gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિયોદરમાં લોકશાહીનું ચીરહરણ? તા. પંચાયતની ચૂંટણી બીજી વખત રદ, અધિકારીના નાટકનો આક્ષેપ | Deodar Taluk…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
દિયોદરમાં લોકશાહીનું ચીરહરણ? તા. પંચાયતની ચૂંટણી બીજી વખત રદ, અધિકારીના નાટકનો આક્ષેપ | Deodar Taluk…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Deodar Taluka Panchayat: દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને ચાલી રહેલો હાઇવોલ્ટેજ ડ્રામા હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગત 25 મેના રોજ ભાજપના બે સભ્યો વચ્ચેની આંતરિક માથાકૂટને કારણે માત્ર 20 મિનિટમાં સભા રદ કરી દેવાયા બાદ, આજે 27 મેના રોજ બપોરે 3 વાગ્યા સુધી મોકૂફ રખાયેલી ચૂંટણી પર ફરી ગ્રહણ લાગ્યું છે. નવાઈની વાત એ છે કે, બપોરે 3 વાગ્યે ચૂંટણીનો સમય હોવા છતાં ચૂંટણી અધિકારી જ ગેરહાજર રહ્યા હતા અને તેઓ કથિત માંદગીનું કારણ આપી પાલનપુરની હૉસ્પિટલમાં દાખલ થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સમગ્ર નાટકીય ઘટનાક્રમ વચ્ચે અંતે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બીજી વાર પણ રદ થઈ, આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.

વહીવટી તંત્રનું નાટક ઊડીને આંખે વળગે તેવું

ત્યારે સવાલ એ થાય છે કે, શું ચૂંટણી અધિકારી ખરેખર બીમાર પડ્યા છે કે પછી સત્તાધારી પક્ષના ઇશારે આ માત્ર એક વહીવટી નાટક છે? અધિકારીઓની આ ગેરહાજરી પાછળ કયું રાજકીય દબાણ કામ કરી રહ્યું છે? શું જનતાના મતોથી ચૂંટાયેલી પંચાયત વહીવટી તંત્રના આવા ‘નાટકો’ના ભરોસે ચાલશે?

પ્રશ્ન છે વહીવટીતંત્રની સંવેદનાનો! લોકશાહી બચાવવા ગર્ભવતી સભ્યને ધરમના ધક્કા

બીજી તરફ, જાડા તાલુકા પંચાયતના સદસ્ય હેતલબહેન ઠાકોર જે ગર્ભવતી છે અને ગમે તે ક્ષણે બાળકને જન્મ આપી શકે છે, તે અસહ્ય પીડા વચ્ચે પણ લોકશાહી બચાવવા ત્યાં હાજર રહ્યા! એક માતા ગર્ભમાં નવજીવન લઈને ઊભી રહી, પણ જવાબદાર અધિકારીઓ કથિત બીમારીનું બહાનું ધરી મેદાન છોડી ગયા. આજે પ્રશ્ન માત્ર રાજકારણનો નથી, પ્રશ્ન છે વહીવટીતંત્રની સંવેદનાનો! જો એક ગર્ભવતી બહેન પોતાની હાલત ભૂલીને કલાકો સુધી ઊભી રહી શકતી હોય, તો એસી ચેમ્બરોમાં બેસતા બાબુઓએ પણ દિલથી વિચારવું જોઈએ. કુદરતનો ડર રાખો સાહેબો… કારણ કે કોઈની વેદના પર સત્તાની રમત રમનારાઓને સમય ક્યારેય માફ કરતો નથી. આજે આખું દિયોદર પૂછી રહ્યું છે, શું ખુરશીનો મોહ એટલો મોટો થઈ ગયો છે કે તમને એક માતાની પીડા પણ નાની લાગી રહી છે?

સાંસદ ગેનીબહેન ઠાકોરના ગંભીર આક્ષેપો: કલેક્ટર ભાજપના પટ્ટા પહેરી ફરી રહ્યા છે?

