gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાનો ભરડો : 21 કેસ મળતા તંત્રની દોડધામ | Lotus outbreak in Changa vil…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાનો ભરડો : 21 કેસ મળતા તંત્રની દોડધામ | Lotus outbreak in Changa vil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગામની 7,278 પૈકી 1,228 વસ્તી અસરગ્રસ્ત વિસ્તારમાં

વ્હોરવાડ, માતરિયું ફળિયું, જનતા કોલોની સહિતના વિસ્તારમાં આરોગ્ય વિભાગની ૯ ટીમો કામે લાગી : પાણીની પાઈપ લાઈનમાં મળેલા ૧૧ પૈકી હજુ ૪ લિકેજ રિપેર કરવાના બાકી

આણંદ: પેટલાદના ચાંગા ગામમાં કમળાના ૨૧ કેસ મળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ૭,૨૭૮ની વસતી ધરાવતા ચાંગા ગામમાં વ્હોરવાડ, માતરિયું ફળિયું, જનતા કોલોની સહિતના વિસ્તારમાં ૧,૨૨૮ લોકો અસરગ્રસ્ત વિસ્તારમાં છે. ત્યારે તંત્રની ૯ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો છે. ક્લોરિન ટેબલેટ અને ઓઆરએસનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે પાણીની પાઈપ લાઈનમાંથી મળેલા ૧૧ પૈકી હજૂ ૪ લિકેજ રિપેર કરવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.

પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં કમળાના રોગચાળાએ પગપેસારો કર્યો છે. ત્યારે જિલ્લા આરઆરટી ટીમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આણંદ એપેડેમિક મેડિકલ ઓફિસર તથા પેટલાદ તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમો દોડતી થઈ છે. આજે ચાંગાના અસરગ્રસ્ત વિસ્તાર વ્હોરવાડ, માતરીયું ફળિયું, જનતા કોલોની વિગેરે સ્થળોએ મુલાકાત લઈ ચાંગા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્યની ટીમોને રોગચાળો અટકાવવા તેમજ પીવાના પાણીની પાઈપલાઈન લિકેજ તાત્કાલિક રિપેર કરવા ગ્રામ પંચાયતને સૂચના અપાઈ હતી. પેટલાદ તાલુકાના ચાંગા ગામમાં ૭૨૭૮ની વસ્તી છે. જે પૈકી કમળાના રોગચાળા અંતર્ગત ૧,૨૨૮ અસરગ્રસ્ત વસ્તી છે. 

ત્યારે ચાંગા ગામમાં બે મેડિકલ ઓફિસર, ૨૪ પેરા મેડિકલ સ્ટાફ સહિત ૯ ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો હતો. ચાંગા ગામના વ્હોરવાડ, માતરીયુ ફળિયું, જનતા કોલોની જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આજે ૨૧ કમળાના કેસ મળી આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ટીમો દ્વારા ૧૫૫૨ ક્લોરીન ટેબલેટ અને ૩૯ ઓઆરએસ પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.  ગામમાંથી પાણીના પાઈપ લાઈનમાં ૧૧ લિકેજ મળી આવ્યા હતા જેમાંથી ૭ લિકેજ રિપેર કરી હજુ ૪ લિકેજ બાકી હોવાનું જાણવા મળ્યું છે. 

કમળાના રોગચાળા દરમ્યાન કમળાના લક્ષણો દેખાય તો તરત જ ર્ડાક્ટરનો સંપર્ક કરી રોગનું નિદાન કરાવી સારવાર શરૂ કરવા, શરીરને આરામ આપવો જરૂરી હોવાથી વધારે પડતી શારીરિક પ્રવૃત્તિ ટાળવી, શરીરમાંથી ઝેરી તત્વો દુર થાય તે માટે પુષ્કળ પાણી પીવું, પાચનક્રિયા ઉપર ઓછો ભાર આવે તેવો ખોરાક, બાફેલા શાકભાજી, ફળો અને સુપ આરોગવા, ખોરાક હંમેશા ગરમ અને તાજો ખાવો, બહારનો વાસી ખોરાક ન ખાવા અને હાથ ધોવા તેમજ સ્વચ્છ પાણી પીવા ઉપરાંત ઉકાળેલું પાણી પીવા સહિત ઘરની આસપાસ સફાઈ રાખવા તંત્ર દ્વારા જણાવાયું છે. 

જાતે કોઈપણ પ્રકારનો ઈલાજ ન કરવા, તૈલી અને મસાલેદાર ખોરાક ટાળવા, દારૂ અને ધૂમ્રપાન ન કરવા, જાહેર સ્થળોએ ભીડમાં ન જવા અને વારંવાર મુસાફરી કરવાનું ટાળવા તાકીદ કરાઈ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …
GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

March 24, 2026
14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…
GUJARAT

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

March 24, 2026
Next Post
ધોળકા પાલિકા તંત્રે પોલિસ બંદોબસ્ત સાથે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમનાં જાહેર માર્ગ ઉપરના દબાણો તોડી પાડ…

ધોળકા પાલિકા તંત્રે પોલિસ બંદોબસ્ત સાથે જુના બસ સ્ટેન્ડ વિસ્તારમનાં જાહેર માર્ગ ઉપરના દબાણો તોડી પાડ...

જેતપુરમાં ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો | A young man frightened by threats f…

જેતપુરમાં ત્રણ શખ્સોની ધમકીથી ડરી ગયેલા યુવાને ઝેરી પાઉડર પીધો | A young man frightened by threats f...

ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે | Redy to Eat Food during fasting month can pos…

ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે | Redy to Eat Food during fasting month can pos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરુણીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

4 months ago
ગુજરાતમાં SIR ની 74% કામગીરી પૂર્ણ, 24.23 લાખ મતદારોના નામ રદ કરાયાનો ચૂંટણી પંચનો દાવો | Gujarat SI…

ગુજરાતમાં SIR ની 74% કામગીરી પૂર્ણ, 24.23 લાખ મતદારોના નામ રદ કરાયાનો ચૂંટણી પંચનો દાવો | Gujarat SI…

4 months ago
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ…

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ…

3 months ago
ગ્રે માર્કેટમાં NSEના શેરનો ભાવ વિક્રમી ટોચે, માર્કેટ કેપની દ્રષ્ટિએ 11મા ક્રમે | NSE share price hi…

ગ્રે માર્કેટમાં NSEના શેરનો ભાવ વિક્રમી ટોચે, માર્કેટ કેપની દ્રષ્ટિએ 11મા ક્રમે | NSE share price hi…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News