![]()
PAN card loan check: આજે ડિજિટલ યુગમાં છેતરપિંડી ખૂબ જ ઝડપથી વધી રહી છે. છેતરપિંડી કરનારાઓ ઠગો તમારી જાણ બહાર તમારા નામે લોન મેળવવા માટે તમારા PAN કાર્ડનો દુરુપયોગ કરી શકે છે. તમારો PAN નંબર તમારી સૌથી મહત્ત્વપૂર્ણ નાણાકીય ઓળખ છે, અને જો કોઈ તેનો દુરુપયોગ કરે છે, તો તમને ગંભીર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એટલે દરેક વ્યક્તિ એ ખ્યાલ રાખવો તેમના PAN સંબંધિત છેતરપિંડીભર્યા વ્યવહારો સતત તપાસ કરતાં રહેવું જોઈએ, જેથી આવી છેતરપિંડીથી બચી શકાય.
આ પણ વાંચો: ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’
સૌથી વિશ્વસનીય રસ્તો તમારા ક્રેડિટ રિપોર્ટ (CIBIL) તપાસવાનો છે
જો તમારા PAN પર લોન ચાલી રહી છે કે નહીં, તે નક્કી કરવાનો સૌથી સરળ અને સૌથી વિશ્વસનીય રસ્તો તમારા ક્રેડિટ રિપોર્ટ (CIBIL) તપાસવાનો છે. તમે તેને એક “જાસૂસ” તરીકે વિચારી શકો છો, જે તમારા PAN કાર્ડ પરની બધી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. CIBIL, Experian અને Equifax જેવા ક્રેડિટ બ્યુરો તમારા નામે લેવામાં આવેલી દરેક નાની મોટી લોન અને ક્રેડિટ કાર્ડનો હિસાબ રાખે છે.
આ રિપોર્ટમાં તમને સ્પષ્ટપણે જાણવા મળશે
તમારા ક્રેડિટ રિપોર્ટને ચેક કરવા માટે તમે આ ક્રેડિટ બ્યુરોની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. તમારો PAN નંબર અને મોબાઇલ નંબર દાખલ કરો અને તમારો ફ્રી ક્રેડિટ રિપોર્ટ ડાઉનલોડ કરો. આ રિપોર્ટમાં તમને સ્પષ્ટપણે જાણવા મળશે કે, હાલમાં તમારા નામે કઈ લોન અને ક્રેડિટ કાર્ડ છે અને તમારી ક્રેડિટ ઈન્ક્વાયરી કરવામાં આવી છે.
તમારા ક્રેડિટ રિપોર્ટ સમયે કેટલીક વાતો પર ધ્યાન રાખવું જરુરી છે. જો તમને એવું લોન કે ક્રેડિટ કાર્ડ દેખાય જેના માટે તમે ક્યારેય અરજી કરી નથી, તો તે ખતરાની નિશાની છે. આ ઉપરાંત ખોટા એકાઉન્ટ નંબર, અજાણી બૅંક કે કંપનીનું નામ, અથવા તમે મંજૂર ન કરેલી ક્રેડિટ પૂછપરછ એ બધુ લાલ ઝંડી બરાબર છે. જો તમને આવું કંઈ દેખાય, તો તાત્કાલિક પગલાં લો, નહીં તો તમારા ક્રેડિટ સ્કોર પર અસર થઈ શકે છે.
જો તમને તમારા રિપોર્ટમાં છેતરપિંડીવાળી લોન મળે, તો ગભરાશો નહીં. પરંતુ આ નીચે પ્રમાણે અનુસરો.
- સૌથી પહેલા જે લોન આપનાર સંસ્થા છે તેનો સંપર્ક કરો.
- બીજું, ક્રેડિટ બ્યુરોમાં ઓનલાઇન ફરિયાદ દાખલ કરો જેનો રિપોર્ટ વિસંગતતા દર્શાવે છે. તેમને તમારી ઓળખનો પુરાવો અને સોગંદનામું પ્રદાન કરવાની જરૂર પડશે.
- ત્રીજું, અને સૌથી અગત્યનું: તાત્કાલિક તમારા નજીકના પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ સેલમાં જાઓ અને ફરિયાદ નોંધાવો અને FIR દાખલ કરો.
PAN કાર્ડને ક્યારેય જાહેરમાં શેર કરશો નહીં
તમારા PAN કાર્ડને સુરક્ષિત રાખવા માટે, કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો. કોઈપણ અજાણી વેબસાઇટ, ઍપ્લિકેશન અથવા WhatsApp મેસેજ પર ક્યારેય તમારો PAN નંબર શેર કરશો નહીં. તેને ક્યારેય જાહેરમાં શેર કરશો નહીં. જો તમે કોઈને ફોટો કોપી આપો છો, તો તેના પર સહી કરો અને તેને આપવાનું કારણ લખો. આ ઉપરાંત, તમારા બૅંક ખાતાઓ માટે મજબૂત પાસવર્ડ રાખો અને કોઈપણ લોન અરજીઓ માટે હંમેશા SMS/ઈમેલ ઍલર્ટ હંમેશા ઓન રાખો.
આ પણ વાંચો: કોંગ્રેસ રાજ ઠાકરેની પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે, વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લેવાયો નિર્ણય










