gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85777 ઉપર બંધ થતાં 86666 જોવાશે | Sensex to close at 85777 in new week sees …

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 85777 ઉપર બંધ થતાં 86666 જોવાશે | Sensex to close at 85777 in new week sees …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધવા લાગ્યું છે. રશીયા-યુક્રેન યુદ્વમાં ખુવાર થયેલા યુક્રેનને યુરોપીય યુનિયને રશીયાની ફ્રીઝ કરાયેલી એસેટ્સ સામે લોન આપવાના લીધેલા નિર્ણયે રશીયન પ્રમુખ પુતિન આકરા મિજાજમાં યુરોપને પ્રત્યાઘાત માટે તૈયાર રહેવાની આપેલી ચીમકી અને બીજી તરફ વેનેઝુએલામાં તખ્તા પલટા માટે અમેરિકાના યુદ્વની તૈયારીએ ફરી વૈશ્વિક માહોલ ડહોળાયો છે. વિશ્વને યુદ્વ મુક્ત કરવાનું મિશન બતાવનાર ટ્રમ્પ ખુદ યુદ્વમાં એક પછી એક દેશોને જોતરીને ટેરિફ બાદ યુદ્વનું શસ્ત્ર ઉગામ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલ પુરવઠા પર અસર પડવાની ભીતિએ ક્રુડ ઓઈલના ભાવ ફરી ઉકળ્યા છે. જ્યારે બીજી તરફ યુદ્વની સ્થિતિ વચ્ચે સોના-ચાંદીના ભાવો ઉછળવા સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર સપ્તાહના અંતે કડાકા બાદ ફરી ઝડપી રિકવર થતાં વૈશ્વિક બજારોમાં આગામી સપ્તાહમાં સોમવારથી મોટી ઉથલપાથલ થવાની શકયતા રહેશે. અલબત કેલેન્ડર વર્ષ ૨૦૨૫ પૂરું થવામાં છે ત્યારે આગામી અઠવાડિયે ૨૫, ડિસેમ્બરના ગુરૂવારે ક્રિસમસને નિમિતે શેર બજારો બંધ રહેનાર હોવા સાથે હોલી-ડે મૂડમાં બજાર આવી જશે.  પરંતુ વિદેશી ફંડોની ઓછી હાજરી વચ્ચે લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારો અને મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો બજારમાં છેલ્લી ઘડીની પોર્ટફોલિયો રિસફલિંગ સાથે વેલ્યુએશનનું સ્ટોક સ્પેસિફિક તેજીનું તોફાન મચાવી શકે છે. જે સંજોગોમાં આગામી ચાર ટ્રેડિંગ દિવસના નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૫૭૭૭  ઉપર બંધ આવતાં ૮૬૬૬૬ અને નિફટી સ્પોટ ૨૬૨૬૬ ઉપર બંધ આવતાં ૨૬૫૫૫ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : VEEDOL CORPORATION LTD.

બીએસઈ (૫૯૦૦૦૫), એનએસઈ (VEEDOL) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, વીડોલ કોર્પોરેેશન  લિમિટેડ(VEEDOL CORPORATION LIMITED), (અગાઉ ટાઈડ વોટર ઓઈલ કંપની (ઈન્ડિયા) લિમિટેડ), વીડોલ બ્રાન્ડ માલિકી ધરાવતી, વિશ્વભરના ૭૦થી વધુ દેશોમાં ક્વોલિટી લુબ્રિકન્ટસના અગ્રણી ઉત્પાદક અને માર્કેટિંગ કરે છે. કંપની ભારતમાં ૧૯૨૮થી ઓટોમોટીવ અને ઈન્ડસ્ટ્રીયલ બન્ને ક્ષેત્રોને સર્વિસ આપી રહી છે. કંપની તેના  વ્યાપક વિતરણ નેટવર્ક દ્વારા સમગ્ર ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. જેમાં ૫૦ ડિસ્ટ્રીબ્યુટરો અનને ૬૫૦થી વધુ ડાયરેક્ટ ડિલરો છે, જે ૫૦,૦૦૦થી વધુ રિટેલ આઉટલેટ્સને સર્વિસ  આપે છે. વીડોલ ઉત્પાદનોની શ્રેણીમાં પેસેન્જર કાર, ટુ-થ્રી વ્હીલર, હેવી કમર્શિયલ વ્હીકલ્સ, ઓફ-હાઈવેે વાહનો, બસો અને ટ્રેકટર માટે હાઈ-પર્ફોમન્સ એન્જિન ઓઈલનો સમાવેશ થાય છે. જેમાં તમામ ઓટોમોટીવ એપ્લિકેશન્સ માટે ગીયર ઓઈલ, ટ્રાન્સમિશન ઓઈલ, કુલન્ટ્સ, બ્રેક ઓઈલ અને ગ્રીસ તેમ જ વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ માટે ઈન્ડસ્ટ્રીયલ અને સ્પેશ્યાલિટી લુબ્રિકન્ટસની વિશાળ શ્રેણી પણ છે.

