gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારી શક્તિના નારા વચ્ચે ગુજરાતમાં દીકરીઓ જ અસુરક્ષિત, દહેજને કારણે 125નો ભોગ લેવાયો | Domestic Viole…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
નારી શક્તિના નારા વચ્ચે ગુજરાતમાં દીકરીઓ જ અસુરક્ષિત, દહેજને કારણે 125નો ભોગ લેવાયો | Domestic Viole…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Domestic Violence in Gujarat: એક તરફ, નારી શક્તિ- મહિલા સશક્તિકરણના મોટા મોટા હોર્ડિંગ્સ ચમકી રહ્યાં છે ત્યારે બીજી તરફ, ગુજરાતમાં ઘરની ચાર દીવાલો વચ્ચે ભયાનક વાસ્તવિકતા આકાર લઈ રહી છે. રાજકીય મંચ પરથી તો ગર્જના કરવામાં આવે છે કે, ગુજરાતમાં મહિલાઓએ અડધી રાત્રે પણ ફરી શકે છે પરંતુ કડવી હકીકત એ છે કે, રાજ્યમાં ઘરેલું હિંસાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દહેજના રાક્ષસે તો 125 દીકરીઓને જીવનલીલા સંકેલી લેવા મજબૂર બનાવી છે. એટલું જ નહીં, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના મતે, વર્ષ 2024માં જ દહેજના મામલે 16 યુવતીઓ મોતને ભેટી હતી.

‘સુરક્ષિત ગુજરાત’ના દાવા વચ્ચે નરકાગાર જેવી સ્થિતિ

ગુજરાત ‘સુરક્ષિત’ રાજ્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પણ વર્ષ 2025માં જ 67,000થી વધુ મહિલાઓએ પોતાના જ ઘરમાં નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2023ની સરખામણીએ 2024માં મહિલાઓ સામેના ગુનામાં 33%નો તોતિંગ વધારો થયો, જે ટ્રેન્ડ 2025માં પણ યથાવત રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે ગુનેગારોમાં કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી.

ઘરના આંગણે જ રોજ 2026 મહિલાઓ વેઠે છે શારીરિક-માનસિક ત્રાસ

મેગા સિટી અને સ્માર્ટ સિટી અમદાવાદની વાત કરીએ તો, વર્ષ 2024થી શરૂ કરીને 2026ના પ્રારંભિક મહિનાઓ સુધીમાં જ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલું હિંસાના 10,000થી વધુ કેસો નોંધાયા છે. સ્માર્ટ સિટીના આ આંકડા સાબિત કરે છે કે ભૌતિક વિકાસથી માનસિકતા બદલાતી નથી. ગુજરાતમાં લગ્ન સહિત અન્ય ઇરાદે 486 યુવતીઓનું અપહરણ કરાયું હતું. આ ઉપરાંત રોજ 2026 મહિલાઓ પોતાના પરિવારજનોના હાથે જ શારીરિક કે માનસિક ત્રાસ વેઠે છે. તેમાંય દહેજ પણ મુખ્ય કારણ બની રહ્યું છે. 

દહેજની લાલચે છેલ્લા એક વર્ષમાં 16 દીકરીઓનો ભોગ લીધો

આ કારણોસર પતિ અત્યાચારના કેસો પણ દિવસ દિવસે વધી રહ્યાં છે. પોલીસ ચોપડે પતિ અત્યાચારના કુલ 1926 કેસો નોંધાયા છે. આ ઉપરાંત દહેજની માંગણીને લીધે જ છેલ્લાં એકાદ વર્ષમાં 16 દીકરીઓએ જાન ગુમાવવી પડી છે. ‘ઘરેલું હિંસા અધિનિયમ-2005’ હેઠળ માત્ર મારપીટ જ નહીં, પણ શાબ્દિક અપમાન, માનસિક ત્રાસ અને આર્થિક શોષણને પણ ગુનો ગણવામાં આવ્યો છે. પરંતુ સરકારની ઇચ્છાશક્તિના અભાવે કાયદો કાગળ પરનો વાઘ બનીને રહી ગયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં નવી હોસ્ટેલ બનાવવાનો સરકારનો નિર્ણય, પીડિતોએ કહ્યું – સ્મારક બનાવો

નારી શક્તિના નામે મસમોટા સંમેલનો અને ધૂમ માર્કેટિંગ

સરકાર જે ‘181 અભયમ’ હેલ્પલાઇનની સિદ્ધિઓના ગુણગાન ગાય છે, તેના પર વર્ષ 2025માં 1.68 લાખથી વધુ કોલ્સ આવ્યા જેમાં 40% કોલ્સ તો માત્ર ઘરેલું હિંસાના હતા. હેલ્પલાઇન કાર્યરત હોવી સારી બાબત છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં કોલ્સ આવવા એ જ સાબિતી છે કે સમાજમાં હિંસાનું પ્રમાણ બેકાબૂ બન્યું છે.

શાસક પક્ષના નેતાઓ મહિલા સશક્તિકરણ અને ‘નારી શક્તિ’ના નામે મસમોટા સંમેલનો યોજીને ધૂમ માર્કેટિંગ કરે છે પણ ગુજરાતના કલંકરૂપ યુવતી-મહિલાઓના અત્યાચારના આંકડાઓને લઈને એક હરફ ઉચ્ચારવા તૈયાર નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ…

અમદાવાદમાં હનીટ્રેપ! વોટ્સએપ પર ફ્રેન્ડશિપ બાદ યુવતીએ મળવા બોલાવ્યો, પતિએ મિત્ર સાથે મળી યુવકને ચપ્પ...

અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં નવી હોસ્ટેલ બનાવવાનો સરકારનો નિર્ણય, પીડિતોએ કહ્યું – સ્મારક…

અમદાવાદમાં જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં નવી હોસ્ટેલ બનાવવાનો સરકારનો નિર્ણય, પીડિતોએ કહ્યું - સ્મારક...

નારી ચોકડી પાસેથી કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with a q…

નારી ચોકડી પાસેથી કોડેઇન યુક્ત કફ સીરપની બોટલના જથ્થા સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with a q...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

અખાત્રીજે પવન વાયવ્યથી અગ્નિ દિશામાં જતાં સારા વરસાદનું અનુમાન | Good rains are expected on Akhatriy…

6 months ago
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી…

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી…

1 year ago
વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri…

વીજ કંપનીએ 67 લાખની વીજ ચોરી-ગેરરીતિ ઝડપી, યાકુતપુરામાં ચેકિંગ રોકવાનો પ્રયાસ | mgvcl caught electri…

10 months ago
વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા | stampe…

વડોદરામાં કાલીબાગની રાત્રી બજારમાં વેપારીઓ વચ્ચે ઝઘડાબાદ ખુરશી ઉછળતા નાસભાગ મચી, ચાર પકડાયા | stampe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News