનું અખાડો ન બનાવો.” 

આ પણ વાંચો: ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

ભવિષ્યમાં વિરોધની ચીમકી

વિનુ રાઠવાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં યોજાનારા કોઈપણ ભંગુરિયા મેળામાં રાજકીય પક્ષોના ઝંડાઓ લાવીને સંસ્કૃતિનું અપમાન કરવામાં આવશે, તો તમામ સામાજિક કાર્યકર્તાઓ સાથે મળીને તેનો સખત વિરોધ કરવામાં આવશે.

ચૂંટણીના માહોલ વચ્ચે આદિવાસી પટ્ટામાં સાંસ્કૃતિક મેળામાં થયેલો આ વિવાદ આગામી દિવસોમાં વધુ વરવું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં 'રાજકીય રંગ' લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama...

વટવામાં 17 વર્ષથી બીમાર 72 વર્ષીય વૃદ્ધાએ પોતાને થાંભલા સાથે બાંધીને અગ્નિ સ્નાન કર્યું | Ahmedabad:…

વટવામાં 17 વર્ષથી બીમાર 72 વર્ષીય વૃદ્ધાએ પોતાને થાંભલા સાથે બાંધીને અગ્નિ સ્નાન કર્યું | Ahmedabad:...

સુરત: ટર્મ પૂરી થવા આવતા SMCના શાસકો જાગ્યા! 11 માર્ચ પહેલા કામો મંજૂર કરાવવા ‘મરણીયા’ બન્યા હોવાનો …

સુરત: ટર્મ પૂરી થવા આવતા SMCના શાસકો જાગ્યા! 11 માર્ચ પહેલા કામો મંજૂર કરાવવા 'મરણીયા' બન્યા હોવાનો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો : ઝાલાવાડ અગન ભઠ્ઠીમાં ફેરવાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો : ઝાલાવાડ અગન ભઠ્ઠીમાં ફેરવાયું

1 year ago
દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો | Two men attack young man with iron pipe in Diho…

દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો | Two men attack young man with iron pipe in Diho…

4 months ago
લીંબડીના વ્યક્તિએ સસ્તામાં કાર લેવાની લાલચમાં 9 લાખ ગુમાવ્યા | Limbdi man loses Rs 9 lakh in the tem…

લીંબડીના વ્યક્તિએ સસ્તામાં કાર લેવાની લાલચમાં 9 લાખ ગુમાવ્યા | Limbdi man loses Rs 9 lakh in the tem…

1 year ago
એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક | Advan…

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક | Advan…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News