gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા | Widow strangled to death in Jamnagar d…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા | Widow strangled to death in Jamnagar d…
5
VIEWS
Share on FacebookShare on Twitter

ડિફેન્સ કોલોની વિસ્તારની ઘટનાથી ચકચાર

પુત્રના મિત્રએ જ મહિલાને ગળેટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી, લાશ કોથળામાં ભરીને બંધ મકાનમાં સંતાડી દીધી

જામનગર: જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં મૂળ ઉત્તર પ્રદેશના મથુરાની વતની અને જામનગરમાં રહી મજૂરીકામ કરતી ૪૦ વર્ષીય વિધવા મહિલા બે દિવસ પહેલા ગુમ થયા બાદ આજે તેનો કરપીણ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. આ હત્યામાં કોઈ બહારની વ્યક્તિ નહીં પણ મૃતકના પુત્રના જ મિત્રની જ સંડોવણી ખુલી છે, જેણે અનૈતિક સંબંધો અને નાણાંની માંગણીના કારણે સંબંધોની ગરિમા લજવી લોહિયાળ ખેલ ખેલ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, મૃતક રીન્કીદેવી બનટુસિંહ કઠેરીયા (ઉ.૪૦)ના પતિનું વર્ષ ૨૦૨૧માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. પતિના અવસાન બાદ રીન્કીદેવી પોતાના ત્રણ સંતાનો ૧૯ વર્ષીય રોહિત, ૧૭ વર્ષીય નીતિન અને ૬ વર્ષની માસૂમ પુત્રી અંજલી સાથે ડિફેન્સ કોલોનીમાં રહેતી હતી અને કારખાનામાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતી હતી. ગત ૨૩મી તારીખે તેણી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. તેના પુત્ર રોહિતે આ અંગે સીટી સી-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી અને પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. જો કે, બે દિવસ સુધી તેની કોઈ ભાળ મળી નહોતી. 

આખરે આજે સવારે તેના ઘરની પાછળના બંધ મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાળા તોડી તપાસ કરતા બે દિવસથી ગુમ મહિલાનો કોહવાયેલો મૃતદેહ એક કોથળામાંથી મળી આવતા સૌકોઈ ચોંકી ગયા હતા. કારણ કે આ મકાન મૃતક મહિલાના પુત્રના મિત્ર વિજય વિઠ્ઠલ ઓડિચ હસ્તક હતું. જેથી પોલીસે તેને સકંજામાં લઈને આગવીઢબે પુછતાછ કરતા પોતે જ હત્યા કર્યાની કબુલાત આપી દીધી હતી.

આરોપી વિજય ઓડિચે પોલીસને જણાવ્યું કે, પુત્ર સાથે મિત્રતાના નાતે રીન્કીદેવીના ઘરે અવારનવાર આવવા-જવાનું હતું. આ દરમિયાન બન્ને વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા હતા. તેણી સતત નાણાંની માંગણી કરતી હતી અને જો પૈસા ન આપે તો પોલીસ ફરિયાદ કરવાની અને સંબંધો જાહેર કરવાની ધમકી આપતી હતી. આ ઉઘરાણી અને ધમકીથી કંટાળી તેણીનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું. ગત ૨૩મી તારીખની રાત્રે તેણીને નજીકમાં જ આવેલા તેના કાકાના ખાલી મકાનમાં બોલાવી હતી. ત્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આવેશમાં આવીને ગળેટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પકડાઈ જવાના ડરથી વિજયે લાશને એક કોથળામાં પેક કરી તે જ મકાનમાં સંતાડી દીધી હતી.

– પુત્ર સાથે જ માતાને શોધવાનું નાટક કર્યું

ઘાતકી હત્યા બાદ આરોપી વિજયે ચાલાકી દાખવી હતી. જ્યારે પોતાનો મિત્ર રોહિત તેની માતા રીન્કીદેવીને શોધી રહ્યો હતો, ત્યારે વિજય પણ તેની સાથે જ રહીને અલગ-અલગ જગ્યાએ શોધખોળમાં મદદ કરવાનું નાટક કરતો રહ્યો હતો. જેથી કોઈને તેના પર શંકા ગઈ નહોતી. પરંતુ કહેવાય છે કે ‘પાપ છાપરે ચડીને પોકારે છે’, તેમ આખરે તેની કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં કાપડના વેપારી 25 કરોડથી વધુનું ફુલેકું ફેરવીને ફરાર | A cloth merchant in Jamnagar abscond…
GUJARAT

જામનગરમાં કાપડના વેપારી 25 કરોડથી વધુનું ફુલેકું ફેરવીને ફરાર | A cloth merchant in Jamnagar abscond…

May 24, 2026
દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth Rs 1 c…
GUJARAT

દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth Rs 1 c…

May 24, 2026
ડીઝલ રૂ।. 95ને પાર, પેટ્રોલ રૂ।. 100 નજીક પહોંચ્યું છતાં વિતરણમાં ધાંધિયા | Diesel crosses Rs 95 pet…
GUJARAT

ડીઝલ રૂ।. 95ને પાર, પેટ્રોલ રૂ।. 100 નજીક પહોંચ્યું છતાં વિતરણમાં ધાંધિયા | Diesel crosses Rs 95 pet…

May 24, 2026
Next Post
મહિને સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ફરિયાદ, દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને અપાશ…

મહિને સ્ટ્રીટલાઈટ બંધ રહેવાની ૮ હજાર ફરિયાદ, દક્ષિણઝોનમાં સ્ટ્રીટલાઈટનો કોન્ટ્રાકટ અન્ય કંપનીને અપાશ...

વિદેશમાં નોકરી અપાવવાનું પ્રલોભન બતાવી 14 લોકો સાથે છેતરપિંડી | 14 people were cheated by promising …

વિદેશમાં નોકરી અપાવવાનું પ્રલોભન બતાવી 14 લોકો સાથે છેતરપિંડી | 14 people were cheated by promising ...

પશ્ચિમ એશિયાઈ કટોકટીની અસર : માર્ચમાં NFOsની ગતિ ધીમી પડી | Impact of West Asian crisis: NFOs slow d…

પશ્ચિમ એશિયાઈ કટોકટીની અસર : માર્ચમાં NFOsની ગતિ ધીમી પડી | Impact of West Asian crisis: NFOs slow d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગસ્ટ-2025 માં અલંગમાં 11 શિપ આખરી સફરે આવ્યા | 11 ships arrived in Alang on their last voyage in Au…

આગસ્ટ-2025 માં અલંગમાં 11 શિપ આખરી સફરે આવ્યા | 11 ships arrived in Alang on their last voyage in Au…

9 months ago
IndusInd બૅન્ક પર સંકટના વાદળો ઘેરા બન્યા, સેબીએ ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી, શેર કડડભૂસ | indus…

IndusInd બૅન્ક પર સંકટના વાદળો ઘેરા બન્યા, સેબીએ ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી, શેર કડડભૂસ | indus…

1 year ago
SRP કોન્સ્ટેબલે પોલીસ બનવા પગની બંને ચીપ મિત્રને આપી | SRP constable gives both his leg chips to his…

SRP કોન્સ્ટેબલે પોલીસ બનવા પગની બંને ચીપ મિત્રને આપી | SRP constable gives both his leg chips to his…

4 months ago
બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું | Uproar…

બરોડા ડેરીના કાર્યક્રમમાં વિવાદ: નેતાઓના સ્ટેજ સામે જ નાના બાળકો પાસે છાશનું વિતરણ કરાવાયું | Uproar…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News