gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85188 કુદાવતા 86466 જોવાય | Sensex sees 85188 jump to 86466 in new week

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 85188 કુદાવતા 86466 જોવાય | Sensex sees 85188 jump to 86466 in new week
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વને ટ્રેડ વોરમાં ધકેલનારા અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ ઘર આંગણે પોતાની નીતિના ઉદ્યોગો અને જનતાના વિરોધના પરિણામે હવે ટેરિફ મામલે પાછીપાની કરવા માંડયા છે. ચાઈના સાથે ટેરિફ યુદ્વ છેડનારા ટ્રમ્પે આખરે જિનપિંગ સાથે દક્ષિણ કોરિયામાં ચાઈનાના પ્રમુખ જિનપિંગ સાથે મુલાકાત કરીને પોતાની રેર અર્થ મેટલના પુરવઠાની આવશ્યકતાએ મજબૂરીમાં ટ્રેડ ડિલ કરવાની ફરજ પડી છે. અન્ય એશીયન દેશો સાથે પણ રેર અર્થ ડિલ કર્યા સાથે જાપાન સાથે ડિલ કરીને હાલ તુરત ટેરિફ યુદ્વનો વંટોળ શાંત કર્યો છે. પરંતુ બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધ્યું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્વ સંધિ કરાવનારા ટ્રમ્પની ઈઝરાયેલ અને હમાસ બન્નેએ ઐસી તૈસી કરીને ફરી હુમલા શરૂ કરી દેતાં વિશ્વ માટે ટેન્શન વધ્યું છે. જ્યારે યુક્રેન મામલે રશીયાના પુતિન નમતું જોખવા તૈયાર નહીં હોઈ ટ્રમ્પ માટે કફોડી હાલત થઈ છે. આ પરિસ્થિતિમાં વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ફરી ડહોળાવાનું પૂરું જોખમ છે. જ્યારે ભારત માટે અમેરિકા સાથે ટ્રેડ ડિલમાં સપ્તાહના અંતે કંઈક સારા સંકેત જરૂર મળ્યા છે. ભારત અને અમેરિકા ડિફેન્સ ક્ષેત્રે ૧૦ વર્ષના પ્રોગ્રામ માટે સંમત થયા છે. ઘર આંગણે કોર્પોરેટ પરિણામોની સીઝન મિશ્રિત પરિણામો આવી રહ્યા હોઈ બજારની ચાલ સ્ટોક સ્પેસિફિક બની છે. સેકન્ડરી માર્કેટમાં પાછલા દિવસોમાં તેજીનો ટ્રેન્ડ જોવાયા બાદ ફરી સપ્તાહના અંતિમ દિવસોમાં કરેકશન સાથે ઘટાડાની ચાલ જોવાઈ છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ મામલે ગમે ઘડીએ કોઈ ટ્રેડ ડિલ થવાની શકયતાને જોતાં કોઈ સુખદ આશ્ચર્ય ભારતીય શેર બજારોમાં આગામી દિવસોમાં તેજીના મોટા ફૂંફાળા બતાવી શકે છે. જેથી ગત સપ્તાહના અંતિમ દિવસોમાં શેર બજારોમાં જોવાયેલા મોટા કરેકશનને લઈ છેતરામણી ચાલમાં અટવાઈ ન જવાય એની પણ તકેદારી રાખવી રહી. હવે ૨૦૨૫ના અંતિમ બે મહિનામાં લોકલ ફંડોની સતત ખરીદી સાથે વિદેશી ફંડો જો અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડિલ થશે તો ફરી મોટાપાયે શેરોમાં ખરીદદાર બનવાના સંજોગોમાં અણધારી આક્રમક તેજી જોવાઈ શકે છે. વૈશ્વિક ડેવલપમેન્ટ સાથે સ્થાનિક પરિબળો વચ્ચે  આગામી નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૫૧૮૮ કુદાવતા  ૮૬૪૬૬ અને નિફટી સ્પોટ ૨૬૦૮૮ કુદાવતા ૨૬૪૭૭ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : L.G.BALAKRISHNAN & BROS LTD.