વર્ષ ૨૦૧૧માં વીડોલ કોર્પોરેશન લિમિટેડે બીપી પીએલસી પાસેથી વીડોલ ઈન્ટરનેશનલ લિમિટેડ (વીઆઈએલ)ના ૧૦૦ ટકા શેર હોલ્ડિંગને હસ્તગત કર્યું હતું. વીઆઈએલલ એડિનબર્ગ, યુકેમાં રજીસ્ટર્ડ છે અને માસ્ટર બ્રાન્ડ-વીડોલ તેમ જ તેની સંલગ્ન પ્રોડક્ટ સબ-બ્રાન્ડ્સ અને આઈકોનિક લોગો મમાટે રજીસ્ટર્ડ ટ્રેડમાર્કસના વિશાળ પોર્ટફોલિયો માટે વૈશ્વિક અધિકારો ધરાવે છે. વર્ષ ૨૦૧૪માં વીડોલ કોર્પોરેશન લિમિટેડ (અગાઉ ટાઈડ વોટર ઓઈલ કંપની ઈન્ડિયા લિ.) એ જાપાનમાં સૌથી મોટા પેટ્રોલિયમ ઉદ્યોગ ગુ્રપ ENEOS કોર્પોરેેશન સાથે ૫૦:૫૦ ટકા હિસ્સે સંયુક્ત સાહસ કંપનીની રચના કરી હતી. ઈનેઅસ ટાઈડ વોટર લુબ્રિકન્ટસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, ENEOS  બ્રાન્ડસના લુબ્રિકન્ટ્સના વેચાણ અને માર્કેટીંગ માટે જવાબદાર છે. ભારતમાં ઉચ્ચ ટેકનોલોજી ધરાવતા ઈનેઅસ ઉત્પાદનોનું ઉત્પાદન વીડોલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવે છે, જે સંયુક્ત સાહસને તેના છેલ્લા માઈલ વિતરણમાં ટેકો આપે છે. આ સંયુક્ત સાહસ હોન્ડા મોટર્સ એન્ડ સ્કૂટર્સ, હોન્ડા કાર્સ, હીરો મોટોકોર્પ, કુબોટા, યામાહા અને કોબેલ્કો જેવા જાણીતા ઓઈએમ સાથે સહ-બ્રાન્ડેડ અને ઓરિજનલ ઓઈલ સપ્લાય માટે વ્યાપકસ્તરે કામ કરેે છે.

વીડોલના મુખ્ય પાસાં :

પ્રોડક્ટ રેન્જ : એન્જિન ઓઈલ (કાર, બાઈક, એચસીવી, ટ્રેકટર માટે), ગિયર ઓઈલ, ટ્રાન્સમિશન ફ્લુઈડ્સ, કુલન્ટસ, ગ્રીસ અને ઈન્ડસ્ટ્રીયલ લુબ્રિકન્ટસ જેમ  કે હાઈડ્રોલિક ઓઈલ, ટર્બાઈન ઓઈલ અને સ્પેશ્યાલિટી ઓઈલ ઓફર કરે છે.

એસોસીયેટ અને સબસીડિયરી કંપનીઓ : વીડોલ ઈન્ટરનેશનલ ડીએમસીસી, વીડોલ ડયુશલેન્ડ જીએમબીએચ, વીડોલ ઈન્ટરનેશનલ લિમિટેડ, ગ્રાનવિલે ઓઈલ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ENEOS ટાઈડ વોટર લુબ્રિકન્ટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વીડોલ યુકે લિમિટેડ છે.

