gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું – કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી | Kamal haasan k…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
દિગ્ગજ અભિનેતાની ટિપ્પણીથી ભાષા વિવાદ ઘેરાયો, કહ્યું – કન્નડ ભાષા તમિલમાંથી જ નીકળી | Kamal haasan k…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kamal Haasan Kannada Language Controversy: દિગ્ગજ અભિનેતા અને રાજનેતા કમલ હાસન કન્નડ ભાષા પરની પોતાની ટિપ્પણીઓને કારણે વિવાદમાં સપડાઈ ગયા છે. ચેન્નઈમાં પોતાની નવી ફિલ્મ ઠગ લાઈફના ઓડિયો લોન્ચ પ્રસંગે બોલતા હાસને કહ્યું કે, ‘કન્નડ ભાષા તમિલમાંથી નીકળી છે.’ તેમની આ ટિપ્પણી બાદ કર્ણાટક ભાજપના પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ અભિનેતા પર પોતાની માતૃભાષાનો મહિમામંડન કરવાના પ્રયાસમાં કન્નડ ભાષાનું ‘અપમાન’ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાએ એવી પણ માંગ કરી કે, ‘અભિનેતા કન્નડ લોકો પાસે તાત્કાલિક અને બિનશરતી માફી માંગે.’

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાતચીત કરતા વિજયેન્દ્રએ કહ્યું કે, ‘કલાકારોમાં દરેક ભાષાનું સન્માન કરવાની સંસ્કૃતિ હોવી જોઈએ. આ અહંકારની પરાકાષ્ઠા છે કે, કન્નડ સહિત ઘણી ભારતીય ભાષાઓમાં અભિનય કરનારા અભિનેતા @ikamalhaasanએ કન્નડ ભાષાનું અપમાન કર્યું છે.’

કમલ હાસન સતત હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે

તેમણે કહ્યું કે કન્નડ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં સદીઓથી એક પ્રમુખ ભાષા રહી છે. કર્ણાટક ભાજપ અધ્યક્ષે લખ્યું કે, ‘દક્ષિણ ભારતમાં સદ્ભાવ લાવવાની વાત કરનારા કમલ હાસન છેલ્લા કેટલાક વર્ષોથી સતત હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. હવે તેમણે 6.5 કરોડ કન્નડ ભાષી લોકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડીને કન્નડ ભાષાનું અપમાન કર્યું છે. કમલ હાસને તાત્કાલિક કન્નડ લોકોની બિનશરતી માફી માંગવી જોઈએ.’

કન્નડ ભાષી લોકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ

વિજયેન્દ્રએ એમ પણ કહ્યું કે, ‘કમલ હાસન કઈ ઈતિહાસકાર નથી કે તેઓ અધિકારપૂર્વક કહી શકે કે કઈ ભાષાએ કોને જન્મ આપ્યો છે. અઢી હજાર વર્ષો જૂનો ઈતિહાસ ધરાવતી કન્નડ ભાષા ભારતના સાંસ્કૃતિક નકશા પર સમૃદ્ધિ અને સૌહાર્દનું પ્રતીક રહી છે. આપણે કમલ હાસનને યાદ અપાવવું જોઈએ કે કન્નડ લોકો કોઈપણ ભાષાને નફરત નથી કરતા, પરંતુ તેઓ પોતાની જમીન, ભાષા, જનતા, પાણી અને વિચારોના મામલામાં ક્યારેય પોતાના સ્વાભિમાન સાથે સમાધાન નથી કરતા નથી’

કન્નડ અને કન્નડ વાસીઓનું અપમાન કરવાનું બંધ કરો

કર્ણાટક રક્ષા વેદિકે (પ્રવીણ શેટ્ટી ગ્રુપ) ના અધ્યક્ષ પ્રવીણ શેટ્ટીએ કહ્યું કે, હાસન અમારા સંગઠનના સભ્યોનો સામનો કરવા પહેલાં જ કાર્યક્રમ સ્થળ છોડીને ચાલ્યા ગયા. મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું કે, ‘આજે અમે તેમને કડક ચેતવણી આપી રહ્યા છીએ. જો તમે કર્ણાટકમાં વ્યવસાય કરવા અને તમારી ફિલ્મો બતાવવા માંગતા હો, તો કન્નડ અને કન્નડ વાસીઓનું અપમાન કરવાનું બંધ કરો. તમે અહીં ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા પરંતુ કર્ણાટક રક્ષા વેદિકેના કાર્યકરો તમારા ચહેરા પર કાળી સ્યાહી લગાવે અને જવાબ આપે તે પહેલાં જ ચાલ્યા ગયા.’

