gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ વોરની અસર હેઠળ ઊભરતા બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી સાથે વધારો | Foreign capital inflo…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2025
in Business
0 0
0
ટેરિફ વોરની અસર હેઠળ ઊભરતા બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી સાથે વધારો | Foreign capital inflo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઊભરતી બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતીભર્યો વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી સમાપ્ત થઈ ગયા પછી ઊભરતી બજારોમાંથી વિદેશી ફન્ડોના થયેલા પલાયન બાદ આ ફન્ડો ફરી પાછા ભારત સહીતની ઊભરતી બજારમાં નાણાં ઠાલવી રહ્યાનું જોવા મળી રહ્યું છે. ટેરિફ વોર તથા આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી વિદેશી ફન્ડો પાછા ઊભરતી બજારો તરફ નજર દોડાવવા લાગ્યા હોવાનુંમાનવામાં આવે છે. 

ભારત, બ્રાઝિલ, હોંગકોંગ અને તાઈવાન સહિતની મુખ્ય ઊભરતી બજારોમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં વિદેશી મૂડી પ્રવાહમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી રહી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં માર્ચ મહિનામાં નેટ ખરીદદાર બન્યા બાદ એપ્રિલ મહિનાના બીજા પખવાડિયામાં ૪.૫ અબજ ડોલરની જંગી ખરીદી કરી છે. જે છેલ્લા નવ મહિનામાં સૌથી લાંબો સમય ખરીદી નોંધાઈ છે.

વૈશ્વિક અસ્થિરતા અને અમેરિકી ડોલર નબળો પડવો, ક્રુડ ઓઈલના ભાવ ઘટવા સહિતના પરિબળો વચ્ચે આ વિદેશી રોકાણકારોનો જંગી રોકાણ પ્રવાહ નોંધાયો છે. 

અગાઉ આ પ્રકારની મોટી ખરીદી જુલાઈ ૨૦૨૪માં ભારતીય શેરોમાં ૫.૧ અબજ ડોલરની નોંધાઈ હતી. વિદેશી હતી.અમેરિકી ડોલર સામે રૂપિયો ૭૬ પૈસા સુધરીને ૮૪.૪૯ રહ્યો છે. જે નવેમ્બર ૨૦૨૨ બાદનો એક દિવસનો સૌથી વધુ વધારો છે. એફપીઆઈઝનો શેરોમાં રોકાણ પ્રવાહ એપ્રિલમાં ૧.૨૬ અબજ ડોલર, માર્ચ ૨૦૨૫માં ૨૩.૪ અબજ ડોલર રહ્યો હતો.

જે ફેબુ્રઆરી ૨૦૨૫માં ૫૩.૫ લાખ ડોલરની નેટ વેચવાલી, જાન્યુઆરી ૨૦૨૫માં ૮.૪૨ અબજ ડોલરની નેટ વેચવાલી અને ડિસેમ્બર ૨૦૨૪માં ૧.૩૨ અબજ ડોલરની નેટ ખરીદી નોંધાઈ હતી.

અમેરિકાની ચૂંટણી બાદ ભારતમાંથી ચાલી ગયેલા ૭.૭૦ અબજ ડોલરમાંથી છેલ્લા ત્રણ સપ્તાહમાં અંદાજે ૯૬ કરોડ ડોલર પરત આવ્યા હોવાનું સદર રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જે થયેલા આઉટફલોના ૧૨ ટકા જેટલા થવા જાય છે.

તાઈવાનમાં પણ ૧૦ ટકા જેટલું વિદેશી રોકાણ પરત આવ્યું હોવાનું જણાવાયું હતું. 

ઊભરતી બજારોમાં વિદેશી રોકાણકારોના ફરી વધી રહેલા રસનું કારણ અમેરિકાના ફન્ડસ  આ બજારો તરફ વળી રહ્યા છે એટલું જ નહીં નાણાં વ્યવસ્થામાં વૈશ્વિક લિક્વિડિટી વધી રહી છે. અમેરિકાના ફન્ડોમાંથી અમેરિકન રોકાણકારો દ્વારા નાણાં પાછા ખેેંચાઈ રહ્યા હોવાથી આ ફન્ડો સતત દબાણ હેઠળ આવી ગયા છે. 

ટેરિફ વોરને કારણે અમેરિકા મંદીમાં ગરકાવ થઈ જવાની શકયતાને ધ્યાનમાં રાખીને પણ વિદેશી ફન્ડો ઊભરતી બજારો તરફ ફરી નજર દોડાવવા લાગ્યા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…
Business

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…

March 25, 2026
ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…
Business

ગોલ્ડમેન શેક્સે ભારતનું વધાર્યું ટેન્શન, GDPમાં મોટો ઘટાડો થવાની કરી આગાહી | Goldman Sachs Cuts Indi…

March 24, 2026
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
Next Post
વ્યવસાય શરૂ કરવામાં નિષ્ફળ 3300 કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરાશે | 3300 companies that faile…

વ્યવસાય શરૂ કરવામાં નિષ્ફળ 3300 કંપનીઓને સત્તાવાર રેકોર્ડમાંથી દૂર કરાશે | 3300 companies that faile...

નવા નાણાં વર્ષના પ્રારંભમાં વાહનોના રિટેલ વેચાણમાં ત્રણ ટકાની ધીમી વૃદ્ધિ | Vehicle retail sales gro…

નવા નાણાં વર્ષના પ્રારંભમાં વાહનોના રિટેલ વેચાણમાં ત્રણ ટકાની ધીમી વૃદ્ધિ | Vehicle retail sales gro...

PSU બેંકોએ વીમાના વેચાણમાં સુસ્તી દર્શાવી, ખાનગી બેંકોએ ગતિ પકડી | PSU banks show slowdown in insura…

PSU બેંકોએ વીમાના વેચાણમાં સુસ્તી દર્શાવી, ખાનગી બેંકોએ ગતિ પકડી | PSU banks show slowdown in insura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GSRTCમાં કંડક્ટરની સીધી ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે | GSRTC Conductor Direct Recruitment Exam Result Declared

GSRTCમાં કંડક્ટરની સીધી ભરતીની પરીક્ષાનું પરિણામ જાહેર, હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે | GSRTC Conductor Direct Recruitment Exam Result Declared

1 year ago
યુકે સાથે મુકત વેપાર કરારને પરિણામે દેશની કસ્ટમ્સ ડયૂટી મારફતની આવકમાં ઘટ પડશે | FTA with the UK wil…

યુકે સાથે મુકત વેપાર કરારને પરિણામે દેશની કસ્ટમ્સ ડયૂટી મારફતની આવકમાં ઘટ પડશે | FTA with the UK wil…

8 months ago
નવા GST દરો અમલમાં આવે તે પહેલાં ઓટો ડીલરો સ્ટોક ક્લિયર કરવામાં વ્યસ્ત | Auto dealers busy clearing …

નવા GST દરો અમલમાં આવે તે પહેલાં ઓટો ડીલરો સ્ટોક ક્લિયર કરવામાં વ્યસ્ત | Auto dealers busy clearing …

6 months ago
નોટબંધીના વર્ષો બાદ અમદાવાદમાં જૂની ચલણી નોટોનો ઢગલો! નરોડા પોલીસે જપ્ત કરી કાર | ahmedabad naroda p…

નોટબંધીના વર્ષો બાદ અમદાવાદમાં જૂની ચલણી નોટોનો ઢગલો! નરોડા પોલીસે જપ્ત કરી કાર | ahmedabad naroda p…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News