gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in Business
0 0
0
શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સમજૂતી-ડિલ કરવા બન્ને પક્ષો તૈયાર હોવાનું અને એના કારણે ઈરાન પર પાંચ દિવસ માટે સૈન્ય કાર્યવાહી બંધ રાખવાનું જાહેર કર્યા બાદ વૈશ્વિક બજારોમાં અપેક્ષિત રિકવરી સાથે આજે ભારતીય શેર બજારોમાં શોર્ટ કવરિંગની તેજી જોવાઈ હતી. અલબત અમેરિકાના દાવાને  ઈરાને ફગાવી દઈ આવી કોઈ વાટાઘાટ થઈ રહી નથી અને ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા હોવાની સ્પષ્ટતા કરતાં અને બીજી તરફ ઈરાન દ્વારા ઈઝરાયેલના તેલઅવિવ પર મિસાઈલ હુમલા કરાતાં અને વળતાં પ્રહારમાં ઈઝરાયેલ દ્વારા ઈરાનના બૈરૂત પર એટેક કર્યાની ઘટનાએ યુદ્વની આક્રમકતા જોવાતાં ફંડો, મહારથીઓએ સાવચેતીમાં મોટી પોઝિશન લેવાથી દૂર રહી મર્યાદિત ઉછાળો આપ્યો હતો. સેન્સેક્સ, નિફટી બેઝડ અપેક્ષિત આરંભિક મોટી તેજી બાદ ઉછાળે સાવચેતી રહી હતી. ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, આઈટી, હેલ્થકેર, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં ઝડપી રિકવરી જોવાઈ હતી. સેન્સેક્સ  ગેપઅપ ઓપનીંગમાં ૭૪૨૧૨.૪૭ ખુલીને એક તબક્કે ૧૭૯૩ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૭૪૪૮૯.૩૯ સુધી પહોંચી અંતે ૧૩૭૨.૦૬  પોઈન્ટ ઉછળીને ૭૪૦૬૮.૪૫ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૩૦૦૦ પાર કરી  ૨૩૦૫૭.૩૦ સુધી પહોંચી અંતે ૩૯૯.૭૫ પોઈન્ટ વધીને ૨૨૯૧૨.૪૦ બંધ રહ્યા હતા.

બેંકેક્સ ૧૩૮૭ પોઈન્ટ ઉછળ્યો : એયુ રૂ.૨૯ ઉછળ્યો : યુનિયન, ફેડરલ, કોટક બેંક, એચડીએફસી બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન ફરી કવર કરવાની ખેલાડીઓ  સાથે ફંડોની દોટના પરિણામે આજે ઝડપી રિકવરી જોવાઈ હતી. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૨૮.૫૫ વધીને રૂ.૮૭૮.૧૦, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૫૦ વધીને રૂ.૧૭૩.૯૫, ફેડરલ બેંક રૂ.૮.૨૫ વધીને રૂ.૨૬૨.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૦.૮૦ વધીને રૂ.૩૬૭.૧૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૭૮ વધીને રૂ.૬૨.૦૫, એચડીએફસી બેંક રૂ.૨૧.૪૦ વધીને રૂ.૭૬૫.૧૫, કેનેરા બેંક રૂ.૩.૬૫ વધીને રૂ.૧૩૩.૧૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૯.૦૫ વધીને રૂ.૧૨૫૧.૭૦, ઈન્ડસઈન્ડ બેંક કરૂ.૨૦.૦૫ વધીને રૂ.૭૯૮.૦૫, એક્સિસ બેંક રૂ.૨૧.૩૫ વધીને રૂ.૧૧૯૨ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૩૮૭.૦૩ પોઈન્ટ ઉછળીને ૫૯૨૧૮.૨૧ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં ફરી મંદીને બ્રેક : મધરસન, ઉનો મિન્ડા, ટીઆઈ ઈન્ડિયા, ભારત ફોર્જ, હીરો વધ્યા

