gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝપાઝપીમાં નગરસેવકે પ્રતિકાર કરતા હુમલાખોરની 3 આંગળી કપાઈ | In a scuffle the corporator cut off 3 fin…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
ઝપાઝપીમાં નગરસેવકે પ્રતિકાર કરતા હુમલાખોરની 3 આંગળી કપાઈ | In a scuffle the corporator cut off 3 fin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ પાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરની હત્યાનો મામલો

– દોઢ વર્ષ અગાઉનો ઝઘડો હત્યાનું કારણ : જમીનની લેતી-દેતી, અન્ય બેથી ત્રણ મોટા માથાની સંડોવણીની શંકા

આણંદ : બાકરોલના ગોયા તળાવના વોકિંગ ટ્રેક ઉપર ગતરોજ આણંદ પાલિકાના વોર્ડ નં.-૧ના પૂર્વ નગરસેવકની ઘાતકી હત્યામાં ઉમરેઠના સુરેલી ગામના બે યુવકોને અમદાવાદથી આણંદ પોલીસે ગઈકાલ મોડી રાતે ઝડપી પાડયા હતા. હત્યા સમયે ઝપાઝપીમાં નગરસેવકે પ્રતિકાર કરતા હુમલો કરનારા યુવકને હાથે ઈજા થઈ હતી. હત્યા પાછળ અગાઉ થયેલા ઝઘડાની અદાવત કારણભૂત હોવાનું પ્રાથમિક પૂછપરછમાં ખૂલ્યું હતું. જમીનની લેતી-દેતી સાથે અન્ય બેથી ત્રણ મોટા માથાંની સંડોવણીની પણ શંકા છે.

આણંદ નગરપાલિકાના વોર્ડ નં.-૧ના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ ઉર્ફે બાલો મલેકની મંગળવારે સવારે બાકરોલ ગામના ગોયા તળાવ ઉપર વોકિંગ ટ્રેક ઉપર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી નાખી હતી. વિદ્યાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધવા સાથે વિવિધ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. અઢી વર્ષ પૂર્વે ઈકબાલ ઉર્ફે બાલાને વિદ્યાનગરના મોટાબજાર વિસ્તારમાં પરિવારની એક યુવતીને લઈને એક યુવક સાથે માથાકૂટ થઈ હતી. ઈકબાલ મલેકે યુવકને માર મારી જાહેરમાં વરઘોડો કાઢયો હોવાનું જાણવા મળતા પોલીસે શંકાને આધારે યુવકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવીના ફૂટેજ તપાસતા મોંઢા ઉપર બે યુવકો રૂમાલ બાંધીને બાઈક લઇ પસાર થતા જણાયા હતા. દરમિયાન બંને હત્યારાઓ અમદાવાદના જુહાપુરામાં છુપાયાની માહિતી મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી બંનેને ઝડપી પાડયા હતા.

 વિદ્યાનગર પોલીસની ટીમ ફૈઝલ ઇલ્યાસ હુસેન મલેક અને ઐયાન અલ્તાફભાઈ મલેકની પ્રાથમિક તપાસ કરતા હત્યા સમયે ઝપાઝપી થઈ હતી. અને હત્યારા બંને યુવકોએ છરા વડે હુમલો કર્યો હતો. ઈકબાલ મલેકે પ્રતિકાર કરતા ફૈઝલના હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. 

છેલ્લા ત્રણેક દિવસથી યુવકો રેકી કર્યા બાદ ગતરોજ હત્યાને અંજામ આપ્યા બાદ બંને શખ્સો બાઈક ઉપર આણંદ બાકરોલ રોડ ઉપરથી ૧૦૦ ફૂટના રોડ થઈ અમદાવાદ ચાલ્યા ગયા હતા. અઢી વર્ષ પૂર્વે મારા મારીની ઘટનાની અદાવતમાં બંને યુવકોએ ઈકબાલ ઉર્ફે બાલો મલેકનું ઢીમ ઢાળી દીધું હોવાનું બહાર આવ્યું છે. હત્યા પાછળ જમીનની લેતી-દેતી સાથે અન્ય બેથી ૩ મોટા માથાની સંડોવણીની પણ શંકા છે. 

