gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ | Ambassa…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in INDIA
0 0
0
‘જ્યાં સસ્તું મળશે ત્યાંથી જ ઓઈલ ખરીદીશું’, ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ભારતનો સ્પષ્ટ જવાબ | Ambassa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Russia Relations : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ ઝીંક્યા બાદ ચોતરફ તેમની ટીકા થઈ રહી છે. ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ઓઈલ ખરીદતું હોવાથી અને રશિયા ઓઈલથી મળેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં ઉપયોગ કરતું હોવાથી ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ ઝિંક્યો છે. તેમના આ નિર્ણયના કારણે ભારત-અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ ઉભરી આવી છે. આ મુદ્દે ભારતના રાજદૂત, વિદેશ મંત્રી, અને અમેરિકાના નેતાઓના નિવેદનોથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ રહી છે.  રશિયામાં ભારતના રાજદૂત વિનય કુમારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ભારતીય કંપનીઓને જ્યાંથી સસ્તુ ઓઈલ મળશે, ત્યાંથી જ તે ખરીદશે. રશિયાની સરકારી સમાચાર એજન્સી ‘તાસ’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારતની પ્રાથમિકતા દેશની 140 કરોડની વસ્તી માટે ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી છે. ભારત હંમેશા એવા પગલાં લેતું રહેશે જે દેશના રાષ્ટ્રીય હિતનું રક્ષણ કરે.

અમેરિકા દ્વારા ટેરિફ અને આર્થિક દબાણ

અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી.વેન્સે ભારત પર ઝીંકાયેલા ટેરિફનો ઉલ્લેખ કરી તાજેતરમાં કહ્યું હતું કે, ટ્રમ્પ પ્રશાસને ભારત પર વધારાના ટેરિફ લગાવીને રશિયા પર આર્થિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી તે યુક્રેન યુદ્ધ બંધ કરે. ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. અમેરિકાનો આરોપ છે કે, ભારત રશિયા પાસેથી તેલ અને હથિયારો ખરીદીને યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં પુતિનની મદદ કરી રહ્યું છે.

ભારતના વિદેશ મંત્રી અને રાજદૂતનો આકરો જવાબ

જે.ડી.વેન્સના નિવેદનના જવાબમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, ‘એ વિચિત્ર છે કે એક બિઝનેસ-ફ્રેન્ડલી અમેરિકન પ્રશાસનના લોકો બીજાને બિઝનેસ કરવા બદલ દોષ આપી રહ્યા છે. જો અમેરિકાને ભારત પાસેથી તેલ કે રિફાઈન્ડ પ્રોડક્ટ ખરીદવામાં મુશ્કેલી હોય તો તેમણે ન ખરીદવું જોઈએ, પરંતુ યુરોપ અને ખુદ અમેરિકા પણ તેલ ખરીદી રહ્યા છે. વિનય કુમારે પણ અમેરિકાના આ નિર્ણયને અનુચિત, અવ્યવહારુ અને બિનજરૂરી ગણાવ્યો છે.

આ પણ વાંચો : ‘રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર સેકન્ડરી ટેરિફ લગાવ્યો’, અમેરિકાના ઉપ-રાષ્ટ્રપ્રમુખનું નિવેદન

ચુકવણીની વ્યવસ્થામાં કોઈ સમસ્યા નથી

વિનય કુમારે એમ પણ કહ્યું કે, ભારત-રશિયા વચ્ચે તેલ આયાતની ચુકવણીમાં કોઈ સમસ્યા નથી, કારણ કે બંને દેશો વચ્ચે સ્થાનિક કરન્સીમાં વેપાર સિસ્ટમ બનાવાયેલી છે. ભારતીય નિકાસ સંગઠન મહાસંઘના મહાનિર્દેશક અજય સાહાએ જણાવ્યું હતું કે, ભારતીય બેંકોમાં રશિયન નિકાસકારોના અબજો રૂપિયા જમા છે અને રશિયા સાથે ભારતીય રૂપિયામાં વેપાર ચાલુ છે.

અમેરિકામાં જ થઈ રહેલો વિરોધ

ચોંકાવનારી વાત એ છે કે, ટ્રમ્પના નિર્ણયનો અમેરિકામાં પણ વિરોધ થઈ રહ્યો છે. રિપબ્લિકન નેતા નિકી હેલીએ ‘ન્યૂઝવીક’ મેગેઝીનમાં લખ્યું છે કે, અમેરિકાએ સમજવું જોઈએ કે ચીનનો સામનો કરવા માટે તેને ભારત જેવા મિત્રની જરૂર છે. પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરીએ પણ કહ્યું છે કે, ટ્રમ્પ તેમની નીતિઓથી પોતાના સહયોગી દેશોને દૂર કરી રહ્યા છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને તો ત્યાં સુધી કહ્યું કે, ટ્રમ્પે ભારત પર ટેરિફ લગાવ્યો પરંતુ ચીન પર નહિ, જ્યારે ચીન પણ રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. તેમણે કહ્યું કે, આનાથી ભારત રશિયા અને ચીનની વધુ નજીક જઈ શકે છે, જે અમેરિકાની પોતાની ભૂલ છે.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટોપી કેમ આટલી ચર્ચામાં, આખરે એના પર એવું તો શું લખ્યું છે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…
INDIA

ડેરી અને પોલ્ટ્રી જેવા સંવેદનશીલ ક્ષેત્રો માટે બજાર નથી ખોલાયું’, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર કૃષિ મંત…

February 13, 2026
વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…
INDIA

વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…

February 13, 2026
નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…
INDIA

નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…

February 13, 2026
Next Post
ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના…

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના...

10 વખત પ્રેમી જોડે ભાગી વિવાહિત મહિલા, હવે કહ્યું – પતિ અને પ્રેમી બંને જોડે 15-15 દિવસ રહીશ | marri…

10 વખત પ્રેમી જોડે ભાગી વિવાહિત મહિલા, હવે કહ્યું - પતિ અને પ્રેમી બંને જોડે 15-15 દિવસ રહીશ | marri...

વિસર્જન બાદ માત્ર 20 મિનિટમાં જ પીગળી જાય, સુરતના કલાકારે બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ | Surat a…

વિસર્જન બાદ માત્ર 20 મિનિટમાં જ પીગળી જાય, સુરતના કલાકારે બનાવી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ | Surat a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેમ્પામાં ખીચોખીચ ભેંસો ભરીને જતા ડ્રાઇવર સામે ગુનો દાખલ | Driver charged with driving overcrowded b…

ટેમ્પામાં ખીચોખીચ ભેંસો ભરીને જતા ડ્રાઇવર સામે ગુનો દાખલ | Driver charged with driving overcrowded b…

7 months ago
સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol…

સોનાચાંદીમાં પ્રોફિટ બુકિંગ પાછળ વિક્રમી તેજીને બ્રેક | Record rally breaks on profit booking in gol…

5 months ago
સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો | Farmers performed a groundnut sacrifice in Kha…

સિહોર તાલુકાના ખાંભા ગામે ખેડૂતોએ મગફળીનો હવન કર્યો | Farmers performed a groundnut sacrifice in Kha…

3 months ago
જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 10 ઓગસ્ટથી 15 દિવસ માટે યોજાનારા શ્રાવણી લોક મેળાની તડામાર તૈયારીઓ …

જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 10 ઓગસ્ટથી 15 દિવસ માટે યોજાનારા શ્રાવણી લોક મેળાની તડામાર તૈયારીઓ …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News