gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો : મહિલાના મકાનના દસ્તાવેજ કબજે દુરુપય…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ગેરકાયદે વ્યાજખોરી અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો : મહિલાના મકાનના દસ્તાવેજ કબજે દુરુપય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગર શહેરમાં વ્યાજખોરી, છેતરપિંડી અને દબાણપૂર્વક મિલકત કબજે કરવાની કોશિશનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં એક મહિલાએ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે ભારે ચકચાર મચી છે.

ફરિયાદી રશ્મીબેન ભીખુભાઈ ટાકોદરા (રહે.મેહુલનગર સીદ્ધીપાર્ક સોસાયટી, જામનગર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મકાન ઉપર પંજાબ નેશનલ બેન્કની આશરે 27 લાખ રૂપિયાની લોન ચાલતી હતી. આર્થિક સંજોગોને કારણે લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી સર્જાતા તેમના પતિના મિત્ર મારફતે ઘનશ્યામભાઈ મોહનભાઈ પટેલ નામના શખ્સ સાથે ઓળખાણ થઈ હતી.

ફરિયાદ મુજબ આરોપી ઘનશ્યામભાઈ પટેલે 5 લાખ રૂપિયાની જરૂરિયાત સામે મકાનનું વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવવાની અને દર મહિને 3 ટકા વ્યાજ ચૂકવવાની શરત મૂકી હતી. ત્યારબાદ અલગ અલગ હપ્તામાં કુલ રૂ.4.75 લાખ આપ્યા હતા. સામે પક્ષે ફરિયાદી પાસેથી મકાનના દસ્તાવેજો ઉપરાંત એસ.બી.આઈ. બેન્કના પાંચ કોરા સહીવાળા ચેક લઈ લેવામાં આવ્યા હતા.

આરોપીએ બાદમાં ફરિયાદીના નામે ઈકવીટાસ બેન્કમાં ખાતું ખોલાવી તેમાં પોતાનો મોબાઇલ નંબર અને ઈ-મેઈલ આઈડી નાખી એ.ટી.એમ. કાર્ડ, ચેકબુક અને અન્ય દસ્તાવેજો પોતાના કબજામાં રાખ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદી મુજબ આ ખાતામાંથી આશરે 15 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવ્યું હતું.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપી વ્યાજની રકમ વધારી પાંચ ટકા સુધી માંગવા લાગ્યો હતો. દંપતી વ્યાજ ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી આરોપીએ તેમના નામે અઢી-અઢી લાખ રૂપિયાની વીમા પોલિસી ઉતરાવવાનું દબાણ કર્યું હતું. આરોપીએ એક વર્ષ બાદ બંનેને મૃત જાહેર કરી વીમાની રકમ મેળવવાની અને તેમાંનો ભાગ આપવાની વાત કરતા ફરિયાદીને શંકા જતા તેમણે વીમા પોલિસી કરાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આરોપીએ વધુ એક લાખ રૂપિયાની માંગણી કરી ચેક બાઉન્સ કરવાની ધમકી આપી હતી. ફરિયાદી દંપતીએ સખી મંડળમાંથી લોન લઈને રોકડા રૂપિયા આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયેલા ફરિયાદી દંપતીને આરોપીએ જાહેરમાં ધમકી આપી હતી કે રૂપિયા નહીં આપે તો કોરા ચેક અને દસ્તાવેજોના આધારે મકાન કબજે કરી લેશે. એટલું જ નહીં, મહિલાનો હાથ પકડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે આરોપી પાસે નાણાં ધિરાણ કરવાનો કોઈ કાયદેસર પરવાનો નથી છતાં વ્યાજખોરી ચલાવવામાં આવી રહી હતી. ફરિયાદી સાથે આવેલા અન્ય એક વ્યક્તિએ પણ આરોપી સામે 10 ટકા સુધી વ્યાજ વસૂલતા હોવાના આક્ષેપો કર્યા છે. આ સમગ્ર મામલે જામનગર સીટી ‘સી’ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
જામનગર જિલ્લામાં શેઠવડાળા તેમજ પડાણા વિસ્તારમાં બે જુદા-જુદા વાહન અકસ્માતોમાં 1 મહિલા સહિત બેના મૃત્…

જામનગર જિલ્લામાં શેઠવડાળા તેમજ પડાણા વિસ્તારમાં બે જુદા-જુદા વાહન અકસ્માતોમાં 1 મહિલા સહિત બેના મૃત્...

જામનગર શહેર-જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવ : 32 જેટલા વાહનચાલકો અને રેકડી ધારકો સામ…

જામનગર શહેર-જિલ્લામાં ગઈ રાત્રે પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવ : 32 જેટલા વાહનચાલકો અને રેકડી ધારકો સામ...

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોપર પર 50 ટકા ટેરિફથી ભારતીય કંપનીઓ પર ખાસ અસર થશે નહીં | 50% tariff on copper will not have much i…

કોપર પર 50 ટકા ટેરિફથી ભારતીય કંપનીઓ પર ખાસ અસર થશે નહીં | 50% tariff on copper will not have much i…

1 year ago
આજવા રોડ પર ઉશ્કેરાયેલા પુત્રે પિતા પર છરીથી હુમલો કર્યો | An agitated son attacked his father with …

આજવા રોડ પર ઉશ્કેરાયેલા પુત્રે પિતા પર છરીથી હુમલો કર્યો | An agitated son attacked his father with …

11 months ago
આમ આદમી પાર્ટીનું બિહારમાં ‘કેજરીવાલ’ મોડલ, બીજી યાદી સાથે કુલ 59 ઉમેદવાર જાહેર | aap released secon…

આમ આદમી પાર્ટીનું બિહારમાં ‘કેજરીવાલ’ મોડલ, બીજી યાદી સાથે કુલ 59 ઉમેદવાર જાહેર | aap released secon…

9 months ago
કાળાતળાવ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with a car loaded w…

કાળાતળાવ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with a car loaded w…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News