gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી પોતાને બદલે બીજાની ગાયો દંડ ભરીને લઈ જનાર પશુ માલિકની અટકાયત …

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
જામનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી પોતાને બદલે બીજાની ગાયો દંડ ભરીને લઈ જનાર પશુ માલિકની અટકાયત …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી પોતાના બદલે બીજાની ત્રણ ગાયો દંડ ભરીને છોડાવી લઈ જવાનું કૌભાંડ પકડી લેવામાં આવ્યું છે, અને એક ઢોર માલિકની અટકાયત કરી લઇ પોલીસે છોટા હાથી અને ત્રણ પશુઓ કબજે કર્યા છે, અને એક વાડામાં સાચવી રાખ્યા છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની પાછળ રહેતા રોહિત પપ્પુભાઈ ભરવાડ, કે જેની માલિકીની રસ્તે રઝળતી ત્રણ ગાયોને જામનગર મહાનગરપાલિકા દ્વારા પકડી લેવામાં આવી હતી, અને બેડેશ્વર વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ઢોરના ડબ્બામાં મૂકવામાં આવી હતી.

 દરમિયાન ઢોર માલિક રોહિત ભરવાડ મહાનગરપાલિકાની કચેરીમાં આવ્યો હતો, જ્યાં મહાનગરપાલિકાના અધિકારી રાજેન્દ્રસિંહ જાડેજાને દંડની રકમ ભરીને પોતાની ગાયો છોડાવવા માટેની માંગણી કરી હતી. જેથી રાજભા જાડેજા દ્વારા તેને ઢોરના ડબ્બામાં લઈ જવામાં આવ્યો હતો, અને પોતાની ત્રણ ગાયોને શોધી લેવા માટે કહ્યું હતું.

 તેથી તેણે બેડેશ્વરના ઢોરના ડબ્બામાંથી ત્રણ ગાયો પોતાની છે, તેમ કહીને ત્રણ ગાય છોડાવી હતી, અને જી.જે. ત્રણેય ગાય જી.જે.એ.એક્સ 3475 નંબરના છોટા હાથી વાહનમાં ભરી અને ઢોરને ડબ્બેથી લઈ જઈ રહ્યો હતો.

 જે દરમિયાન રસ્તામાં વિજય ડાયાભાઈ રાતડીયા કે જે પણ પોતાની ગાય છોડાવવા માટે આવી રહ્યો હતો, અને તેણે છોટાહાથીમાં પોતાની ગાયો જોઈ હતી. જેથી તે વાહનને અટકાવ્યું હતું, અને મહાનગરપાલિકાના અધિકારી રાજભા જાડેજા ને જણાવ્યું હતું, કે રોહિત ભરવાડ જે ત્રણ ગાયો લઈ જઈ રહ્યો છે, તે ગાય તો પોતાની માલિકીની છે.

 મહાનગર પાલિકા સાથે છેતરપિંડી કરીને બીજાના પશુઓ છોડાવીને ગેરકાયદેસર રીતે લઈ જઈ રહ્યો છે, તેમ જણાવી સમગ્ર મામલાને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યું હતું. જ્યાં ઓળખની વિધી પૂરી થઈ ગયા બાદ મનપાના અધિકારી રાજભા જાડેજાએ ઢોરના ડબ્બામાં ખોટી ઓળખ આપી અન્ય પશુ માલિકની ત્રણ ગાયને લઈ જનાર રોહિત ભરવાડ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી. 

જેથી સિટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.વી.મોઢવાડિયાએ પશુ માલિક રોહિત ભરવાડની અટકાયત કરી લીધી છે, અને તેની સામે બી એન એસ કલમ 319(2), અને 318(4), મુજબ ગુનો નોંધ્યો છે. તેમજ છોટાહાથી કબજે કરી લીધું છે. જ્યારે ત્રણ પશુઓને પણ છોડાવીને ગુરુદ્વારા નજીક એક ઢોરના વાડામાં સાચવીને રાખ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…
GUJARAT

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

March 27, 2026
બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…
GUJARAT

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

March 27, 2026
બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…
GUJARAT

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

March 27, 2026
Next Post
જામનગરમાં યુવતીએ પતિની મારકુટ અને ત્રાસના કારણે ફીનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ | A young woman i…

જામનગરમાં યુવતીએ પતિની મારકુટ અને ત્રાસના કારણે ફીનાઇલ પી લેતાં હોસ્પિટલમાં ખસેડાઈ | A young woman i...

જામનગરમાં ચોરાઉ સ્કૂટર સાથે બે આરોપીઓ ઝડપાયા | Two accused arrested with stolen scooter in Jamnagar

જામનગરમાં ચોરાઉ સ્કૂટર સાથે બે આરોપીઓ ઝડપાયા | Two accused arrested with stolen scooter in Jamnagar

જામનગરમાં ગઈકાલે રાતે કૂતરા રમાડવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે બબાલ : 6 વ્યક્તિઓ ઘાયલ | A brawl br…

જામનગરમાં ગઈકાલે રાતે કૂતરા રમાડવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે બબાલ : 6 વ્યક્તિઓ ઘાયલ | A brawl br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રુજાવી દેનારો VIDEO: પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા, બાદમાં યુવકે પણ જીવન ટૂંક…

ધ્રુજાવી દેનારો VIDEO: પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા, બાદમાં યુવકે પણ જીવન ટૂંક…

2 months ago
રાજકિય અદાવતમાં અડાલજમાં સરપંચના ઘર ઉપર ટોળાંનો હુમલો | Mob attacks Sarpanch’s house in Adalaj amid …

રાજકિય અદાવતમાં અડાલજમાં સરપંચના ઘર ઉપર ટોળાંનો હુમલો | Mob attacks Sarpanch’s house in Adalaj amid …

8 months ago
શાળાઓમાં ત્રીજી ભાષા ફરજીયાત કરાતા રાજ ઠાકરે ભડક્યા, કહ્યું, ‘હિન્દી રાષ્ટ્રભાષા નહીં, રાજ્ય ભાષા’ |…

શાળાઓમાં ત્રીજી ભાષા ફરજીયાત કરાતા રાજ ઠાકરે ભડક્યા, કહ્યું, ‘હિન્દી રાષ્ટ્રભાષા નહીં, રાજ્ય ભાષા’ |…

11 months ago
નકલી નોટોના કૌભાંડમાં હૈદરની હૈદરાબાદ જેલમાંથી ધરપકડ | duplicae currency racket haider arrested from…

નકલી નોટોના કૌભાંડમાં હૈદરની હૈદરાબાદ જેલમાંથી ધરપકડ | duplicae currency racket haider arrested from…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News