બીએસઈ (૫૦૦૨૫૦), એનએસઈ(LGBROSLTD) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, એલ.જી.બાલાક્રિષ્નન એન્ડ બ્રધર્સ લિમિટેડ(L.G.Balakrishnan Bros. Limited), ઓટોમોટિવ એપ્લિકેશન માટે ચેઈન, સ્પ્રોકેટ્સ અને મેટલ ફોર્મેડ પાર્ટસની પ્રમુખ મેન્યુફેકચરર છે. જેના વ્યવસાયિક સેગ્મેન્ટ્સમાં ટ્રાન્સમિશન, મેટલ ફોર્મિંગ અને અન્યનો સમાવેશ થાય છે.

પ્રોડક્ટસ સેગ્મેન્ટ :

(૧) ટ્રાન્સમિશન (૭૯ ટકા) : કંપની ચેઈન, સ્પ્રોકેટ્સ, ટેન્શનર્સ, બેલ્ટ અને બ્રેક શૂઝ ઓફર કરે છે.

(૨) મેટલ ફોર્મિંગ (૨૧ ટકા) : કંપની મેટલ ફોર્મિંગ પ્રોડક્ટસ ઓફર કરે છે, જેમાં  પ્રીસિઝન શીટ મેટલ પાર્ટસ માટે ફાઈન બ્લેન્કિંગ, મશીન્ડ કોમ્પોનન્ટસ અને ઈન્ટરનલ ઉપયોગ અને અન્ય ચેઈન મેન્યુફેકચરિંગ પ્લાન્ટ્સ, સ્પ્રિંગ સ્ટીલ સપ્લાયર્સ અને અમબ્રેલા મેન્યુફેકચરર માટે માટે વાયર ડ્રોઈંગ પ્રોડક્ટસનો સમાવેશ છે.

ભૌગોલિક વિભાજન નાણા વર્ષ ૨૦૨૪ : સ્થાનિક ૮૩ ટકા અને વિદેશોમાં ૧૭ ટકા : માર્કેટ લીડરશીપ : કંપની એક ટીયર-૧  સપ્લાયર છે અને ટુ-વ્હીલર ઓઈએમઝમાં બિઝનેસને સારો હિસ્સો ધરાવે છે. વેચાણ ફૂટપ્રિન્ટ : કંપની સમગ્ર ભારતમાં ૩૦થી વધુ સેલ્સ ઓફિસો ધરાવે છે. જે સેલ્સ અથવા અલાયન્સ થકી ૩૦થી વધુ દેશોમાં અસ્તિત્વ ધરાવે છે.

મૂડી ખર્ચ યોજનાઓ : કંપની પાસે નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૨૪૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૬માં રૂ.૨૦૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૭માં રૂ.૨૦૦ કરોડની મૂડી ખર્ચની યોજનાઓ છે. 

સ્ટ્રેટેજીક ફોક્સ  : કંપનીનો ઉદ્દેશ ઓટો કોમ્પોનન્ટ્સ ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવાનો છે, જેમાં નવા ઉત્પાદનો લોન્ચ કરીને અને ઉદ્યોગના અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવીને તેના પોર્ટફોલિયોને વિસ્તારવાનો છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ : 

(પેઈડ-અપ ઈક્વિટી રૂ.૨૫.૨૭ કરોડ)

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : ચોખ્ખી આવક રૂ.૨૪૭૯ કરોડ(અન્ય અસાધારણ આવક સિવાય) મેળવીને કુલ નફો ૧૪.૨૭ ટકા ગ્રોસ પ્રોફિટ માર્જિન-જીઆરએમ થકી રૂ.૩૬૮ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૧.૭૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૦૨ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૯૫.૪૪, બુક વેલ્યુ રૂ.૫૮૬ નોંધાવી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૫ : ચોખ્ખી આવક  ૧૫.૦૬ ટકા થકી રૂ.૬૫૭ કરોડ મેળવીને ગ્રોસ પ્રોફિટ માર્જિન-જીઆરએમ ૧૨.૬૩ ટકા થકી કુલ નફો ચાર ટકા વધીને રૂ.૮૩ કરોડ નોંધાવી, નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૨૦ ટકા થકી ચોખ્ખો નફો  ૩ ટકા વૃદ્વિએ રૂ.૬૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૧ હાંસલ કરી  છે.