ઈરાન-અમેરિકા વચ્ચે ડિલના અહેવાલોએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવતાં અને દેશમાં પેટ્રોલ, ડિઝલનો પર્યાપ્ત પુરવઠો હોવાની કેન્દ્ર સરકારની ખાતરીએ આજે ઓટોમોબાઈલ શેરોમાં પણ મંદીને બ્રેક લાગી ફંડોએ કરેલા શોર્ટ કવરિંગે ઝડપી રિકવરી જોવાઈ હતી. મધરસન રૂ.૪.૪૦ વધીને રૂ.૧૧૦.૯૫, ઉનો મિન્ડા રૂ.૪૦.૬૦ વધીને રૂ.૧૦૬૯.૭૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૯૫.૩૫ વધીને રૂ.૨૫૬૮.૧૦, ભારત ફોર્જ રૂ.૬૧.૧૫ વધીને રૂ.૧૭૦૯.૨૫, હીરો મોટોકોર્પ રૂ.૧૮૫.૫૦ વધીને રૂ.૫૨૫૨, અશોક લેલેન્ડ રૂ.૫.૨૦ વધીને રૂ.૧૬૭.૧૫, બોશ રૂ.૯૨૪.૩૫ વધીને રૂ.૩૦,૦૬૮.૫૫, આઈશર મોટર્સ રૂ.૧૮૬.૨૫ વધીને રૂ.૬૮૬૯.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૬ વધીને રૂ.૩૦૩૨.૫૫, એમઆરએફ રૂ.૨૭૦૧.૩૫ વધીને રૂ.૧,૨૭,૭૬૩.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૨૧૯.૭૧ પોઈન્ટ વધીને ૫૪૧૯૫.૧૬ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ઝડપી સુધારો : ડાટાપેટર્નસ, પોલીકેબ, કેઈઆઈ, કિર્લોસ્કર, પાવર ઈન્ડિયા વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે ઘટાડાને બ્રેક લાગીને ફંડોએ કરેલા મોટા શોર્ટ કવરિંગે ઝડપી સુધારો જોવાયો હતો. ડાટાપેટર્નસ રૂ.૧૬૮.૬૦ વધીને રૂ.૩૨૪૦.૬૫, પોલીકેબ રૂ.૨૬૮.૫૫ વધીને રૂ.૭૦૬૦.૮૦,  કેઈઆઈ રૂ.૧૩૫.૧૫ વધીને રૂ.૪૧૨૪.૩૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૪૨.૭૦ વધીને રૂ.૧૩૨૮.૭૫, પાવર ઈન્ડિયા રૂ.૭૪૮.૪૫ વધીને રૂ.૨૪,૯૯૪.૯૦, જયોતી સીએનસી રૂ.૨૨.૩૦ વધીને રૂ.૭૪૪.૮૦, કેઈન્સ રૂ.૧૦૪.૯૫ વધીને રૂ.૩૫૧૪.૧૦, થર્મેક્સ રૂ.૯૪.૬૦ વધીને રૂ.૩૧૯૨.૨૦, કોચીન શિપ રૂ.૩૬.૧૫ વધીને રૂ.૧૩૦૫.૧૦, પ્રીમિયર એનજીૅ રૂ.૨૧.૨૦ વધીને રૂ.૮૮૯.૩૫, એસ્ટ્રલ રૂ.૩૭.૬૦ વધીને રૂ.૧૫૯૩.૫૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૦૫.