![]()
વડોદરા, હાઇવે પર રોડ ક્રોસ કરતા વૃદ્ધને વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા મોત થયું છે. જ્યારે જી.એસ.એફ.સી. નજીક રોંગ સાઇડ જતા ટ્રક ડ્રાઇવરને અકસ્માત થતા મોત થયું છે.
તરસાલી તળાવની સામે સાંઇનાથ કોમ્પલેક્સમાં રહેતા ૬૭ વર્ષના ઘનશ્યામભાઇ પરસોત્તમદાસ પંચાલ હાઇવે પર આલમગીર ગામ પાસે ખાનગી કંપનીમાં છેલ્લા ૧૦ વર્ષથી સ્ટોર હેલ્પર તરીકે નોકરી કરે છે. ગઇકાલે સાંજે નોકરીથી છૂટીને તેઓ પોર વિશ્વકર્મા મંદિરે જવા માટે રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, નેશનલ હાઇવે પર જી.એસ.એફ.સી. બ્રિજથી દુમાડ ચોકડી તરફ જવાના રસ્તા પર રોંગ સાઇડ ટ્રક લઇને જતા ડ્રાઇવર રોશન રાધેલાલ પાલ (રે.ભવનીપુર, કાનપુર, યુ.પી.) ને અજાણ્યા વાહન સાથે અકસ્માત થતા ગંભીર ઇજા થઇ હતી. તેનું સ્થળ પર જ મોત થયું હતું. પોલીસે ટ્રક ચાલક રોશન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.