પોલીસના ઠપકા બાદ ફૈઝલ મલેકનો પરિવાર બાકરોલથી સુરેલી જતો રહ્યો

ઉમરેઠના સુરેલી ગામે રહેતા ફૈઝલ ઇલિયાસમિયા મલેકન સાથે ઈકબાલ મલેકને પોતાના પરિવારની યુવતી બાબતે માથાકૂટ વખતે મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો. પોલીસે ઠપકો આપી ફૈઝલ મલેકને જવા દીધો હતો. બાદમાં ફૈઝલ મલેકનો પરિવાર બાકરોલ ખાતેનું ભાડુતી મકાન ખાલી કરી સુરેલી ગામે રહેવા ગયા હતા.

મુખ્ય આરોપી ફૈઝલે પતરું વાગ્યાનું કહી ખાનગી દવાખાનામાં સારવાર લીધી

આ અંગે વિદ્યાનગર પીઆઈ ડી.આર. ગોહિલે જણાવ્યું હતું કે, હત્યા સમયે ઇકબાલ મલેકે પ્રતિકાર કરતા ફૈઝલ મલેકને છરો વાગી જતા ફૈઝલની ત્રણ આંગળીઓ કપાઈ ગઈ હતી. ઈકબાલ મલેક ઉપર ફૈઝલે વધુ ઘા માર્યા હતા ફૈઝલ મલેક પાસે છરો હતો અને અયાન મલેક પાસે ગુપ્તી જેવું હથિયાર હતું. મુખ્ય સૂત્રધાર ફૈઝલ મલેક છે અને તેણે ઐયાન મલેકને પોતાની સાથે રાખ્યો હતો. જોકે ઐયાન મલેકને છેલ્લા એક અઠવાડિયાથી ફૈઝલે પોતાના ઘરે રાખ્યો હતો અને ખવડાવતો હતો. 

હત્યાને અંજામ આપવા માટે બે વાર રેકી કરી હતી. હત્યા બાદ જુહાપુરા ખાતે રહેતા સંબંધીને ત્યાં ગયા હતા. ફૈઝલે ખાનગી દવાખાનામાં પતરું વાગ્યાનું કહી સારવાર લીધી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર
GUJARAT

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

June 28, 2026
ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
Next Post
આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવા માંગ | Demand to create parking facilities …

આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવા માંગ | Demand to create parking facilities ...

ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પડેલા ખાડા અકસ્માત નોતરશે | Potholes on Bhavnagar Rajkot highway will cau…

ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ પર પડેલા ખાડા અકસ્માત નોતરશે | Potholes on Bhavnagar Rajkot highway will cau...

વિક્રમી ટોચે પહોંચ્યા બાદ બિટકોઈનમાં એક જ સપ્તાહમાં મોટું કરેકશન જોવાયું | Bitcoin sees major correc…

વિક્રમી ટોચે પહોંચ્યા બાદ બિટકોઈનમાં એક જ સપ્તાહમાં મોટું કરેકશન જોવાયું | Bitcoin sees major correc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશનની સાઇટ મામલે સામસામે ફરિયાદો : સામસામે ગુના નોંધાયા | c…

જામનગર નજીક મસીતીયા ગામમાં આવેલી કન્સ્ટ્રકશનની સાઇટ મામલે સામસામે ફરિયાદો : સામસામે ગુના નોંધાયા | c…

1 month ago
પાકિસ્તાને બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી નિયંત્રણ ગુમાવ્યું : બલોચ અમેરિકન કોંગ્રેસનો દાવો | Pakista…

પાકિસ્તાને બલુચિસ્તાનના 80% ક્ષેત્ર પરથી નિયંત્રણ ગુમાવ્યું : બલોચ અમેરિકન કોંગ્રેસનો દાવો | Pakista…

1 year ago
LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the…

LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the…

4 months ago
નડિયાદના બજારોમાં નાતાલ પર્વની જમાવટ : ખરીદી માટે ખ્રિસ્તી બંધુઓનો ભારે ધસારો | Christmas celebratio…

નડિયાદના બજારોમાં નાતાલ પર્વની જમાવટ : ખરીદી માટે ખ્રિસ્તી બંધુઓનો ભારે ધસારો | Christmas celebratio…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News