![]()
શહેરમાં પિકઅવર્સ દરમ્યાન ટ્રાફિક જામની સમસ્યા પહેલેથી જ વિકટ છે. તેવામાં આજે નવલખી મેદાન ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભક્તો રોજ ઉમટી પડતો અને બીજી તરફ વીઆઈપી મુવમેન્ટની તૈયારીઓ વચ્ચે ટ્રાફિકજામમાં લોકો ફસાયા હતા.
શહેરમાં ખાસ કરીને સાંજે શહેરમાં ઠેર-ઠેર ટ્રાફિકજામની પરિસ્થિતી વચ્ચે વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા બે થી ત્રણ દિવસથી અકોટા દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા આસપાસ ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જે સાંજના પિકઅવર્સ દરમ્યાન વધુ વણસે છે.ટ્રાફિક જામના કારણે વાહનચાલકોનો કિંમતી સમય અને ઈંધણ બન્નેનો વ્યય થઈ રહ્યો છે.
આજે શહેરમાં ચારેતરફ ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ફરી એક વખત અટવાયા હતા.અનેક વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાતા દૈનિક અવરજવર પર અસર પહોંચી હતી. લાંબા સમય સુધી વાહનો એક જ સ્થળે અટવાઈ રહેતા નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે.
આ દરમિયાન આવતીકાલે તા. ૨૯ ડિસેમ્બર, શુક્રવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરા જિલ્લાના પ્રવાસે આવવાના હોઈ, પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા અને સુવિધાના ભાગરૂપે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના સુરક્ષા સ્ટાફ તથા વિવિધ એજન્સીઓ સાથે સંકલન સાધી આજે ખંડેરાવ માર્કેટ ગુરુદ્વારા ખાતે કોન વે રિહર્સલ હાથ ધરાયું હતું.કોન વે રિહર્સલ દરમિયાન સુરક્ષાના કારણોસર કેટલાક સમય માટે વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો.










