gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર | new cabinet countdow…

G METRO NEWS by G METRO NEWS
October 15, 2025
in GUJARAT
0 0
0
નવા મંત્રીમંડળનું કાઉન્ટડાઉન શરૂ, ગમે તે ઘડીએ શપથગ્રહણ, ગાંધીનગર તરફ સૌની નજર | new cabinet countdow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat New Cabinet News: બિહાર વિધાનસભાની ચૂંટણી વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને સોમવારે મોડી રાત સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ (જગદીશ વિશ્વકર્મા) અને મહામંત્રી રત્નાકરની આ બેઠકમાં નવા મંત્રીમંડળની રચના અને ગુજરાત પ્રદેશ માળખાને નવો ઓપ આપવા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ ગુજરાતના નવા મંત્રીમંડળના શપથગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે ગમે તે ઘડીએ પાટનગર ગાંધીનગરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, જેના પગલે કોની વિદાય થશે અને કોની મંત્રીપદે એન્ટ્રી થશે તે અંગે રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

દસ મંત્રીઓની હકાલપટ્ટી, પાંચ રિપીટ થવાની શક્યતા

સૂત્રોના મતે, વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી બેઠક બાદ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને રત્નાકરે દિલ્હીમાં રોકાણ કર્યું હતું. આના કારણે મુખ્યમંત્રીનો કૃષિ મહોત્સવનો કાર્યક્રમ પણ રદ કરાયો હતો. ચર્ચા મુજબ, નવા મંત્રીમંડળમાં અંદાજે 20 થી 22 સભ્યો હશે. જેમાંથી પાંચેક મંત્રીઓ યથાવત રહેશે, પરંતુ તેમના ખાતા બદલાઈ શકે છે. જોકે, દસેક વર્તમાન મંત્રીઓની હકાલપટ્ટી થવાના સંકેતો મળી રહ્યા છે.

હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને કેબિનેટનો દરજ્જો?

વર્તમાન ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાને કેબિનેટનો દરજ્જો મળી શકે છે. યુવા અને અનુભવી ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંન્ને અમદાવાદના હોવાથી નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું રાજકીય કદ વધે તેવી શક્યતા છે, જ્યારે સુરત-દક્ષિણ ગુજરાતનો દબદબો ઘટી શકે છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના પાંચેક ધારાસભ્યને સ્થાન મળે તો નવાઈ નહીં. ઉત્તર ગુજરાતમાંથી પણ બે-ત્રણ નેતાઓને મંત્રીપદની લોટરી લાગી શકે છે.

આ પણ વાંચો: ‘માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય’, અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર

પ્રાદેશિક અને જ્ઞાતિ સમીકરણો પર ભાર

ઝોનવાઇઝ ઉપરાંત સામાજિક-જ્ઞાતિ આધારે મંત્રીઓની પસંદગી કરવામાં આવશે. મંત્રીમંડળમાં લેઉઆ-કડવા પાટીદારને પ્રાધાન્ય મળશે. સાથે સાથે ઓબીસી, કોળી અને આદિવાસી નેતાઓનું પણ મહત્ત્વ જળવાશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કડવા-લેઉવા, ક્ષત્રિય-કોળી, દક્ષિણ ગુજરાતમાં આદિવાસી, ઉત્તર ગુજરાતમાં ઓબીસી અને મધ્ય ગુજરાતમાં સવર્ણને તક આપવાની ગણતરી છે.

મહિલાઓ અને પક્ષપલટુ નેતાઓને તક

નવા મંત્રીમંડળમાં બે મહિલા ધારાસભ્યને તક મળી શકે છે. જેમાં રિવાબા જાડેજા, દર્શના દેશમુખ અને સંગીતા પાટીલના નામ ચર્ચામાં છે. આ ઉપરાંત, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા બે પક્ષપલટુ નેતા અર્જૂન મોઢવાડિયા અને અલ્પેશ ઠાકોરનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.

નવા અને જૂના ચહેરાઓનું સંતુલન

હાઇકમાન્ડે ઘણાં નવા અને યુવા ચહેરાઓને તક આપવાનું મન બનાવ્યું છે. પાટીદારોને સાચવવાની ગણતરી સાથે જયેશ રાદડિયાને પુન: મંત્રીપદ મળી શકે છે, જ્યારે જીતુ વાઘાણીની પણ મંત્રીમંડળમાં રિ-એન્ટ્રીની અટકળો છે.

દિવાળી પહેલા શપથગ્રહણ નિશ્ચિત!

મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા થાય તો નવા મંત્રીઓ તહેવારો પહેલા જ નવી ભૂમિકામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એકાદ-બે દિવસમાં રાજ્યપાલ ભવનમાં કેબિનેટનું વિસ્તરણ અને શપથગ્રહણ યોજાય તેવી પ્રબળ સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત | bih…

'હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ...' બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત | bih...

વડોદરાના કમાટીબાગમાં દિવાળી પર્વે સહેલાણીઓના આકર્ષણમાં વધારો કરવા કામગીરી શરૂ | Work begins to incre…

વડોદરાના કમાટીબાગમાં દિવાળી પર્વે સહેલાણીઓના આકર્ષણમાં વધારો કરવા કામગીરી શરૂ | Work begins to incre...

જામનગરના બહુચર્ચિત આરોપી ધર્મેશ રાણપરીયાની જામીન અરજી સેશન અદાલત દ્વારા ફગાવી દેવાઈ | Jamnagar court…

જામનગરના બહુચર્ચિત આરોપી ધર્મેશ રાણપરીયાની જામીન અરજી સેશન અદાલત દ્વારા ફગાવી દેવાઈ | Jamnagar court...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વસ્ત્રાલ કાંડ બાદ પોલીસની ઊંઘ ઉડી, એક જ દિવસમાં 21 અસામાજિક તત્ત્વો પાસા હેઠળ જેલ હવાલે

વસ્ત્રાલ કાંડ બાદ પોલીસની ઊંઘ ઉડી, એક જ દિવસમાં 21 અસામાજિક તત્ત્વો પાસા હેઠળ જેલ હવાલે

1 year ago
મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb…

મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb…

3 months ago
સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને સારવાર આપવા મુદ્દે પરિચીતે હોબાળો મચાવ્યો | Familiarity creates upr…

સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને સારવાર આપવા મુદ્દે પરિચીતે હોબાળો મચાવ્યો | Familiarity creates upr…

8 months ago
નીલકંઠ સ્કૂલ પાસે પાણીની લાઈનની અધૂરી કામગીરીથી રહીશોને હાલાકી | Residents are suffering due to inco…

નીલકંઠ સ્કૂલ પાસે પાણીની લાઈનની અધૂરી કામગીરીથી રહીશોને હાલાકી | Residents are suffering due to inco…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News