gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોળ પંથકના જાળીયા માનસરની સગીરા પર ગેંગરેપ કેસમાં હાઇકોર્ટે જામનગર-ધ્રોલ પોલીસનો ઉધડો લીધો | High …

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
ધ્રોળ પંથકના જાળીયા માનસરની સગીરા પર ગેંગરેપ કેસમાં હાઇકોર્ટે જામનગર-ધ્રોલ પોલીસનો ઉધડો લીધો | High …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના જાળીયા માનસર ગામમાંથી 2019ની સાલમાં એક સગીરાના અપહરણ અને ગેંગરેપ ના ભારે ચર્ચાસ્પદ કેસમાં ગુજરાત હાઇકોર્ટે  જામનગર પોલીસની તપાસમાં ગંભીર ઉદાસીનતા અને નિષ્કાળજીને લઈ ઉધડો લઈ નાખ્યો હતો. જસ્ટિસ વિમલ કે.વ્યાસે સમયસર પોલીસ ફરિયાદ નહી લેવા બદલ અને સમગ્ર મામલામાં જામનગર એસપીને તપાસ સોંપી મેડિકલ એકઝામીનેશન નહી કરાવવા બદલ ભારે ઝાટકણી કાઢી વિગતવાર ખુલાસા સાથેનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.

હાઈકોર્ટ આગામી મુદતે તા. 17મી ડિસેમ્બરે જામન્ગર એસપીને વર્ચ્યુઅલ મોડમાં કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટની ન્યાયિક કાર્યવાહીમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.

જસ્ટિસ વિમલ કે. વ્યાસે જામનગરના ધ્રોળ પોલીસ અને તેના અધિકારીઓની ગંભીર બેદરકારી અને કેસની તપાસમાં લાલિયાવાડીને લઇ જોરદાર ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, ધ્રોળ પીઆઈ તરફથી રજૂ થયેલા રિપોર્ટમાં કેટલીક અસામાન્ય હકીકતો સામે આવી છે. કેસના કાગળોને ધ્યાનમાં લેતાં, કેસની શરૂઆતથી જ પોલીસના વલણ અને વર્તનને લઈ અનેક સવાલો ઉભા થાય છે. એવું સ્પષ્ટ જણાય છે કે, સગીરા પર સામૂહિક દુષ્કર્મની આ ઘટના તા.9-5-2019ના રોજ બની હતી, જેની તાત્કાલિક ધ્રોળ પોલીસને જાણ કરવામાં આવી, પરંતુ પોલીસે કોઈ જ કાર્યવાહી કરી ન હતી. ત્યારબાદ પીડિતાની માતા એવી ફરિયાદીએ જામનગર એસપીને લેખિત રજૂઆત કરી હતી, જે રજૂઆત ધ્રોળ પોલીસ સ્ટેશનને જરૂરી કાર્યવાહી માટે મોકલી અપાઈ હતી, તેમછતાં ધ્રોળ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ફરિયાદી માતા તેમના વકીલ સાથે ધ્રોળ પોલીસ મથકમાં પહોંચી હતી અને નિવેદન આપ્યું હતું, તેમછતાં પોલીસે ફરીથી પણ કોઈ જ કાર્યવાહી કરી ન હતી. ઉલ્ટાનું પોલીસે તેને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું. 

જેથી પોલીસના વલણથી નારાજ ફરિયાદીએ રાજયના પોલીસ વડા, રાજયના મુખ્ય સચિવ, જામનગર એસપી, ધ્રોળ પીઆઈ સહિતના સત્તાધીશોને ફરી એકવાર લેખિત રજૂઆત કરી હતી. જેને પગલેઆખરે બાદમાં તા.9-7-2019ના રોજ આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા આરોપીઓ સામે તેમાં રેપની કોઈ કલમ ઉમેરવામાં આવી ન હતી.

હાઇકોર્ટે ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, બનાવના ચાર વર્ષ બાદ પીડિતા મળી આવી હતી અને તા.3-7-2023ના રોજ તત્કાલની તપાસ અધીકારી દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં પીડિતાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેની પર માગો, કિશોર, સુનીલ, દિગો, તલી, સંજય, હસમુખ, કમલેશ અને વિજયે તેની ઇચ્છા વિરૂધ્ધ તેની પર બેરહમીથી બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાના આ નિવેદન બાદ પણ પોલીસે તેને મેડિકલ એક્ઝામીનેશન કે તબીબી તપાસ માટે મોકલવામાં આવી ન હતી, કે સીઆરપીસીની કલમ-164 હેઠળ મૅજિસ્ટ્રેટ રૂબરૂ તેનું કોઈ નિવેદન નોંધવામાં આવ્યું ન હતું. 