સંયુક્સ સાહસ : કંપની અને JXTGનિપ્પોન ઓઈલ એન્ડ એનજીૅ કોર્પોરેશન (અગાઉ જેએક્સ નિપ્પોન ઓઈલ એન્ડ એનજીૅ કોર્પોરેશન) , જાપાન, ૫૦:૫૦ ટકા હિસ્સો ધરાવે છે અને ભારતમાં ENEOS  બ્રાન્ડના ઉત્પાદનોનું માર્કેટીંગ કરવાનું ચાલુ રાખ્યું છે. કંપની ENEOS બ્રાન્ડ હેઠળ ઉત્પાદનોના ઉત્પાદન, માર્કેટીંગ અને વેચાણ માટે જવાબદાર છે.

વીડોલ એન્જિન ઓઈલ યુરોપ માટેે મુખ્ય ઓઈએમ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં સામેલ છે : મર્સિડીઝ બેન્ઝ, ફોક્સવેગન, બીએમડબલ્યુ, માન, મેક, વોલ્વો, રેનો, એમટીયુ અનને પોર્શ.

મેન્યુફેકચરીંગ સવલતો : કંપની પાસે ભારતમાં ફરીદાબાદ, રામકૃષ્ણપુર, તુર્ભે, સિલવાસા અને ઓરાગડમમાં પાંચ મેન્યુફેકચરીંગ સવલતો છે. જેની કુલ ક્ષમતા લુબ્રિકન્ટ્સ માટે વાર્ષિક ૧,૦૫,૦૦૦ કિલો લીટર અને ગ્રીસ માટે વાર્ષિક ૬૧૬૦ ટન છે. કંપની પાસે બે ઈન-હાઉસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરો છે. કંપની ભારતની બહાર સીધું ઉત્પાદન કરતી નથી, પરંતુ ગ્રાનવિલે ઓઈલ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, કંપની એક સ્ટેપ-ડાઉન સબસીડિયયરી, યુ.કે.ના રોધરહામમાં ઉત્પાદન સુવિધા ધરાવે છે.

પ્રમોટર્સ દરેક નાણાકીય વર્ષમાં પોતાનો હિસ્સો વધારી રહ્યા છે. છેલ્લા ૨૪ મહિનામાં ૫૭.૨૯ ટકાથી ૭.૨૯ ટકા હોલ્ડિંગ વધારીને ૬૪.૫૮ ટકા કર્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ના ત્રીજા ત્રિમાસિકમાં સેબીની માર્ગદર્શિકા મુજબ પાંચ ટકાનો પૂર્ણ વધારો કર્યો છે, એટલે કે ૫૭.૨૮ ટકાથી ૬૨.૨૭ ટકા, વર્ષ ૨૦૨૪-૨૫માં ૬૨.૨૭ ટકાથી બે ટકા વધીને ૬૪.૨૯ ટકા, વર્ષ ૨૦૨૫-૨૬ના ચાલુ નાણાકીય વર્ષમાં પ્રમોટરનો હિસ્સો ૬૪.૨૯ ટકાથી વધારીને ૬૪.૫૮ ટકા થયો છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : કુલ આવક રૂ.૧૯૭૦ કરોડ મેળવીને કરવેરા પૂર્વે નફો રૂ.૨૦૮ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮.૫૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૬૯ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૯૯.૨૯ હાંસલ કરી છે.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૫ : કુલ આવક  ૭.૩૦  ટકા વૃદ્વિએ રૂ.૫૧૪ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૨૮ ટકા વધીને રૂ.૬૪ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૭૩ ટકા થકી ચોખ્ખો નફો ૩૫ ટકા વધીને રૂ.૫૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૯.૨૩ હાંસલ કરી છે.

(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : કુલ આવક ૬.૯૩ ટકા વધીને રૂ.૫૦૯ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૨૦ ટકા વધીને રૂ.૫૫ કરોડ અને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮.૦૫ ટકા થકી ચોખ્ખો નફો ૧૮.૩૨ ટકા વધીને રૂ.૪૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૪.૦૯ હાંસલ કરી છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત કુલ આવક  રૂ.૨૧૧૦  કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૩૪ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮.૯૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૮૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૦૮ અપેક્ષિત   છે.

