gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in INDIA
0 0
0
જૂનથી એટીએમ અને યુપીઆઇ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે | PF money can be withdrawn through ATM and U…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઇપીએફઓના સભ્યો માટે નાણાં ઉપાડવા સરળ બનશે

– કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ઓર્ગેનાઇઝેશન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ભલામણોને મંજૂરી આપી 

નવી દિલ્હી : ભારતના કર્મચારીઓ માટે લેવામાં આવેલા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) દ્વારા પ્રોવિડન્ટ ફંડ (પીએફ)ની રકમ ઉપાડવાનું શક્ય બનાવવા ટૂંક સમયમાં એક ક્રાંતિકારી સિસ્ટમ અમલમાં મૂકવા જઇ રહ્યું છે. 

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ભારતમાં રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ ઓપરેટ કરનાર ઓર્ગેનાઇઝેશન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)ની ભલામણોને મંજૂરી આપી છે. 

શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા ડાવરાએ જણાવ્યું હતું કે પીએફ સભ્ય ચાલુ વર્ષે મેના અંતમાં અથવા જૂનમાં યુપીઆઇ અને એટીએમના માધ્યમથી  પીએફના નાણા ઉપાડી શકશે. 

પીએફના સભ્ય ડાયરેક્ટ યુપીઆઇ પર પોતાના પીએફ ખાતાનું બેલેન્સ ચેક કરી શકશે. તાત્કાલિક એક લાખ રૂપિયા ઉપાડી શકશે અને ટ્રાન્સફર માટે પોતાના બેંક ખાતાની પસંદગી કરી શકશે.

તેમણે જણાવ્યું હતું કે સંગઠને નિયમો સરળ બનાવી દીધા છે અને નાણા ઉપાડવાના  વિકલ્પોનો વિસ્તાર કર્યો છે. ઇપીએફઓના સભ્યો હવે વર્તમાન બિમારી જોગવાઇઓ ઉપરાંત મકાન, શિક્ષણ અને લગ્ન માટે પણ નાણાં ઉપાડી શકે છે. સુમિતા ડાવરાએ જણાવ્યું હતું કે ઇપીએફઓએ પોતાની તમામ પ્રક્રિયાઓને ડિજિટલ બનાવવામાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ સાધી છે. તેમણે જણાવ્યું હતું કે પીએફમાંથી નાણા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સુવ્યસ્થિત બનાવવા માટે ૧૨૦ ડેટાબેઝને એકત્ર કરવાનું કામ કરવામાં આવ્યું છે.  આ સાથે જ દાવા પ્રક્રિયાનો સમય ઘટાડીને ત્રણ દિવસ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ૭૫ ટકા દાવા સ્વચાલિત છે. તાજેતરના સુધારાઓ પછી પેન્શનધારકોને પણ અનેક સુવિધાઓ પ્રાપ્ત થઇ છે. ડિસેમ્બરથી અત્યાર સુધી ૭૮ લાખ પેન્શનધારકોને કોઇ પણ બેંક શાખામાંથી નાણા ઉપાડવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. 

પહેલી મેથી નવા દરો અમલમાં આવશે

એટીએમમાંથી પૈસા ઉપાડવા અને બેલેન્સ ચેક કરવું મોંઘું થશે

અમદાવાદ : દેશભરની બેંકોના એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડવા કે બેલેન્સ ચેક કરવું વધુ ખર્ચાળ બની શકે છે. આરબીઆઈએ ૧લી મેથી બેંકોના એટીએમ ઈન્ટરચેન્જ ફી વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 

સોમવારે મોડી સાંજે ભારતીય રિઝર્વ બેંકે એટીએમ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેના કારણે ગ્રાહકોએ વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે. જો તમે તમારી પોતાની બેંકને બદલે અન્ય કોઈ બેંકના એટીએમનો મર્યાદિત  સંખ્યા કરતા વધુ ઉપયોગ કરશો તો તમારે વધુ ચાર્જ ચૂકવવા પડશે.  આ નિર્ણય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રસ્તાવ પર લેવામાં આવ્યો છે. વ્હાઇટ-લેબલ એટીએમ ઓપરેટરોએ જણાવ્યું હતું કે વધતા ખર્ચને આવરી લેવા માટે ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવો જરૂરી છે, જેને હવે આરબીઆઈની મંજૂરી પછી ૧લી મેથી લાગુ કરવામાં આવી રહ્યો છે. નાની બેંકોના ગ્રાહકોને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે કારણકે તેમની પાસે મર્યાદિત સંખ્યામાં એટીએમ છે. ઇન્ટરચેન્જ ફીમાં વધારાને કારણે જે ગ્રાહકો અન્ય બેંકોના એટીએમ પર આધાર રાખે છે તેમના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે જો બેંકો આ વધારાનો ચાર્જ ગ્રહકો પાસેથી વસૂલશે તો. 