એટલે સુધી કે, પોલીસ દ્વારા સંબંધિત પ્રકરણમાં બળાત્કારની કલમ પણ આરોપીઓ વિરૂધ્ધ ઉમેરવામાં આવી ન હતી, જે બહુ ગંભીર અને આઘાતજનક છે. એ પણ એટલી જ હકીકત છે કે, આ કેસમાં હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ સુધ્ધા કરવામાં આવી નથી. કે જયારે તેઓ સ્થાનિક રહેવાસીઓ જ છે.

પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ન તો સમરી રિપોર્ટ ફાઇલ કરાયો છે કે, ન તો ચાર્જસીટ દાખલ કરાયું છે. પોલીસ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં પણ પીડિતાના નિવેદનની સત્યતા પર શંકા વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખુદ પોલીસે સ્વીકાર્યું કે, તેમણે કાયદા મુજબ, તાત્કાલિક પીડિતાને તબીબી તપાસ માટે મોકલી ન હતી. આમ, સમગ્ર કેસની ચિંતાજનક અને સંવેદનશીલ હકીકતોને ધ્યાનમાં લેતાં સમગ્ર કેસની તપાસ જામનગર એસપીને કરવા અને આ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં, આગામી મુદતે તા.17-12-2025ના રોજ જામનગર એસપીએ હાઈકોર્ટ સમક્ષ આ કેસની ન્યાયિક કાર્યવાહી દરમ્યાન વર્ચ્યુઅલ મોડમાં અચૂક હાજર રહેવાનું રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…
GUJARAT

સ્વરાજ્યના રાજ માટે 1118 ઉમેદવાર વચ્ચે જંગ, 17.31 લાખ મતદારોનું આજે મહાપર્વ | Battle between 1118 ca…

April 26, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…
GUJARAT

સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…

April 26, 2026
બોટાદના 3 કેન્દ્રો પર 648 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે | 648 students will appear for NEET exam at…
GUJARAT

બોટાદના 3 કેન્દ્રો પર 648 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે | 648 students will appear for NEET exam at…

April 26, 2026
Next Post
જોડીયા તાલુકાના પીઠડ ગામના એક યુવાન સાથે જેસીબી ભાડે લઈ જવાના બહાને છેતરપિંડી: જામકંડોરણાના શખ્સ સામ…

જોડીયા તાલુકાના પીઠડ ગામના એક યુવાન સાથે જેસીબી ભાડે લઈ જવાના બહાને છેતરપિંડી: જામકંડોરણાના શખ્સ સામ...

જામનગરમાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી હાલાઇ મેમણ સમાજના સમૂહ લગ્નમાં 18 દુલ્હા-દુલ્હન લગ્નગ્ર…

જામનગરમાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના સહયોગથી હાલાઇ મેમણ સમાજના સમૂહ લગ્નમાં 18 દુલ્હા-દુલ્હન લગ્નગ્ર...

જામનગર તાલુકાના નવા નાગના ગામના બે ખેડૂતોની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે ખોદકામ કરી રૂપિયા ચા…

જામનગર તાલુકાના નવા નાગના ગામના બે ખેડૂતોની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે ખોદકામ કરી રૂપિયા ચા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LPGનો પૂરતો જથ્થો હોવાની કેન્દ્રની ખાતરી છતાં અરાજકતા

LPGનો પૂરતો જથ્થો હોવાની કેન્દ્રની ખાતરી છતાં અરાજકતા

1 month ago
જામનગરના શક્તિ નગર વિસ્તારમાં રહેણાક મકાનમાં વહેલી સવારે મંદિરમાં દીવાની ઝાળના કારણે આગ લાગી : ફાયર …

જામનગરના શક્તિ નગર વિસ્તારમાં રહેણાક મકાનમાં વહેલી સવારે મંદિરમાં દીવાની ઝાળના કારણે આગ લાગી : ફાયર …

6 months ago
સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also …

સોનામાં રૂ.96500નો નવો રેકોર્ડ : ચાંદીમાં પણ આગેકૂચ | Gold hits new record of Rs 96500: Silver also …

1 year ago
1500 કરોડના કૌભાંડ કેસમાં સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે FIR, મોટા માથા સંડોવાયેલા…

1500 કરોડના કૌભાંડ કેસમાં સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે FIR, મોટા માથા સંડોવાયેલા…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News