gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in GUJARAT
0 0
0
પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Woman PSI Sonal Rathod Assault Gopalbhai Darji : શહેરમાં સામાન્ય બાબતમાં એક પ્રજ્ઞાચક્ષુ આધેડને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને બેરહેમીથી માર મારવાની બનેલી શરમજનક ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાના એક દિવસ બાદ યુનિવર્સિટી પોલીસ પીડિતના ઘરે પહોંચી હતી. જોકે, પીડિત આધેડને ન્યાય આપવા આવેલી પોલીસની ભૂમિકા બદલાતા હવે આખી કાર્યવાહી સામે અનેક આશંકાઓ અને સવાલો સેવવામાં આવી રહ્યા છે.

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PIનું નિવેદન બદલાયું:

મળતી માહિતી મુજબ, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI જ્યારે પીડિત પ્રજ્ઞાચક્ષુ આધેડના ઘરે પહોંચ્યા, ત્યારે તેમણે મીડિયા કે સ્થાનિકો સમક્ષ પહેલા એવું જણાવ્યું હતું કે, “આધેડને માર મારનાર ચાંગોદરના મહિલા PSI સામે અમે ગુનો/ફરિયાદ નોંધવા માટે અહીં આવ્યા છીએ.” પરંતુ, બાદમાં  તેમણે જણાવ્યું કે, “અમે અત્યારે માત્ર પીડિતનું નિવેદન લીધું છે અને હવે પીડિત આવતીકાલે ફરિયાદ નોંધાવવા માટે જાતે પોલીસ સ્ટેશન આવશે.”

મામલો શું હતો? 

એક દિવસ પહેલા પડીકું તોડનારા બાળકને સામાન્ય ટપલી મારનારા એક પ્રજ્ઞાચક્ષુ આધેડને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી PSI સોનલ રાઠોડે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવીને પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોર માર માર્યો. જેમાં પીડિત વ્યક્તિને આંખમાં ગંભીર રીતે મારતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. જેના બીજા દિવસે મહિલા PSIએ આ બાબત મીડિયામાં પ્રકાશિત થયા બાદ ભીનું સંકેલવા અને રેલો આવતા સમાધાન કરવા માટે ધમપછાડા કર્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને 24 કલાકથી વધુ સમય થયો છતાં પીડિત પ્રજ્ઞાચક્ષુની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી નહોતી. પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ એક દિવસ પહેલા તેમના ગલ્લે એક બાળકે પેકેટ તોડી રહ્યો હોવાની આશંકા રાખીને ટપલી મારી હોવાથી તેમને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે 7 કલાકથી વધુ સમય બેસાડી રાખવામાં આવ્યા હતા. આ પછી પોલીસ સ્ટેશનમાં જ આ અરજી અંગે સમાધાન કરવા બાળકની માતા પોલીસ સ્ટેશન આવી રહી હોવાનું કહીને રાહ જોવડાવવામાં આવી હતી.

ઘટનાના દિવસે કલાકો વિત્યા બાદ ચાંગોદરમાં ફરજ બજાવતી મહિલા PSI સોનલ રાઠોડે સાંજે આવીને કહ્યુ કે, ‘ક્યાં છે મારા છોકરાને મારનાર’, અને પ્રજ્ઞાચક્ષુને લાતો, લાફા અને લાકડીના ફટકા માર્યા હતા.  આ પછી આધેડને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે તેમણે હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ મહિલા PSI માફી માગવાના બહાને સમાધાન કરવા તેમના ઘરે આવી હતી, અને પોતે આવું કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. એ પછી ત્યાં ગુજરાત સમાચારની ટીમે તેમને સવાલ કરતા ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. 

વેજલપુર પોલીસના કોન્સ્ટેબલે ફરજ પડતી મુકી સમાધાન કરવામાં રસ લીધો

મહિલા PSI સોનલ રાઠોડ પોતે વાંક ગુનામાં હોવાથી તેણે સમાધાન કરવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં પહેલા તેણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં કેદી જાપ્તાની ફરજ બજાવતા કૃણાલ નામના એક કોન્સ્ટેબલને પ્રજ્ઞાચક્ષુ આધેડના ઘરે મોકલ્યા હતા. અને પોતે બહાર ઊભી હતી. જ્યારે પ્રજ્ઞાચક્ષુ ઘરે આવ્યા ત્યારે તે મહિલા PSI પણ પીડિતના ઘરે આવી હતી, અને સમાધાનની વાત કહેતી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસને જુગારની  બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો
GUJARAT

પોલીસને જુગારની બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો

June 3, 2026
ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસ બાંગ્લાદેશીઓ માટે સર્ચ, 200માંથી 7 શંકાસ્પદ જણાયા | Vadodara Polic…
GUJARAT

ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસ બાંગ્લાદેશીઓ માટે સર્ચ, 200માંથી 7 શંકાસ્પદ જણાયા | Vadodara Polic…

June 3, 2026
સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર…
GUJARAT

સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર…

June 3, 2026
Next Post
ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસ બાંગ્લાદેશીઓ માટે સર્ચ, 200માંથી 7 શંકાસ્પદ જણાયા | Vadodara Polic…

ગૃહ વિભાગના આદેશ બાદ વડોદરા પોલીસ બાંગ્લાદેશીઓ માટે સર્ચ, 200માંથી 7 શંકાસ્પદ જણાયા | Vadodara Polic...

પોલીસને જુગારની  બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો

પોલીસને જુગારની બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના શિક્ષક સુનિલ પટેલે સાઇકલિંગમાં બનાવ્યો ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ | Vadodara teacher Sunil Pa…

વડોદરાના શિક્ષક સુનિલ પટેલે સાઇકલિંગમાં બનાવ્યો ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ | Vadodara teacher Sunil Pa…

2 months ago
સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after crashing into electri…

સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after crashing into electri…

6 months ago
ભુજ: જદુરામાં પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદ, નજરે જોનાર દીકરી કૉર્ટમાં ફરી ગઈ, પૂરાવાના આધારે…

ભુજ: જદુરામાં પત્નીની હત્યા કેસમાં પતિને આજીવન કેદ, નજરે જોનાર દીકરી કૉર્ટમાં ફરી ગઈ, પૂરાવાના આધારે…

4 months ago
વડોદરામાં યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે બીભત્સ ચેનચાળા કરનાર બાઈક સવાર પકડાયો | Biker caught doi…

વડોદરામાં યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે બીભત્સ ચેનચાળા કરનાર બાઈક સવાર પકડાયો | Biker caught doi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News