gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જમીન ખાલી કરો, નહીં તો દંડ થશે: હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટર અને MP યુસુફ પઠાણનો ઉધડો લીધો | Yusuf Patha…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
જમીન ખાલી કરો, નહીં તો દંડ થશે: હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટર અને MP યુસુફ પઠાણનો ઉધડો લીધો | Yusuf Patha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Yusuf Pathan Land Dispute In Vadodara: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી સ્કીમ નંબર-22ના ફાઈનલ પ્લોટ નંબર-90ના પ્લોટ પર ગેરકાયદે કબજો કરવાના વિવાદમાં પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રે. ની ખંડપીઠે ઉધડો લઈ નાંખ્યો હતો. હાઈકોર્ટે યુસુફ પઠાણને સીધો સવાલ કર્યો હતો કે, પ્રસ્તુત કેસમાં જમીન આપવા અંગે સ્ટેન્ડિંગ કમિટીનો પ્રસ્તાવ માત્ર છે, જમીનની ફાળવણી તો હજુ થઈ જ નથી તો, તમે જમીન પર કેવી રીતે કબજો કર્યો? તમે જરૂરી પ્રક્રિયાઓ અનુસર્યા વિના પ્લોટમાં કેવી રીતે પ્રવેશી શકો? વળી તમે એક પણ રૂપિયો આપ્યો નથી.

તમે કંઈ અભણ નથી, એક ક્રિકેટર પાસેથી આવી આશા ન હોઈ શકે: હાઈકોર્ટ

હાઈકોર્ટે જે અધિકારીએ તમને જમીનનો કબજો આપ્યો તે અધિકારી વિરૂદ્ધ તપાસનો હુકમ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. હાઈકોર્ટે યુસુફ પઠાણને એટલે સુધી કહી દીધું કે, જમીન ખાલી કરો, નહીતર તમને દંડ ફટકારીશું.

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની ટીકા કરતાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે, ‘આ પ્રકારે જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યા વિના જમીન પર કબજો જમાવી દેવો અને સરકારી જમીન પર અનઅધિકૃત દબાણ કરી દેવું એ ગુનો છે અને તમે અભણ નથી. આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટર પાસેથી આવી અપેક્ષા રાખી ના શકાય. ભલે તમે જમીનનો ઉપયોગ ના કરતા હોવ તો પણ જમીન તમારા કબજામાં છે અને તેથી તમારે તેનું ભાડું ચૂકવવું જ પડશે. જો તમે જમીન ખાલી નહીં કરો કોર્ટ ઓથોરિટીને પઝેશન લેવા હુકમ કરશે.’

આ પણ વાંચો: રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

જમીન વિવાદમાં યુસુફ પઠાણ કેવી રીતે ‘ક્લિન બોલ્ડ’ થયો?

•પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા વડોદરામાં જમીન મેળવવા માટે અરજી કરતા વર્ષ 2012માં વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ પસાર કરીને માર્કેટ કિંમતે જમીન આપવા અંગે પ્રસ્તાવ કર્યો હતો.

•વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભાએ તેને મંજૂરી આપ્યા પછી તેની મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે ગઈ હતી. રાજ્ય સરકારે વર્ષ 2024માં જમીન આપવાની અરજી નકારી કાઢી હતી.

•સરકારના નિર્ણયથી નારાજ પઠાણ દ્વારા વર્ષ 2024માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં વડોદરા મનપાના તા.6-6-2024ના યુસુફ પઠાણની તરફેણમાં જાહેર હરાજી વિના 99 વર્ષના લીઝ પર પ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ નકારવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

•વડોદરા મનપા દ્વારા યુસુફ પઠાણને જમીન પરનું દબાણ દૂર કરવાની પણ સૂચના આપી હતી. જો કે, હાઈકોર્ટના સિંગલ જજે 12-9-2025ના રોજ પઠાણને કોઈપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઈનકાર કરી તેની અરજી ફગાવી દીધી હતી.

•સિંગલ જજના આ હુકમ સામે યુસુફ પઠાણ દ્વારા હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ હાલની લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરવામાં આવી હતી.

ઓક્શનની કોઈપણ પ્રક્રિયા વગર તમને જમીન કેવી રીતે આપી શકાય?

કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યુસુફ પઠાણના વલણની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, ‘તમને જમીન આપવાનો પ્રસ્તાવ માત્ર જ છે, તમને જમીન ફાળવણી થઈ જ નથી તો, તમે જમીન પર કબજો કર્યો કેવી રીતે? કોઈપણ ઓક્શન વગર તમને જમીન કેવી રીતે આપી શકાય? કોર્પોરેશન કોઈ વ્યક્તિને પસંદ કરીને પ્લોટ આપી શકે નહીં. પ્લોટ ફાળવણી માટે એક પારદર્શક અને ખુલ્લી નીતિ હોવી જોઈએ. કોર્પોરેશન તમારી સાથે હતું એટલે તમે દબાણ કર્યું? નથી તમે કોઈ ફોર્માલિટી પૂર્ણ કરી કે નથી તો તમારા કેસમાં કોઈ લીઝ ડીડ થઈ. કેવી રીતે તમે જમીન પર કબજો જમાવી શકો?’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ TMCમાં ડખા, 3 ભાગમાં વહેંચાઈ પાર્ટી: જુઓ ઇનસાઇડ રિપોર્ટ | TMC Crisis 2…

મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ TMCમાં ડખા, 3 ભાગમાં વહેંચાઈ પાર્ટી: જુઓ ઇનસાઇડ રિપોર્ટ | TMC Crisis 2...

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની લાગશે ભવ્ય પ્રતિમા, જાણો શું છે ખાસ કનેક્શન | C…

ઈઝરાયલમાં ગૂંજશે 'જય ભવાની': છત્રપતિ શિવાજી મહારાજની લાગશે ભવ્ય પ્રતિમા, જાણો શું છે ખાસ કનેક્શન | C...

રાજ્યસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના અણસાર! બદલાઈ શકે છે 12 મંત્રીઓ | Modi Cabinet Resh…

રાજ્યસભા ચૂંટણી બાદ મોદી કેબિનેટમાં મોટા ફેરબદલના અણસાર! બદલાઈ શકે છે 12 મંત્રીઓ | Modi Cabinet Resh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરમાં વીજીએલની બાકી બિલ વસુલાત માટે કડકાઈ | Strict action to collect not paid bills of VGL …

વડોદરા શહેરમાં વીજીએલની બાકી બિલ વસુલાત માટે કડકાઈ | Strict action to collect not paid bills of VGL …

7 months ago
સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near S…

સાળંગપુર મારૃતીધામ ગેટ નજીક અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું | A young man died in an accident near S…

3 months ago
રાજકોટમાં મહિલાઓ પણ છરી રાખતી થઇ, પાડોશીને ઘા ઝીંક્યો | Women in Rajkot also started carrying knives…

રાજકોટમાં મહિલાઓ પણ છરી રાખતી થઇ, પાડોશીને ઘા ઝીંક્યો | Women in Rajkot also started carrying knives…

11 months ago
સનપ્રીમા એપાર્ટમેન્ટમાં બે માથાભારે સભ્યો વિરૂદ્ધ સ્થાનિક રહેવાસીઓ કંટાળીને મોરચો માડયો | local resi…

સનપ્રીમા એપાર્ટમેન્ટમાં બે માથાભારે સભ્યો વિરૂદ્ધ સ્થાનિક રહેવાસીઓ કંટાળીને મોરચો માડયો | local resi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News