gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, 31stની પાર્ટીના આયોજકો ચિંતામાં | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
નવા વર્ષ પહેલા અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, 31stની પાર્ટીના આયોજકો ચિંતામાં | Ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Rain: વર્ષ 2025ના અંતિમ દિવસે પણ ગુજરાત પર માવઠાનો માર થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે (31 ડિસેમ્બર)ની રાત્રે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે જેથી 31stની પાર્ટીના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અમદાવાદમાં ઝરમર વરસાદ શરુ

31 ડિસેમ્બરની રાત્રે અમદાવાદના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, પાકવાન ચાર રસ્તા, ઘુમા સહિત સમગ્ર એસ.જી. હાઈવે પર સામાન્ય વરસાદ પડ્યો હતો. વર્ષના છેલ્લા દિવસે શહેરમાં અનેક પાર્ટી પ્લોટમાં ઉજવણીનું આયોજન કરાયું છે. પણ વરસાદી વાતાવરણ બની જતાં આયોજકો હાંફળાફાંફળા થઈ ગયા છે. રંગમાં ભંગ પડે તેવી સ્થિતિ વચ્ચે પણ નવા વર્ષને આવકારવા યુવાધનનો ‘જોશ હાઈ’ છે

વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ

આજે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જામખંભાળિયા અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદને કારણે રસ્તાઓ ભીના થયા હતા. માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે.

ખેડૂતોને પાક બળી જવાની ભીતિ 

ભર શિયાળે પડેલા આ વરસાદને કારણે સૌથી વધુ ચિંતા જગતનો તાત (ખેડૂતો) અનુભવી રહ્યો છે. હાલમાં રવિ પાક તેની મુખ્ય અવસ્થામાં છે, ત્યારે આ માવઠું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જીરું અને ચણાના પાકોમાં ફૂગ આવવાની અને પાક બળી જવાની ભીતિ છે. તૈયાર થવા આવેલા ધાણા અને ઘઉંના પાકને પણ આ વરસાદથી નુકસાન થવાની શક્યતા છે. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી ખેડૂતોની જણસ પલળી ન જાય તે માટે સત્તાધીશો દ્વારા તાકીદની સૂચનાઓ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ હજુ આગામી 24 કલાક દરમિયાન કચ્છ, જામનગર, મોરબી, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

ઠંડીમાં ઘટાડો: લઘુતમ તાપમાન ઊંચકાયું

વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જેનાથી ઠંડીમાં આંશિક રાહત મળી છે. આ દરમિયાન ગત રાત્રિના અમદાવાદમાં 14.8 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.6 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. રાજ્યમાંથી અન્યત્ર નલિયામાં 12.6, અમરેલીમાં 13.2, ગાંધીનગરમાં 14, રાજકોટમાં 14.2, વડોદરામાં 15, ભાવનગરમાં 15.6, સુરત-ભુજમાં 15.7 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
દિલ્હી નહી આ શહેર ભારતનું સૌથી વાયુ પ્રદૂષિત શહેર, એકયુઆઇ ૪૦૪ એ પહોંચ્યો | This city not Delhi is th…

દિલ્હી નહી આ શહેર ભારતનું સૌથી વાયુ પ્રદૂષિત શહેર, એકયુઆઇ ૪૦૪ એ પહોંચ્યો | This city not Delhi is th...

New Year 2026: ભવ્ય આતશબાજી સાથે ભારત સહિત દુનિયાભરમાં ન્યૂ યરની ઉજવણી, લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પ…

New Year 2026: ભવ્ય આતશબાજી સાથે ભારત સહિત દુનિયાભરમાં ન્યૂ યરની ઉજવણી, લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પ...

મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પર ટ્રકે પલટી મારતા શેરડી નીચે દબાઇ જતા યુવાનનું કરૃણ મોત | accident at ex…

મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પર ટ્રકે પલટી મારતા શેરડી નીચે દબાઇ જતા યુવાનનું કરૃણ મોત | accident at ex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં, પિલર પરથી લપસી જતાં મજૂરને ઈજા, અમદાવાદમાં સારવાર હેઠળ | Vadodara …

ગંભીરા બ્રિજની કામગીરી પૂરજોશમાં, પિલર પરથી લપસી જતાં મજૂરને ઈજા, અમદાવાદમાં સારવાર હેઠળ | Vadodara …

8 months ago
બેફામ વાહન હંકારતા ૧૧ કરોડનો દંડઃ ૨૧૬૧ લાયસન્સ સસ્પેન્ડ કરાયાં | 11 crore liwinin ar wawa taraku nge…

બેફામ વાહન હંકારતા ૧૧ કરોડનો દંડઃ ૨૧૬૧ લાયસન્સ સસ્પેન્ડ કરાયાં | 11 crore liwinin ar wawa taraku nge…

1 year ago
લખતરની મુખ્ય બજારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મુશ્કેેલી | Sewerage water backflows into Lakhtar’s …

લખતરની મુખ્ય બજારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મુશ્કેેલી | Sewerage water backflows into Lakhtar’s …

11 months ago
દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો | Supreme Court Collegium acti…

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો | Supreme Court Collegium acti…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News