(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬ થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત કુલ આવક રૂ.૨૩૨૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૬૦  કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૦૯ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૨૦   અપેક્ષિત છે.

(૬) શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ ૬૪.૫૮ ટકા, ઈન્સ્યોરન્સ કંપનીઓ ૧.૧૭ ટકા, એફઆઈઆઈઝ પાસે ૧.૩૭ ટકા, એચએનઆઈ અને અન્યો પાસે ૬.૩૧ ટકા તેમ જ રિટેલ રોકાણકારો પાસે ૨૬.૫૭ ટકા છે.

(૭) ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૦-૨૧માં ૬૦૦૦ ટકા, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૭૫૦ ટકા, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૧૦૦ ટકા, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૦૦ ટકા, વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૭૦૦ ટકા

(૮) બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૩૯૩, માર્ચ ૨૦૨૪ના રૂ.૪૦૯, માર્ચ ૨૦૨૫ના રૂ.૪૩૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૫૩૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૬૫૮

(૯) બોનસ ઈસ્યુઓ :  વર્ષ ૧૯૮૦માં ૧:૧, વર્ષ ૧૯૯૩માં ૧:૧, વર્ષ ૨૦૧૬માં ૧:૧, વર્ષ ૨૦૨૧માં ૧:૧ શેર બોનસ.

(૧૦)  શેર વિભાજન-સ્પિલ્ટ : વર્ષ ૨૦૧૪-૧૫માં રૂ.૧૦થી રૂ.૫ અને વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૫ થી રૂ.૨ પેઈડ-અપ.

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) વીડોલ કોર્પોરેશન લિમિટેડ (જૂનું નામ ટાઈડ વોટર ઓઈલ), ચાર બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૯૧ ટકા બોનસ ઈક્વિટી, ચોખ્ખા નફાના ૭૮ ટકા ડિવિડન્ડ પે-આઉટ કરતી, છેલ્લા ૨૪ મહિનામાં પ્રમોટરોએ ૭.૩૦ ટકા હોલ્ડિંગ વધારનાર, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૧૨૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૫૮ સામે શેર રૂ.૧૬૪૪ ભાવે, ઉદ્યોગના સરેરાશ ૨૮ના પી/ઈ સામે ૧૩.૭૦ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…
Business

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…

February 5, 2026
સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…
Business

સોના-ચાંદીમાં ઉથલપાથલ વચ્ચે ક્રિપ્ટોમાર્કેટમાં કડાકો: નવેમ્બર પછી પહેલીવાર બિટકોઇન 70 હજાર ડોલરની ની…

February 5, 2026
Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…
Business

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…

February 5, 2026
Next Post
થાનના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા – 2 કૂવા ઝડપાયા | Authorities raid coal mining in Songadh …

થાનના સોનગઢમાં કોલસા ખનન પર તંત્રના દરોડા - 2 કૂવા ઝડપાયા | Authorities raid coal mining in Songadh ...

લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns in Limbdi Taluka Panchayat office

લીંબડી તાલુકા પંચાયત કચેરીમાં ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns in Limbdi Taluka Panchayat office

માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત – 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h…

માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત - 2 ગાડી, પીકઅપ અથડાયું | Triple accident on Mandal Viramgam h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દીકરાની ચાહતમાં જનેતાએ જ 6 વર્ષની બાળકીની કરી હત્યા, દીકરી હિન્દી બોલે એટલે વધુ અકળાતી હતી | Mother …

દીકરાની ચાહતમાં જનેતાએ જ 6 વર્ષની બાળકીની કરી હત્યા, દીકરી હિન્દી બોલે એટલે વધુ અકળાતી હતી | Mother …

1 month ago
૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગની કામગીરી બંધ કરી દેવા માગણી | Demand to stop recarpeting work on 12 ove…

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગની કામગીરી બંધ કરી દેવા માગણી | Demand to stop recarpeting work on 12 ove…

10 months ago
જામનગરમાં બે કોલેજીયન વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થયા બાદ એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો : પોલીસ ફરિયાદ |…

જામનગરમાં બે કોલેજીયન વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થયા બાદ એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો : પોલીસ ફરિયાદ |…

6 months ago
સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન | Suspiciou…

સુરતમાં BLOનું શંકાસ્પદ મોત: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન | Suspiciou…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News