જોકે આ ડિજિટલ ભારત માટેનું વધુ એક પગલું પણ હોઈ શકે છે. આ વધારાના ખર્ચને ટાળવા માટે બેંક ગ્રાહક પોતાની બેંકના એટીએમનો જ વધુ ઉપયોગ કરશે, ડિજિટલ પેમેન્ટ મોડ પર વધુ આધાર રાખશે. આ કારણે યુપીઆઈ, મોબાઇલ બેંકિંગ યુઝર્સ વધશે અને ઓનલાઇન ટ્રાન્ઝેકશનો ઉપયોગ વધશે. ગ્રાહકો તેમની મફત ટ્રાન્ઝેકશન લિમિટ ઓળંગી જાય પછી આ શુલ્ક લાગુ થશે. મેટ્રો શહેરોમાં મફત વ્યવહારોની મર્યાદા પાંચ અને નોન-મેટ્રો શહેરોમાં હાલ ત્રણ છે. રોકડ ઉપાડ પર ચાર્જ ૧૭ રૂપિયાથી વધારી ૧૯ રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે બેલેન્સ ચેક ચાર્જ ૬ રૂપિયાથી વધારી ૭ રૂપિયા કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઉપલેટામાં ITIનાં શિક્ષક – શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીએ કર્યો’તો આપઘાત | Student commits suicide af…

ઉપલેટામાં ITIનાં શિક્ષક - શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીએ કર્યો'તો આપઘાત | Student commits suicide af...

શેરોમાં ઉછાળે સાવચેતીનું વલણ : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 33 પોઈન્ટ વધીને 78017 | Stocks rise on ca…

શેરોમાં ઉછાળે સાવચેતીનું વલણ : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 33 પોઈન્ટ વધીને 78017 | Stocks rise on ca...

યોગી સરકારે બુલડોઝર ફેરવ્યું તે મકાન ફરી બનશે : સુપ્રીમે ઉધડો લીધો | The building that the Yogi gove…

યોગી સરકારે બુલડોઝર ફેરવ્યું તે મકાન ફરી બનશે : સુપ્રીમે ઉધડો લીધો | The building that the Yogi gove...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘AQI અને ફેફસાની બીમારી વચ્ચે કોઈ સીધા સંબંધ નથી…’, રાજ્યસભામાં પર્યાવરણ રાજ્ય મંત્રીનો જવાબ | No …

‘AQI અને ફેફસાની બીમારી વચ્ચે કોઈ સીધા સંબંધ નથી…’, રાજ્યસભામાં પર્યાવરણ રાજ્ય મંત્રીનો જવાબ | No …

7 months ago
સુરતમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂક્યા, પોલીસ બોલાવવી પડી | surat b…

સુરતમાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં લોકોએ નેતાઓને ધક્કા મારી કાઢી મૂક્યા, પોલીસ બોલાવવી પડી | surat b…

3 months ago
અમદાવાદ: ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં તંત્રના સંકલનનો અભાવ, અચાનક પાણી છોડાતા કેનાલના નવીનીકરણ પર ‘બ્રે…

અમદાવાદ: ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં તંત્રના સંકલનનો અભાવ, અચાનક પાણી છોડાતા કેનાલના નવીનીકરણ પર ‘બ્રે…

6 months ago
થરાદ: નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 2 બાળકનો મોત, પાણી પીવા જતાં બની દુર્ઘટના | Two children die after …

થરાદ: નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 2 બાળકનો મોત, પાણી પીવા જતાં બની દુર્ઘટના | Two children die after …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News