અભિનેતા કમલ હાસનના કથિત નિવેદન પર તમિલનાડુ ભાજપના ઉપાધ્યક્ષ નારાયણન તિરુપતિએ કહ્યું કે, કમલ હાસન હંમેશા ખૂબ જ હોશિયારીથી કામ કરવાનો પ્રયાસ કરે છે. તમારે તમારી પોતાની ભાષાના વખાણ કરવા માટે કોઈપણ ભાષાને ઓછી ન આંકવી જોઈએ. કમલ હાસન ક્યાંથી શીખ્યા કે કન્નડ તમિલમાંથી નીકળી છે? તેમના જેવા સેલિબ્રિટીઓએ તો પોતાના સામાજિક દરજ્જાને કારણે વધુ જવાબદાર રહેવું જોઈએ. તેમણે જણાવવું જોઈએ કે તેઓ આ બધું ક્યાંથી શીખ્યા. શું આવો કોઈ દસ્તાવેજ છે જે આ કહે છે? તેમણે જે કહ્યું છે તેનાથી છટકી જવાનો પ્રયાસ ન કરવો જોઈએ. કમલ હાસનને સ્પષ્ટતા આપવી જોઈએ.’

આ પણ વાંચો: કર્નલ સોફિયા અંગે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના મંત્રીને ધરપકડથી સુપ્રીમની રાહત, હાઈકોર્ટને આપ્યો નિર્દેશ

કોંગ્રેસના ધારાસભ્ય રિઝવાન અરશદે કહ્યું કે, ‘આ કેવા પ્રકારની ચર્ચા છે? કન્નડ અને તમિલ પ્રાચીન ભાષાઓ છે અને આપણા દેશના પાયાનો હિસ્સો છે. શું આ ચર્ચા આ સમયે જરૂરી છે જ્યારે આપણે બધાએ એકજૂથ થવાની જરૂર છે? મને કમલ હાસન આવું નિવેદન આપશે તેવી અપેક્ષા નહોતી. આ દુર્ભાગ્યપૂર્ણ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…
INDIA

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…

March 26, 2026
પુરીના જગવિખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો, 48 વર્ષે સોના-ચાંદીની ગણતરી શરુ | Puri Jagannath…
INDIA

પુરીના જગવિખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો, 48 વર્ષે સોના-ચાંદીની ગણતરી શરુ | Puri Jagannath…

March 26, 2026
1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…
INDIA

1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…

March 26, 2026
Next Post
કર્નલ સોફિયા અંગે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના મંત્રીને ધરપકડથી સુપ્રીમની રાહત, હાઈકોર્ટને આપ્યો નિર…

કર્નલ સોફિયા અંગે વિવાદિત ટિપ્પણી મામલે ભાજપના મંત્રીને ધરપકડથી સુપ્રીમની રાહત, હાઈકોર્ટને આપ્યો નિર...

ગુજરાત આવતી બિહાર STFની ગાડી રતલામમાં પલટી, 2 પોલીસ જવાનના મોત, 4 ઈજાગ્રસ્ત | bihar stf vehicle acci…

ગુજરાત આવતી બિહાર STFની ગાડી રતલામમાં પલટી, 2 પોલીસ જવાનના મોત, 4 ઈજાગ્રસ્ત | bihar stf vehicle acci...

હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ | Haryana Traffic …

હવે PUC કે વીમો ન ધરાવતા વાહન ચાલકોના ઘરે આવશે મેમો, આ રાજ્યમાં નવી ટેકનોલોજી શરૂ | Haryana Traffic ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સરકાર ગરીબ બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે’ ભાજપના વિકાસ મૉડલ પર રાહુલ ગાંધીના પ્રહાર

‘સરકાર ગરીબ બાળકો પાસેથી શિક્ષણનો અધિકાર છીનવી રહી છે’ ભાજપના વિકાસ મૉડલ પર રાહુલ ગાંધીના પ્રહાર

9 months ago
પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં આગ | Fire breaks out in scrap godown behind Panigate…

પાણીગેટ ભદ્ર કચેરીની પાછળના સ્ક્રેપના ગોડાઉનમાં આગ | Fire breaks out in scrap godown behind Panigate…

4 months ago
અમદાવાદ-ભાવનગર હાઇવે પરનો વલભીપુર કેનાલનો પુલ બંધ કરાયો | bagodara ahmedabad highway based bridge cl…

અમદાવાદ-ભાવનગર હાઇવે પરનો વલભીપુર કેનાલનો પુલ બંધ કરાયો | bagodara ahmedabad highway based bridge cl…

8 months ago
અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો: WhatsApp ‘શેર ટ્રેડિંગ’ સ્કેમમાં પિતા-પુત્રએ ₹15.65 લાખ ગુમાવ્…

અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો: WhatsApp ‘શેર ટ્રેડિંગ’ સ્કેમમાં પિતા-પુત્રએ ₹15.65 લાખ ગુમાવ્…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News