![]()
Thermal Power Station Arch Collapses: તમિલનાડુમાં વધી એક મોટી દુર્ઘટના બની છે. ઉત્તર ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશન (એનોર)ના બાંધકામ સ્થળે મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. નિર્માણાધીન એક આર્ચ(કમાન) તૂટી પડતાં 9 શ્રમિકના મોત થયા હતા અને 10 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર, આશરે 30 ફૂટની ઊંચાઈથી પડેલી કમાન(આર્ચ) અનેક સ્થળાંતરિત શ્રમિકો પર પડી હતી. અચાનક થયેલા અકસ્માતથી ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા, જેમાંથી અનેકને ખૂબ જ મુશ્કેલીથી બચાવી લેવામાં આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી IANSના રિપોર્ટ અનુસાર, તમામ મૃતકોનો પોસ્ટમોર્ટમ માટે સ્ટેનલી હોસ્પિટલ લઈ જવાયા, જ્યારે એક અન્યની હાલત ગંભીર છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે, બિલ્ડિંગનો ભાગ પડવાનું કારણ હજુ જાણી શકાયું નથી. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે. 10થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
તમિલનાડુ વિદ્યુત બોર્ડના સચિવ ડૉ. જે.રાધાકૃષ્ણને જણાવ્યું કે, અહીં કુલ 3700 શ્રમિક કામ કરી રહ્યા હતા. સુરક્ષા અધિકારી અને કર્મચારી અલગ-અલગ ટીમો સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે. અમે એ નક્કી કરી રહ્યા છીએ કે આગામી સમયમાં કોઈ સમસ્યા ન હોય. તમામ પીડિત આસામના રહેવાસી હતા.
સૂત્રો અનુસાર, એક કામદારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 10થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉત્તર ચેન્નાઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બચાવ કામગીરી ચાલી રહી છે
અવાડી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ઇમારત ધરાશાયી થવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બચાવ કામગીરી ચાલી રહી છે, અને તપાસ શરૂ કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં બીજી એક ઘટનામાં મદુરાઈના મટ્ટુથવાની બસ સ્ટેન્ડ પર પ્રતિષ્ઠિત કમાન તોડી પાડતી વખતે એક અર્થમુવર ઓપરેટરનું મોત થયું હતું અને એક કોન્ટ્રાક્ટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ કમાન 1981માં એમજી રામચંદ્રનના શાસનકાળ દરમિયાન પાંચમી વિશ્વ તમિલ પરિષદની ઉજવણી માટે બનાવવામાં આવી હતી અને તે રસ્તાના વિસ્તરણમાં અવરોધરૂપ બની રહી હતી. જેમ જેમ તોડી પાડવાનું શરૂ થયું, તેમ તેમ એક થાંભલો તૂટી પડ્યો, જેના કારણે વાહન ચાલક કચડાઈ ગયો.