આ સમગ્ર વિવાદ વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરે ભાજપ અને સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે કલેક્ટર અને પ્રાંત  બંને જાણે ભાજપના પટ્ટા પહેરી ફરી રહ્યા હોય તેમ વર્તી રહ્યા છે અને લોકતાંત્રિક પ્રક્રિયાને બાજુ પર મૂકીને જાતે જ પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કરવા માંગે છે. મહત્વનું છે કે કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 સભ્યોનું સંખ્યાબળ સ્પષ્ટ છે, ત્યારે લોકોએ બહુમતી આપી હોવા છતાં પણ સત્તાથી દૂર રાખવા માટે શું સરકારી અધિકારીઓનો હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે? તટસ્થ ગણાતા વહીવટી અધિકારીઓ શા માટે શાસક પક્ષના ઇશારે નાચી રહ્યા છે તેવા ગંભીર સવાલો જનતા અને કોંગ્રેસ પક્ષના નેતાઓ પૂછી રહ્યા છે.

આ પણ વાંચો: દિયોદર તાલુકા પંચાયતમાં હાઇવોલ્ટેજ ડ્રામા, ભાજપના બે સભ્યો બાખડતા પ્રમુખની ચૂંટણી રદ, કોંગ્રેસે કહ્યું, ‘લોકશાહીની હત્યા’

બહુમતી હોવા છતાં અન્યાય કેમ? સભાખંડમાં સભ્યો હાજર, અધિકારી ગાયબ!

આજે સવારથી જ કોંગ્રેસના 12 અને ભાજપના 10 મળીને કુલ 22 સભ્યો ચૂંટણી પ્રક્રિયા માટે સભાખંડમાં આવીને બેસી ગયા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો, પરંતુ જેમના માથે ચૂંટણી કરાવવાની જવાબદારી છે તે અધિકારી જ ગેરહાજર રહેતા આજે પણ ચૂંટણી યોજાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ગત 25 મેના રોજ ભાજપના આંતરિક વિખવાદને કારણે ભાજપના બે સભ્યો બાખડ્યા હતા, હવે આજે બુધવારે અધિકારી માંદગીનું કારણ આપી ગાયબ થઈ ગયા છે. આ પરિસ્થિતિ જોતાં મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્યોના અધિકારોનું આ રીતે થતું ચીરહરણ ક્યાં સુધી ચાલશે? શું દિયોદરમાં ખરેખર લોકતાંત્રિક ઢબે ચૂંટણી યોજાશે કે પછી વહીવટી તંત્રના જોરે જનતાના જનમતનું ગળું ઘોંટી દેવામાં આવશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી: 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો ક્યાં-ક્યાં પડ…

ગુજરાતમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી: 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો ક્યાં-ક્યાં પડ...

LRD ઉમેદવારો આનંદો! લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 6 જૂનથી કોલલેટર નીકળશે | LRD Exam D…

LRD ઉમેદવારો આનંદો! લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 6 જૂનથી કોલલેટર નીકળશે | LRD Exam D...

સુરત પાલિકાની નવી બોર્ડ બને તેના એક દિવસ પહેલા કતારગામમાં દબાણ હટાવાયા | encroachment lifted in Kata…

સુરત પાલિકાની નવી બોર્ડ બને તેના એક દિવસ પહેલા કતારગામમાં દબાણ હટાવાયા | encroachment lifted in Kata...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં દરરોજ સરેરાશ 475 વ્યક્તિને વાહન અકસ્માતની ઘટનામાં ઈજા, અમદાવાદમાં સૌથી વધુ | Gujarat Avera…

ગુજરાતમાં દરરોજ સરેરાશ 475 વ્યક્તિને વાહન અકસ્માતની ઘટનામાં ઈજા, અમદાવાદમાં સૌથી વધુ | Gujarat Avera…

1 year ago
ભારતમાં ‘રેર અર્થ’નું ઉત્પાદન વધારવા રૂ. 7280 કરોડ ફાળવાયા | Rs 7280 crore allocated to increase pro…

ભારતમાં ‘રેર અર્થ’નું ઉત્પાદન વધારવા રૂ. 7280 કરોડ ફાળવાયા | Rs 7280 crore allocated to increase pro…

11 months ago
કેવાયસી અપડેટ કરવાના બહાને રૃા. ૨૦ હજાર પડાવ્યા | Rs 20 ngerou a angei won ewe popun an epwe awenewe…

કેવાયસી અપડેટ કરવાના બહાને રૃા. ૨૦ હજાર પડાવ્યા | Rs 20 ngerou a angei won ewe popun an epwe awenewe…

7 months ago
અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic …

અલંગમાં શિપમાંથી ઓઈલ લીક થતા દોડધામ, જીપીસીબીની તપાસ શરૃ | Oil leak from ship in Alang causes panic …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News