gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના દરેડ GIDC એસો.ની ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટો આવ્યો : ‘ઔદ્યોગિક હિતકારી પેનલ’ની તમામ 21 બેઠ…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
જામનગરના દરેડ GIDC એસો.ની ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટો આવ્યો : ‘ઔદ્યોગિક હિતકારી પેનલ’ની તમામ 21 બેઠ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Dared GIDC : જામનગરના વિશ્વવિખ્યાત બ્રાસ ઉદ્યોગમા દરેડ જી.આઈ.ડીસી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની 21 કારોબારી બેઠકો માટે ગઈકાલે, 12મી ઓક્ટોબર, રવિવારના રોજ યોજાયેલી ચૂંટણીમાં ઉદ્યોગ જગતમાં એક મોટો અને નિર્ણાયક સત્તાપલટો થયો છે. ‘ઔદ્યોગિક હિતકારી પેનલ’ (ત્રિશૂળ) દ્વારા તમામ 21 બેઠકો પર જંગી મતે ઝળહળતો વિજય મેળવવામાં આવ્યો છે, જેના કારણે સાત વર્ષથી શાસનમાં રહેલી પૂર્વ પ્રમુખ દિનેશભાઇ ડાંગરીયા નેતૃત્વ હેઠળની ‘પ્રગતિશીલ પેનલ’ (સૂર્ય) ની કારમી હાર થઈ છે, અને ઉદ્યોગકારોએ ગઈકાલે જાણે ‘સૂર્ય’નો અસ્ત થતો જોયો હતો. 

દરેડ વિસ્તારમાં આવેલા આ એસોસિએશનના કુલ 1845 સભ્યોમાંથી 1649 સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું, જે રેકોર્ડબ્રેક 89 ટકાની આસપાસનો મતદાન આંક દર્શાવે છે. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સવારે શરૂ થઈ, બપોર સુધીમાં 70 ટકા સુધી પહોંચી હતી, અને સાંજે 5 વાગ્યા સુધી અવિરત રહી હતી, જેમાં ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ તરફ વધુ મતદાન થયું હોવાના સંકેતો શરૂઆતથી જ મળી રહ્યા હતા. 

જામનગરના દરેડ GIDC એસો.ની ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટો આવ્યો : 'ઔદ્યોગિક હિતકારી પેનલ’ની તમામ 21 બેઠકો ઉપર ઝળહળતો વિજય 2 - image

મતદાન બાદ સાંજે શરૂ થયેલી મત ગણતરીમાં ચૂંટણી તંત્ર દ્વારા 1649 મતદાનમાંથી 36 મતો નાની-મોટી ખામીઓના કારણે રદ કરવામાં આવ્યા હતા, જેથી કુલ 1613 મતો વેલિડ ગણવામાં આવ્યા હતા. આ પરિણામોમાં ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના ઉમેદવાર અતુલભાઈ ગંગદાસભાઈ પટેલે સૌથી વધુ 910 મતો મેળવી વિજયનું સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું હતું, જ્યારે યુવા ઉમેદવાર વિષ્ણુભાઈ મહેશભાઈ પટેલે બીજા નંબરે 898 મતો મેળવીને જીત હાંસલ કરી હતી. જીત બાદ ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના તમામ વિજેતા ઉમેદવારોએ સર્વસંમતિથી યુવા અને શિક્ષિત નેતા વિષ્ણુ મહેશભાઈ પટેલને એસોસિએશનના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા છે.

 ચૂંટણીના અંતે એક બેઠક પર ટાઇ પડવાનો રોમાંચક કિસ્સો બન્યો હતો, જેમાં ‘પ્રગતિશીલ પેનલ’ના રાજેશભાઈ ચાંગાણી અને ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના રામજીભાઈ કણજારીયાને સમાન મતો મળ્યા હતા. જોકે, રાજેશભાઈ ચાંગાણીએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લઈને ખેલદિલી બતાવી ‘ઉદ્યોગિક હિતકારી પેનલ’ના ઉમેદવાર રામજીભાઈ કણજારીયાને સમર્થન આપીને તેમને વિજયી બનાવ્યા હતા, જેથી તમામ 21 બેઠકો પર એક જ પેનલનો કબજો થયો હતો. વિગતવાર આંકડાઓ દર્શાવે છે કે, કુલ 1613 વેલિડ મતોમાંથી 1369 મતો પેનલ ટુ પેનલ (સીધા એક જ પેનલને) પડ્યા હતા, જ્યારે 280 મતદારોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું નોંધાયું હતું, જે દર્શાવે છે કે ઉદ્યોગકારોએ વ્યક્તિગત યોગ્યતાને પણ મહત્વ આપ્યું હતું. આ શાનદાર વિજય બાદ દરેડ ઉદ્યોગમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ છવાયો છે, અને ઉદ્યોગકારો નવા પ્રમુખ વિષ્ણુ પટેલના નેતૃત્વમાં ઇ.ટી.પી. પ્લાન્ટ, આરોગ્ય કેન્દ્ર અને પારદર્શક વહીવટ જેવા મુદ્દાઓ પર ઝડપી કામગીરી શરૂ થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે. આ ભવ્ય વિજય ઉદ્યોગકારોના મજબૂત સંગઠન અને પરિવર્તનની ઈચ્છાશક્તિનું પ્રતીક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
જામનગર નજીક ઠેબામાં રહેતા બ્રાસપાર્ટના વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા : 1 કરોડ 87 લાખ જેવી માતબ…

જામનગર નજીક ઠેબામાં રહેતા બ્રાસપાર્ટના વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા : 1 કરોડ 87 લાખ જેવી માતબ...

બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો | bihar elect…

બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો | bihar elect...

કોવિડ 19ના લીધે સ્પર્મ પર પણ નકારાત્મક અસર, ચેપગ્રસ્ત પુરુષોએ સંતાનોને વારસામાં ચિંતા અને ડર આપ્યા | COVID 19 May Alter Sperm Affecting Future Generations’ Mental Health: Study

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓવરનાઇટ ઇન્ડેક્સ્ડ સ્વેપ રેટમાં વધારો થતાં રેપો રેટમાં પણ વધારો શક્ય | With the increase in the over…

ઓવરનાઇટ ઇન્ડેક્સ્ડ સ્વેપ રેટમાં વધારો થતાં રેપો રેટમાં પણ વધારો શક્ય | With the increase in the over…

4 months ago
‘આ તો શરમજનક કહેવાય…’, મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા? | shashi tharoor says…

‘આ તો શરમજનક કહેવાય…’, મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા? | shashi tharoor says…

4 months ago
વડોદરામાં ફરજિયાત હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે ‘આપ’એ ઝંપલાવ્યું | AAP joins the fight against mandatory hel…

વડોદરામાં ફરજિયાત હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે ‘આપ’એ ઝંપલાવ્યું | AAP joins the fight against mandatory hel…

10 months ago
‘વિપક્ષને સંસદમાં બોલવા દેવાતા નથી, સરકાર જ ગૃહમાં અવરોધ ઉભો કરે છે’ પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર પ્ર…

‘વિપક્ષને સંસદમાં બોલવા દેવાતા નથી, સરકાર જ ગૃહમાં અવરોધ ઉભો કરે છે’ પ્રિયંકા ગાંધીના કેન્દ્ર પર પ્ર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News