gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાહોદ જિલ્લાનો અનોખો ‘ગાય ગોહરી’ ઉત્સવ: જ્યાં ખેડૂતો પશુધનના ટોળા નીચે દંડવત પ્રણામ કરીને પ્રાયશ્ચિત…

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in GUJARAT
0 0
0
દાહોદ જિલ્લાનો અનોખો ‘ગાય ગોહરી’ ઉત્સવ: જ્યાં ખેડૂતો પશુધનના ટોળા નીચે દંડવત પ્રણામ કરીને પ્રાયશ્ચિત…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Dahod: પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં વિવિધ રીતે થાય છે, પરંતુ આદિવાસી બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં નવા વર્ષના દિવસે એક એવી અનોખી અને રોમાંચક પરંપરા ઉજવાય છે, જેને નિહાળવા માટે દેશ-પરદેશથી હજારો લોકો ઉમટી પડે છે. આ પરંપરાનું નામ છે ‘ગાય ગોહરી’ ઉત્સવ.

દાહોદ જિલ્લાના ગરબાડા, ગાંગરડી, અભલોડ અને લીમડી જેવા ગામોમાં વર્ષોથી આ પર્વ ધાર્મિક આસ્થા અને સાહસના સમન્વય સાથે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ ખેડૂત અને તેના પશુધન વચ્ચેના પવિત્ર સંબંધને દર્શાવે છે.

શણગાર અને ધાર્મિક શરૂઆત

નવા વર્ષના દિવસે વહેલી સવારથી જ ખેડૂતો પોતાના પશુધનને શણગારવાનું શરૂ કરી દે છે. ગાયો અને બળદોને ઘુઘરા, માથે મોરપીંછ, મોરિંગા, ફુગ્ગા, કલર અને મહેંદીથી સજાવવામાં આવે છે. શણગાર બાદ ગામના મુખ્ય બજારમાં આવેલ માતાજીના મંદિરમાં અન્નકૂટ આરતી કરવામાં આવે છે અને ત્યાર બાદ ઢોલ-નગારાના તાલે અને ફટાકડાના અવાજ સાથે ‘ગાય ગોહરી’ ઉત્સવનો પ્રારંભ થાય છે.

દિલધડક દંડવત પ્રણામની પરંપરા

આ ઉત્સવનું સૌથી આકર્ષક અને દિલ ધડક દ્રશ્ય ત્યારે સર્જાય છે જ્યારે શણગારેલા અને ઉત્તેજિત પશુઓના ટોળાને ગામના ચોકમાં દોડાવવામાં આવે છે. આ દોડતા પશુઓના ધણની નીચે, માનતા રાખેલા અનેક ખેડૂતો જમીન પર ઊંધા સૂઈને દંડવત પ્રણામ કરે છે અને સેંકડો પશુઓને પોતાના શરીર પરથી પસાર થવા દે છે.

પ્રાયશ્ચિત અને આશીર્વાદની ભાવના

આ સાહસિક પરંપરા પાછળ એક ગહન માન્યતા અને ભાવના રહેલી છે. ખેડૂતો માને છે કે આખું વર્ષ ખેતી અને અન્ય કામો માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને ક્યારેક ભૂલથી તેમની સાથે મારપીટ પણ થઈ હોય છે. આ ‘ગાય ગોહરી’ ઉત્સવ એ વર્ષ દરમિયાન પશુઓ પ્રત્યે થયેલા દુર્વ્યવહારના પ્રાયશ્ચિત સ્વરૂપે ઉજવવામાં આવે છે. નવા વર્ષના દિવસે પશુઓ પાસેથી કામ ન લેતા, તેમને સન્માન આપીને દંડવત પ્રણામ દ્વારા માફી માંગવામાં આવે છે. આ રીતે માફી માંગવાથી આવનારું નવું વર્ષ સારું નીવડે તેવી આદિવાસી સમાજની શ્રદ્ધા છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વર્ષો જૂની આ પરંપરામાં આજ દિન સુધી કોઈને ગંભીર ઈજા કે નુકસાન થયું હોવાનું જોવા મળ્યું નથી. હજારો લોકોની ભીડ વચ્ચે સુરક્ષિત રીતે ઉજવાતો આ ઉત્સવ દાહોદ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિની ધાર્મિક આસ્થા અને પશુધન પ્રત્યેના અદ્ભુત પ્રેમનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026
GUJARAT

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026

May 11, 2026
हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन
GUJARAT

हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन

May 11, 2026
અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી પકડાયા | Sanand Case…
GUJARAT

અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી પકડાયા | Sanand Case…

May 11, 2026
Next Post
દિલ્હીમાં પ્રદૂષણને ડામવા કૃત્રિમ વરસાદ વરસાવવાની તૈયારી, મેરઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ | Delhi Pol…

દિલ્હીમાં પ્રદૂષણને ડામવા કૃત્રિમ વરસાદ વરસાવવાની તૈયારી, મેરઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ | Delhi Pol...

SOU નજીક સિવિલ હોસ્પિટલમાં શબવાહિની સુદ્ધાં નહી, મૃતદેહોને ખાનગી વાહનમાં લઈ જવા પડ્યા | statue of un…

SOU નજીક સિવિલ હોસ્પિટલમાં શબવાહિની સુદ્ધાં નહી, મૃતદેહોને ખાનગી વાહનમાં લઈ જવા પડ્યા | statue of un...

‘હું જ્યાં જઉં છું ગુપ્તચર અધિકારી મારો પીછો કરે છે..’ સોનમ વાંગચૂકની પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટ | ‘…

'હું જ્યાં જઉં છું ગુપ્તચર અધિકારી મારો પીછો કરે છે..' સોનમ વાંગચૂકની પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટ | '...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના, મહિલાએ બે બાળકો સાથે ગળે ફાંસો ખાધો | Jharkhand Tragedy W…

ઝારખંડમાં સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના, મહિલાએ બે બાળકો સાથે ગળે ફાંસો ખાધો | Jharkhand Tragedy W…

9 months ago
ઇન્દોર-બરોડાના રાજાના રેર ગોલકોન્ડા ડાયમંડની લીલામી થશે

ઇન્દોર-બરોડાના રાજાના રેર ગોલકોન્ડા ડાયમંડની લીલામી થશે

1 year ago
૨૫ કરોડનું આંધણ કરી આઠ વર્ષ પહેલાં પ્લાન્ટ બનાવાયો હતો, આઠ વર્ષથી ચાલતો રેડિયેશન પ્લાન્ટ બંધ કરવો કે…

૨૫ કરોડનું આંધણ કરી આઠ વર્ષ પહેલાં પ્લાન્ટ બનાવાયો હતો, આઠ વર્ષથી ચાલતો રેડિયેશન પ્લાન્ટ બંધ કરવો કે…

6 months ago
પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયા સોનાની બુટ્ટીઓ લઇ ફરાર, રૂમાલમાંથી પથ્થર નીકળ્યા | fra…

પાનના ગલ્લા પર મહિલાને વાતોમાં પરોવી બે ગઠિયા સોનાની બુટ્ટીઓ લઇ ફરાર, રૂમાલમાંથી પથ્થર નીકળ્યા | fra…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News