(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : ચોખ્ખી આવક ૧૯.૦૬ ટકા વધીને રૂ.૭૮૭ કરોડ મેળવી ગ્રોસ પ્રોફિટ માર્જિન-જીઆરએમ ૧૫.૨૫ ટકા થકી કુલ નફો ૨૦ ટકા વધીને રૂ.૧૨૦ કરોડ નોંધાવી, નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૧.૯૫ ટકા થકી ચોખ્ખો નફો ૨૧ ટકા વધીને રૂ.૯૪ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૯.૩૬ નોંધાવી છે.

(૪) અપેક્ષિત બીજા છમાસિક ઓક્ટોબર ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત છમાસિક આવક રૂ.૧૬૩૫ કરોડ મેળવીને ગ્રોસ પ્રોફિટ માર્જિન-જીઆરએમ ૧૫.૭૫ ટકા થકી કુલ નફો રૂ.૨૫૮ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨.૩૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૦૧ કરોડ અપેક્ષિત છે.

(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૧૧૦ કરોડ મેળવી ગ્રોસ પ્રોફિટ માર્જિન-જીઆરએમ ૧૪.૮૩ ટકા થકી કુલ નફો રૂ.૪૬૧ કરોડ અને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૧.૬૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૬૨ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ પૂર્ણ વર્ષની આવક-ઈપીએસ રૂ.૧૧૪ અને બુક વેલ્યુ રૂ.૭૦૦ અપેક્ષિત છે.

શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ હોલ્ડિંગ ૩૫ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૩.૪૫ ટકા, એફઆઈઆઈઝ પાસે ૫.૮૫ ટકા, એચએનઆઈઝ અને અન્યો પાસે ૨૧ ટકા અને રિટેલ વ્યક્તિગત શેરધારકો પાસે ૨૪.૭૦ ટકા છે.

બોનસ ઈતિહાસ : સાત વખત બોનસ ઈસ્યુઓ થકી કુલ ઈક્વિટીમાં ૯૨.૬૮ ટકા બોનસ ઈક્વિટી : વર્ષ ૧૯૭૮માં ૧:૧ શેર, વર્ષ ૧૯૮૨માં ૧:૪ શેર, વર્ષ ૧૯૯૩માં ૧:૨ શેર, વર્ષ ૧૯૯૪માં ૧:૨ શેર અને વર્ષ ૨૦૦૩માં ૧:૧ શેર, વર્ષ ૨૦૧૪માં ૧:૧ શેર અને વર્ષ ૨૦૧૮માં ૧:૧ શેર બોનસ.

ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૧૫૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૬૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૮૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૨૦૦ ટકા

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) એલ.જી. બાલાક્રિષ્નન એન્ડ બ્રધર્સ લિમિટેડ, સાત બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૯૨.૬૮ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૧૧૪ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૭૦૦ સામે ટુ-વ્હીલર ઓટો એનસીલરી કંપનીનો રૂ.૧૦ પેઈડ-અપ શેર રૂ.૧૪૧૮ ભાવે ૧૨.૪૫ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…
Business

ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ, જાણો લેટેસ્ટ રેટ | Go…

June 23, 2026
આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …
Business

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …

June 23, 2026
નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…
Business

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

June 23, 2026
Next Post
રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં ગુજરાતના સૈન્ય જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા | Ten…

રાજસ્થાનમાં ચાલતી ટ્રેનમાં ગુજરાતના સૈન્ય જવાનની હત્યા, કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા | Ten...

જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા ...

સપ્ટેમ્બરમાં ફરવા માટે 5 બજેટ ફ્રેન્ડલી દેશ, ફુલ પૈસા વસૂલ હશે ટ્રિપ | budget friendly asian countries to visit in september

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | Heads…

પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | Heads…

1 year ago
ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો | dhadhelas talati caught with bribe

ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો | dhadhelas talati caught with bribe

6 months ago
ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશન માટે માની ગયા મમતા બેનર્જી, TMC તરફથી અભિષેક જશે વિદેશ | Operatio…

ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશન માટે માની ગયા મમતા બેનર્જી, TMC તરફથી અભિષેક જશે વિદેશ | Operatio…

1 year ago
પાગલ પ્રેમીએ બારીના કાચ તોડી ધમકી આપી | Ewe chon tong mi mwaken a atai ewe glass non ewe winto

પાગલ પ્રેમીએ બારીના કાચ તોડી ધમકી આપી | Ewe chon tong mi mwaken a atai ewe glass non ewe winto

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News