gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાઈલેન્ડ ટૂરના બહાને લાખોની છેતરપિંડી: અમદાવાદના ટ્રાવેલ એજન્ટો રફુચક્કર, 4 મહિના બાદ ફરિયાદ નોંધાઈ …

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
થાઈલેન્ડ ટૂરના બહાને લાખોની છેતરપિંડી: અમદાવાદના ટ્રાવેલ એજન્ટો રફુચક્કર, 4 મહિના બાદ ફરિયાદ નોંધાઈ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Thailand Trip Fraud in Ahmedabad: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક ટ્રાવેલ એજન્સીએ વિદેશ પ્રવાસના શોખીન લોકોને સસ્તા પેકેજની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. થાઈલેન્ડની ટૂર, વિઝા અને ફ્લાઇટ ટિકિટના નામે કુલ 9.71 લાખ રૂપિયા પડાવીને એજન્સીના માલિકો ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા. જોકે, ચાર મહિના બાદ આ મામલે ફરિયાદ નોંધાતા સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાહેરાત જોઈને સંપર્ક કર્યો અને છેતરાયા

શાહીબાગ વિસ્તારમાં રહેતા વેપારી રોહિતભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઓગસ્ટ 2025માં રોહિતે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ પેકેજોની જાહેરાત જોઈને શિવરંજની-સેટેલાઇટ સ્થિત ‘કે.સી. હોલિડેઝ’ નામની પેઢીનો સંપર્ક કર્યો હતો. કંપનીએ ફૂકેટ, ક્રાબી અને બેંગકોકની 8 દિવસ અને 7 રાતની ટ્રિપ માટે પ્રતિ વ્યક્તિ 75,000 રૂપિયાનું પેકેજ ઓફર કર્યું હતું. જેમાં ટિકિટ, વિઝા અને રહેવા-જમવાની સુવિધાનો સમાવેશ થતો હતો. ફરિયાદીએ તેમના પરિવારના ત્રણ સભ્યો માટે કુલ 2.10 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જેમાં બેન્ક ટ્રાન્સફર દ્વારા 1.10 લાખ રૂપિયા અને રોકડમાં 1 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે, જેની રસીદો કંપની દ્વારા જારી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરત: જનતાને દંડ પણ નેતાઓને છૂટ? રાજકીય રેલીઓમાં ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા

મુસાફરીના 10 દિવસ પહેલા જ ભાંડો ફૂટ્યો

આ ટ્રિપ 14મી ડિસેમ્બર, 2025ના રોજ જવાની હતી. જોકે, પ્રસ્થાનના દસ દિવસ પહેલા જ ફરિયાદીને જાણવા મળ્યું કે ટ્રાવેલ એજન્સીના સંચાલકો ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયા છે. તપાસ કરતા અન્ય અનેક લોકોએ પણ આ એજન્સીમાં લાખો રૂપિયા ગુમાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય લોકોમાં રવિભાઈ વચેટા પાસેથી 4 ટિકિટ માટે 3.20 લાખ રૂપિયા, કુણાલભાઈ વચેટા પાસેથી 3 ટિકિટ માટે 2.40 લાખ રૂપિયા અને નરેશ વચેટા પાસેથી 2 ટિકિટ માટે 2 લાખ રૂપિયા પડાવ્યા હતા. હાલ સેટેલાઇટ પોલીસે ફરિયાદી રોહિતભાઈની ફરિયાદના આધારે ટ્રાવેલ એજન્સીના માલિક કિરણ ચંદ્રકાંત ચૌહાણ, પારુલબેન ચૌહાણ અને કર્મચારી વિવેક સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો કેસ નોંધ્યો છે. 

પોલીસના જણાવ્યાનુસાર, આરોપીઓએ લોકો પાસેથી રોકડ અને ઓનલાઈન નાણાં સ્વીકાર્યા હતા પરંતુ કોઈ પણ પ્રકારની ટ્રાવેલ વ્યવસ્થા પૂરી પાડી નહોતી. હાલ પોલીસ આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને તપાસ દરમિયાન છેતરપિંડીનો આ આંકડો હજુ વધવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી
GUJARAT

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી

September 8, 2026
Next Post
વડોદરા શહેર-જિલ્લામાં કાલે મતદાન માટે 34 સ્થળોએથી ઈવીએમ ફાળવણી અને રવાનગી | EVMs allocated and dispa…

વડોદરા શહેર-જિલ્લામાં કાલે મતદાન માટે 34 સ્થળોએથી ઈવીએમ ફાળવણી અને રવાનગી | EVMs allocated and dispa...

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે અંગે કોંગ્રેસનું આવેદન | Congress’s appeal for f…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે અંગે કોંગ્રેસનું આવેદન | Congress's appeal for f...

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : 63 બેઠકો માટે આવતીકાલે મતદાન, તંત્ર સંપૂર્ણ સજ્જ | …

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : 63 બેઠકો માટે આવતીકાલે મતદાન, તંત્ર સંપૂર્ણ સજ્જ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

7 months ago
કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ | First snowfall…

કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ | First snowfall…

11 months ago
તા.૩થી માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થશે | The first examination in secondary schools wi…

તા.૩થી માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થશે | The first examination in secondary schools wi…

11 months ago
રાજ્યમાં૧૨૦૦૦ જેટલા રાષ્ટ્ર વિરોધી તત્વોનું વેરીફિકેશન પૂર્ણ કરાયું | Gujarat police complated verif…

રાજ્યમાં૧૨૦૦૦ જેટલા રાષ્ટ્ર વિરોધી તત્વોનું વેરીફિકેશન પૂર્ણ કરાયું | Gujarat police complated verif…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News