gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: ‘JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું’, વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે ₹3.50 કરોડની સરકારી જમીન દબાણમ…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
જામનગર: ‘JCB ચલાવ્યું તો પથ્થરમારો કરીશું’, વૃદ્ધ દંપતીના વિરોધ વચ્ચે ₹3.50 કરોડની સરકારી જમીન દબાણમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Demolition Drive: જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે (14મી મે) શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા. જડેશ્વર પાર્ક વિસ્તારમાં હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન અંદાજે 3.50 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જોકે, ડિમોલિશન દરમિયાન એક વૃદ્ધ દંપતીએ જેસીબી આડે ઉતરીને પથ્થરમારાની ચીમકી આપતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વૃદ્ધ દંપતીનો આક્રોશ અને દર્દભરી વિનંતી

મળતી માહિતી અનુસાર, જામનગર મનપાની ટીમ જડેશ્વર પાર્કમાં દબાણ હટાવવા પહોંચી, ત્યારે એક વૃદ્ધ દંપતીએ આકરા તેવર બતાવ્યા હતા. દંપતીએ જેસીબી મશીન આગળ ઊભા રહીને કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો અને ચીમકી આપી હતી કે, ‘જો અમારો આશરો તોડશો તો પથ્થરમારો કરીશું.’

નંદુબેન નામના વૃદ્ધાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ‘અમે 40 વર્ષ પહેલા શાંતિલાલ નામના વ્યક્તિ પાસેથી આ જગ્યા વેચાતી લીધી હતી. મારા પુત્રનું અવસાન થયું છે અને હું તેની વિધવા પત્ની તથા બે સંતાનો સાથે અહીં રહીને પરિવારનું ગુજરાન ચલાવું છું.’ આ મામલે પોલીસ અને મનપાના અધિકારીઓએ દંપતીને શાંતિપૂર્વક સમજાવી સાઈડમાં ખસેડતા મામલો થાળે પડ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ

3.50 કરોડની જમીન દબાણમુક્ત

મળતી માહિતી મુજબ મહાનગરપાલિકા દ્વારા અગાઉથી દબાણકર્તાઓને અંતિમ નોટિસો પાઠવવામાં આવી હતી. સમયમર્યાદા પૂર્ણ થતાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ છ જેટલાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ કાચા-પાકા મકાનો, એક ગેરેજ, એક દુકાન તથા એક વાડાનો સમાવેશ થતો હતો. ડિમોલિશન માટે મહાનગરપાલિકાની ટીમ સાથે બે જેસીબી મશીનો, ત્રણ ટ્રેક્ટરો તેમજ એસ્ટેટ શાખાના 35થી વધુ કર્મચારીઓ તહેનાત રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન આશરે 3.50 કરોડ રૂપિયાની કિંમતની 8 હજાર ચોરસ ફૂટ સરકારી જગ્યા દબાણમુક્ત કરાઈ છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર 20થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્રના જણાવ્યા અનુસાર, દબાણકર્તાઓને અગાઉ જ અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી અને સમયમર્યાદા પૂર્ણ થતા આ કાર્યવાહી કરવામાં આવી છે. મનપા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવાના સંકેત આપવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
મોંઘવારીનો ડામ: એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3% એ પહોંચ્યો, જાણો શું છે મુખ્ય કારણો | ind…

મોંઘવારીનો ડામ: એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ઉછળીને 8.3% એ પહોંચ્યો, જાણો શું છે મુખ્ય કારણો | ind...

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust ...

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરોમાં તોફાની તેજી : ઈન્વેસ્ટરોની સંપતિમાં રૂ.16.25 લાખ કરોડનો વિક્રમી વધારો | Stormy rally in stoc…

શેરોમાં તોફાની તેજી : ઈન્વેસ્ટરોની સંપતિમાં રૂ.16.25 લાખ કરોડનો વિક્રમી વધારો | Stormy rally in stoc…

6 months ago
પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ…

પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ…

2 years ago
સોનાની આયાતમાં 29%નો વધારો, ચાંદીની 142.87% વધીને 11.43 અબજ ડોલર | Gold imports increase by 29% silv…

સોનાની આયાતમાં 29%નો વધારો, ચાંદીની 142.87% વધીને 11.43 અબજ ડોલર | Gold imports increase by 29% silv…

6 months ago
વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર | Judge Verma transferred to Allahabad High…

વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર | Judge Verma transferred to Allahabad High…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News