
અમદાવાદ : ભારતના શેરબજારમાં કરેકશન પૂરું થઈ ગયું છે અને ઊભરતી બજારોની સરખામણીએ ભારતની કામગીરીમાં નબળાઈ લાવતા પરિબળોએ હવે ઊલટી દિશા પકડી છે, એમ મોર્ગન સ્ટેન્લી દ્વારા મત વ્યકત કરવામાં આવ્યો છે.
એકદમ તેજીના કિસ્સામાં સેન્સેકસ જૂન, ૨૦૨૬ સુધીમાં ૧,૦૦,૦૦૦ના સ્તરને આંબી શકે છે. જોકે આની શકયતા ૩૦ ટકા જણાઈ રહી છે. આમછતાં હાલના સંજોગોને જોતા સેન્સેકસ વર્તમાન સ્તરેથી ૬.૬૦ ટકા વધી ૮૯૦૦૦ના સ્તરે જોવા મળી શકે છે જેની શકયતા ૫૦ ટકા જણાઈ રહી છે.