૧૦ વધીને રૂ.૪૬૧૯.૨૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૨૮.૯૮ પોઈન્ટ ઉછળીને ૬૫૮૮૬.૭૨ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેલ્યુબાઈંગ : એશીયન પેઈન્ટ રૂ.૯૬ વધી રૂ.૨૨૧૭ : વોલ્ટાસ, ડિક્સન વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ  આજે ઓવરસોલ્ડ પોઝિશન કવર કરવા સાથે સિલેક્ટિવ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ કર્યું હતું. એશીયન પેઈન્ટ રૂ.૯૬.૩૦ વધીને રૂ.૨૨૧૬.૮૦,  વોલ્ટાસ રૂ.૫૧.૫૫ વધીને રૂ.૧૩૦૧.૬૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૮૪.૬૫ વધીને રૂ.૧૦,૧૮૦.૫૫, બ્લુ સ્ટાર રૂ.૪૪.૦૫ વધીને રૂ.૧૬૬૫.૬૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૫૯.૯૦ વધીને રૂ.૬૪૫૩, કલ્યાણ જવેલર્સ રૂ.૮.૮૦ વધીને રૂ.૩૭૧.૭૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૨૮૧.૦૩ પોઈન્ટ વધીને ૫૩૩૪૨.૩૩ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં ઘટાડે સિલેક્ટિવ ખરીદી : પાર્ક મેડી વર્લ્ડ, શિલ્પા મેડી, એક્યુટાસ, અબોટ ઈન્ડિયા વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ પાછલા દિવસોમાં ફંડોએ કરેલા હેમરિંગ બાદ આજે ઘટાડે કવરિંગ સાથે પસંદગીના શેરોમાં લેવાલી કરી હતી. પાર્ક મેડી વર્લ્ડ રૂ.૧૭.૧૫ વધીને રૂ.૨૦૫.૧૫, શિલ્પા મેડી રૂ.૨૬.૫૫ વધીને રૂ.૩૩૮.૮૦, એક્યુટાસ રૂ.૧૬૪.૬૫ વધીને રૂ.૨૪૩૪.૨૦, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૨૨.૪૫ વધીને રૂ.૩૮૯૨.૧૫, બ્લિસ જીવીએસ રૂ.૧૧.૫૫ વધીને રૂ.૨૦૬.૪૫, અબોટ ઈન્ડિયા રૂ.૧૩૫૨.૭૫ વધીને રૂ.૨૬,૮૨૩.૬૫, એમ્ક્યોર રૂ.૬૮ વધીને રૂ.૧૫૩૯.૫૦, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૨૭.૦૫ વધીને રૂ.૬૦૮.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૫૧.૮૪ પોઈન્ટ વધીને ૪૧૮૭૭.૫૩ બંધ રહ્યો હતો. 

