![]()
વડોદરા,વડોદરા સેન્ટ્રલ જેલમાં ગઇકાલે જ ચેક રિટર્નના કેસની સજા ભોગવવા આવેલા કેદીનું મોત થયું છે. જે અંગે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,આજે સવારે કેદી પ્રિતેશ કાંતિલાલ જાદવ ( ઉં.વ.૫૬) બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ડોક્ટરે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસે પી.એમ.કરાવ્યું છે. પ્રિતેશ જાદવ વાસણા ભાયલી કેનાલ રોડ પર શ્રીમ ગેલેક્સીમાં રહેતા હતા. તેઓને ગઇકાલે જ ચેક રિટર્નના કેસમાં દોઢ વર્ષની કેદ અને દોઢ લાખનું વળતર ચૂકવવાની સજા થઇ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેદીને શ્વાસ અને હાર્ટની બીમારી હતી.










