અમદાવાદ, શનિવાર,1 નવેમ્બર,2025
શુક્રવારે રાત્રિના ૧૧ કલાકના સુમારે લાંભા વોર્ડમા આવેલા
ગોપાલપુરના ગામ તળાવમાં એક વ્યકિત ડૂબ્યો હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. જે
પછી રાત્રિના અંધકારમા તળાવમા ડૂબેલ વ્યકિતને શોધવી ફાયર વિભાગ માટે ભારે કપરી
કામગીરી બની હતી. શનિવારે સવારથી ફાયરના જવાનોએ કેમિકલવાળા પાણીથી ભરેલા આ તળાવમા
ડૂબેલા વ્યકિતની શોધખોળ શરુકરતા સવારે ૧૦.૨૦ કલાકે તેનો મૃતદેહ મળી આવતા પોલીસને
સોંપ્યો હતો. આ વ્યકિત તળાવમા ડૂબી ગયો કે બીજી કોઈ સાજીસ હતી તે જાણવા મળ્યુ નથી.
અમદાવાદ ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહીતી મુજબ, શુક્રવારે
રાત્રિના સમયે કોલ મળતાની સાથે ફાયર વિભાગ દ્વારા ટેન્ડરવાન સાથે સ્ટાફને ઘટના
સ્થળે કામગીરી માટે મોકલી દેવાયો હતો.પરંતુ રાત્રિના સમયે અંધકારમા લાઈટ સાથે પણ તેની શોધખોળ કરવી શકય
બને એમ નહોતી. શનિવારે
ફાયરના જવાનોએ ભારે જહેમત પછી રસ્સાની મદદથી મૃતક બાબુભાઈ કીરણભાઈ તડવીના મૃતદેહને
બહાર કાઢવામા સફળતા મેળવી હતી.ફાયર વિભાગ પાસેથી પણ આ ઘટના અંગે કોઈ ચોકકસ કારણ જાણવા મળ્યુ નથી.પોલીસ
તપાસ પછી સાચુ કારણ બહાર આવી શકે એમ હોવાની સંભાવના વ્યકત કરાઈ છે.