ક્રુડ ઓઈલના ભાવ ઘટયા બાદ વધ્યા : ઓઈલ-ગેસ શેરોમાં ઘટાડે ટેકો : એચપીસીએલ, બીપીસીએલ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ગઈકાલે ટ્રમ્પના ઈરાન પર પાંચ દિવસ એટેક નહીં કરવાના નિવેદન પાછળ મોટો ઘટાડો આવ્યા બાદ  ઈરાનના આ વાતને રદિયો અપાતાં ફરી ભાવ વધી આવ્યા હતા. અલબત ઓઈલ-ગેસ શેરોમાં આજે ઘટાડે ફંડોએ સપોર્ટ આપી રિકવરી લાવી હતી. એચપીસીએલ રૂ.૧૭.૬૦ વધીને રૂ.૩૩૬.૮૫, બીપીસીએલ રૂ.૧૦.૭૫ વધીને રૂ.૨૮૨.૨૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૩.૩૦ વધીને રૂ.૪૭૭.૮૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૨.૪૦ વધીને રૂ.૧૩૭.૭૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૯૦ વધીને રૂ.૨૪૧.૯૦ રહ્યા હતા.

આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડો ફરી સક્રિય લેવાલ : નીનટેક સિસ્ટમ્સ, બીએલએસઈ, સાસ્કેન, ઝેગલ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડો ફરી સક્રિય લેવાલ બન્યા હતા. નીનટેક સિસ્ટમ્સ રૂ.૫૬.૮૫ ઉછળીને રૂ.૩૪૧.૫૦, બીએલએસઈ રૂ.૧૧.૨૦ વધીને રૂ.૧૬૨.૧૦, સાસ્કેન રૂ.૭૩.૮૫ વધીને રૂ.૧૧૬૮, આઈકેએસ રૂ.૭૬.૭૦ વધીને રૂ.૧૩૪૫.૧૫, ઝેગલ રૂ.૧૧.૪૦ વધીને રૂ.૨૦૫.૮૦, લેટેન્ટ વ્યુ રૂ.૧૩.૧૦ વધીને રૂ.૨૬૨.૮૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૦.૨૦ વધીને રૂ.૨૩૨.૩૦, ક્વિક હિલ રૂ.૬ વધીને રૂ.૧૪૨.૧૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૬૪.૨૨ પોઈન્ટ વધીને ૨૮૫૫૨.૨૪ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ ક્ષેત્રે શોર્ટ કવરિંગ : એપીએલ અપોલો, લોઈડ્સ મેટલ, જિન્દાલ સ્ટેનલેસ, જેએસડબલ્યુ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ  આજે ઘટાડે વેચાણો કાપવાની શરૂઆત કરી હતી. એપીએલ અપોલો રૂ.૮૦.૬૫ વધીને રૂ.૧૯૭૪, લોઈડ્સ મેટલ રૂ.૪૮.૭૦ વધીને રૂ.૧૨૫૯, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૧.૮૫ વધીને રૂ.૭૧૭.૯૦, એનએમડીસી રૂ.૧.૬૩ વધીને રૂ.૭૬.૭૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૨.૭૫ વધીને રૂ.૧૧૩૩.૬૦, ટાટા સ્ટીલ રૂ.૩.૬૫ વધીને રૂ.૧૯૦.૯૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૯.૩૫ વધીને રૂ.૪૯૭.૦૫, હિન્દાલ્કો રૂ.૧૫.૨૫ વધીને રૂ.૮૫૪.૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૨૫.૯૫ પોઈન્ટ વધીને ૩૬૫૪૦.૪૬ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફંડાના વેલ્યુબાઈંગે માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૯૪૯ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં શોર્ટ કવરિંગની તેજી સાથે આજે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ઘટાડે પસંદગીની ખરીદી થતાં માર્કેટબ્રેડથનેગેટીવમાંથી ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૪૩  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૯૪૯  અને ઘટનારની સંખ્યા ૧૩૧૯  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૮૦૧૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૮૬૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૦૦૯.૫૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૪૦૬.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦,૪૧૬.૪૬કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૫૮૬૭.૧૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૨૧,૧૨૬.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૨૫૯.૮૪ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭.૫૭ લાખ કરોડ વધીને રૂ.૪૨૨.૭૮ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં ઝડપી સુધારા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે ઘટાડે વેલ્યુબાઈંગે તેજીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૭.૫૭ લાખ કરોડ વધીને રૂ.૪૨૨.૭૮  લાખ કરોડ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se…

સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se...

સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox…

સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox...

462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele…

462 ટીમોએ 10560 ગ્રાહકો પાસેથી બાકી વીજ બિલના રૃા.બે કરોડ વસૂલ્યા | mgvcl collects two crore for ele...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો | dhankhar sudden resignation w…

નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો | dhankhar sudden resignation w…

1 year ago
રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા, છેવટે ભાજપ સાંસદે નિવેદન પરત લઈ માફી માગી | mallikarjun…

રાજ્યસભામાં ખડગે અને નડ્ડા વચ્ચે ઉગ્ર ચર્ચા, છેવટે ભાજપ સાંસદે નિવેદન પરત લઈ માફી માગી | mallikarjun…

1 year ago
વાપીની 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરનાર 37 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ | 37 year old accused wh…

વાપીની 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરનાર 37 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ | 37 year old accused wh…

2 months ago
ખેડા જિલ્લામાં એપ્રિલમાં ચૂંટણીના પડઘમ : નડિયાદ પાલિકાનું મનપામાં રૂપાંતર થયા બાદ પ્રથમ ચૂંટણી | Fir…

ખેડા જિલ્લામાં એપ્રિલમાં ચૂંટણીના પડઘમ : નડિયાદ પાલિકાનું મનપામાં રૂપાંતર થયા બાદ પ્રથમ ચૂંટણી | Fir…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News