gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2026
in GUJARAT
0 0
0
પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની મંજૂરી આપવા માટે તેમજ જિલ્લાના ભાવિ વિકાસનો રોડમેપ તૈયાર કરવા માટે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી.

જિલ્લામાં પ્રગતિમાં રહેલા અને આગામી સમયમાં હાથ ધરાનાર વિકાસકાર્યો માટે જરૂરી ફંડ ઉપલબ્ધ થાય અને વિકાસકાર્યોની ગતિ તેજ બને તે માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.

શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા અને જિલ્લા કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં વિવિધ આયોજન હેઠળ રહેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લાના ધારાસભ્યો અને મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં તાલુકા આયોજન સમિતિના રુ.૯.૨૨ કરોડના ૩૫૨ કામો અને નગરપાલિકાના રૂ. ૩.૩૩ કરોડના ૩૩ કામો મંજૂર કરવામાં આવ્યા હતાં.

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ ગ્રાન્ટની મર્યાદામાં વહીવટી મંજૂરી સમયસર મળી જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું તેમજ માર્ગદર્શિકા સાથે સુસંગત હોય તેવા તાલુકા-જિલ્લાકક્ષાના કામો અને વિવિધ ગ્રાન્ટ અને જોગવાઈઓ હેઠળ અગાઉ મંજૂર થયેલ પૈકી પ્રગતિ હેઠળના કામો અને શરૂ ન થયેલા કામો સત્વરે પૂર્ણ થાય તે અંગે ઉપયોગી માર્ગદર્શન કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લાના વિકાસલક્ષી કામો અંતર્ગત ૧૫% વિવેકાધિન અ.જા.પે.યો. જોગવાઈ અંતર્ગત રૂ.૧૯ લાખ, ૧૫% વિવેકાધિન સામાન્ય જોગવાઈ અંતર્ગત તાલાલા તાલુકાની રુ. ૧.૩૭ કરોડ, સૂત્રાપાડા તાલુકાની રૂ. ૧.૩૦ કરોડ, ઉના તાલુકાની રૂ.૧.૭૮ કરોડ, ગીરગઢડા તાલુકાના રુ.૧.૮૨ કરોડના વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં.

વધુમાં, ખાસ પ્લાન યોજના અંતર્ગત વેરાવળ, સૂત્રાપાડા, ઉના અને તાલાલાના રૂ. ૨૦ લાખના કામો અને MPLADS અંતર્ગત અમલીકરણ જિલ્લા તરીકે ગીર સોમનાથમાં ૨૬૫ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત ૧૭૯ કામ પૂર્ણ થયા છે અને ૫૩ કામ પ્રગતિ હેઠળ છે.

આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત સર્વે જનપ્રતિનિધિશ્રીઓએ મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના વિવિધ નાગરિકલક્ષી કામો પરત્વે સૂચનો કર્યા હતાં. જેને લક્ષમાં લઈ મંત્રીશ્રીએ શાળાના ઓરડાઓ, પીવાના પાણીની સુવિધા, એપ્રોચ રોડ, આંતરમાળખાકીય સુવિધાઓ સહિત વિવિધ નાગરિકલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થાય એ પ્રકારના આયોજનને લક્ષ્યમાં લઈ ગ્રામ્યકક્ષાના સંતુલિત વિકાસ માટે ખાસ ભાર આપ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.કે.બગીયાએ પ્રભારી મંત્રીશ્રીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ હેઠળની વર્ષ ૨૦૨૬-૨૭ની નવી દરખાસ્તો મંજૂર કરવા, ખાસ પ્લાન યોજના, નગરપાલિકા વિવેકાધિન જોગવાઈ અંતર્ગતના કોડીનાર, વેરાવળ, ઉના, સૂત્રાપાડા, તાલાળા અને ગીરગઢડા વિસ્તારના વિવિધ કામો, ૧૫% વિવેકાધીન જોગવાઈ (જિલ્લા તથા તાલુકા કક્ષા), ૧૫% વિવેકાધીન જોગવાઈ અ.જા.પે.યો તેમજ ખૂટતું આયોજન, કામ ફેરફાર, હેતુ ફેરફાર અને સ્થળ ફેરફાર સહિત વિવિધ કામોથી અવગત કરાવ્યા હતાં.

કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાએ પ્રગતિ હેઠળના કામો સત્વરે પૂર્ણ થાય એ દિશામાં કામ કરવા, ગ્રામ પંચાયતોને ફાળવેલી ગ્રાન્ટના વપરાશ, રિવાઈઝ કરવાના થતાં કામો સહિતના મુદ્દાઓની ચર્ચા કરી જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુનિયોજીત સંકલનથી જનહિતલક્ષી કામોને અગ્રતા આપી પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આયોજન અંતર્ગતના વિકાસલક્ષી કામોમાં સ્ટ્રીટ લાઈટ, ગટર, સી.સી.રોડ, પેવરબ્લોકના કામ, એપ્રોચ રોડ, ડામર રોડ, ટીપર વાહન ખરીદી, સ્મશાન ફરતે કમ્પાઉન્ડ વોલ, આર.ઓ.પ્લાન્ટ, નાળા-પુલિયા, સહિત પ્રાથમિક શિક્ષણ, ગંદા વસવાટ સુધારણા, આરોગ્ય, પાણી પુરવઠા, સ્થાનિક વિકાસના કામોનો સમાવેશ કરી ગીર સોમનાથ જિલ્લાના વિકાસની ગતિને તેજ બનાવવા માટે જરુરી આયોજન હાથ ધરાયું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય સર્વશ્રી ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા, નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો....

વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર

વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટને મળશે વધુ એક ગુજરાતી ન્યાયાધીશઃ કોલેજીયમે જસ્ટિસ વિપુલ પંચોલીની કરી ભલામણ | collegium…

સુપ્રીમ કોર્ટને મળશે વધુ એક ગુજરાતી ન્યાયાધીશઃ કોલેજીયમે જસ્ટિસ વિપુલ પંચોલીની કરી ભલામણ | collegium…

1 year ago
પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી, દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ | 24 Year…

પાર્ટીમાં બોલાવી નશો કરાવ્યા બાદ પીંખી નાખી, દિલ્હીમાં 24 વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ | 24 Year…

1 year ago
‘મેં હત્યા નહીં વધ કર્યો…’ સૌરભ હત્યાકાંડની આરોપી પત્નીની કબૂલાત, તંત્ર-મંત્રનો એંગલ ખુલ્યો | Tant…

‘મેં હત્યા નહીં વધ કર્યો…’ સૌરભ હત્યાકાંડની આરોપી પત્નીની કબૂલાત, તંત્ર-મંત્રનો એંગલ ખુલ્યો | Tant…

1 year ago
ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News