gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in INDIA
0 0
0
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Assembly Elections-2026 Controversy : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યમાં ભારે રાજકીય વિવાદ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ફોર્મ-6 અરજીઓને લઈ ભારે વિવાદ ઉભો થયો છે. એકતરફ કોલકાતા સ્થિત ચૂંટણી પંચની ઓફિસ બહાર ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ છે, તો બીજીતરફ તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કર્યો છે.

ભાજપ અને ચૂંટણી પંચ ભાઈ ભાઈ : TMC

ટીએમસીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડર પર આક્ષેપ કર્યો છે કે, ભાજપ અને ચૂંટણી પંચ દ્વારા જે રીતે દિલ્હી અને મહારાષ્ટ્રની ચૂંટણી જીતવા માટે મતદાર યાદીમાં ચેંડા કરવામાં આવી, ફોર્મ-6નો દુરુપયોગ કરીને અન્ય રાજ્યના લોકોને મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા, તેવી જ રીતે બંગાળમાં પણ આ ખેલ કરવામાં આવી રહ્યો છે. ભાજપ અને ચૂંટણી પંચને ભાઈ ભાઈ હોવાનો પણ ટીએમસીએ આક્ષેપ કર્યો છે.

BJP. ECI.
Bhai Bhai.

BJP has been perfecting the art of voter roll tampering across election after election. And now in Bengal, we are beginning to see the full extent of it.

In Delhi, 4 lakh voters were added in 4 years; then another 4 lakh in just 7 months. In Maharashtra, 44… pic.twitter.com/vZAYTqzzyx

— All India Trinamool Congress (@AITCofficial) March 31, 2026

‘ચૂંટણી પંચ ભાજપને સાથ આપી રહ્યું છે’

ટીએમસીએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘ભાજપ અને ચૂંટણી પંચ ભાઈ ભાઈ… ભાજપ એક પછી એક ચૂંટણીમાં મતદાર યાદીમાં ચેડાં કરવાની કળામાં નિપુણતા મેળવી રહ્યું છે અને હવે બંગાળમાં ચેડાંનો વ્યાપક ખેલ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં 4 વર્ષમાં 4 લાખ મતદારો ઉમેરાયા, પછી માત્ર 7 મહિનામાં બીજા 4 લાખ ઉમેરાયા… મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં 44 લાખ મતદારો ઉમેરાયા અને પછી માત્ર 5 મહિનામાં બીજા 40 લાખ ઉમેરાયા અને હવે એવી જ ચેડાં બંગાળમાં શરૂ કરી દેવાઈ છે. બિહાર અને ઉત્તર પ્રદેશના બિન-રહેવાસીઓને બંગાળની મતદાર યાદીમાં દાખલ કરવા માટે જિલ્લાઓમાં મોટા પાયે ‘ફોર્મ 6’ અરજીઓ જથ્થાબંધ જમા કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ? તે માત્ર મોઢું ફેરવી રહ્યું નથી કે માત્ર બેદરકાર નથી. તે સક્રિયપણે આમાં સાથ આપી રહ્યું છે. જે પક્ષનું નિયમન કરવાનું હતું, તેના દ્વારા પંચ સંપૂર્ણપણે પ્રભાવિત, તેમાં સામેલ અને તેના કબજા હેઠળ છે.’

આ પણ વાંચો : બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર BJP-TMC વચ્ચે મારામારી

બીજીતરફ કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર ફોર્મ-6 મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક મારામારી થઈ હોવાની વિગતો આવી છે. રિપોર્ટ મુજબ, આજે (31 માર્ચ) કોલકાતામાં ચૂંટણી પંચની ઓફિસ બહાર ભાજપ-ટીએમસી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ જોતજોતામાં બંને પક્ષના કાર્યકર્તાઓ હિંસક મારમારી પર ઉતરી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને કેન્દ્રીય સુરક્ષાદળની ટીમ તહેનાત કરી દેવાઈ છે. વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થિતિનો તાક મેળવવા સ્થળ પર પહોંચી ગયા છે. ફોર્મ-6ના કારણે આ વિવાદ ઉભો થયો છે. આ ફોર્મનો ઉપયોગ મતદાર યાદીમાં નામ દાખલ કરવા માટે થાય છે. ટીએમસી સમર્થકોએ આક્ષેપ કર્યો છે કે, એક વ્યક્તિ મોટાપાયે ફોર્મ-6 લઈને ચૂંટણી પંચની ઓફિસમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વ્યક્તિ નિયમો વિરુદ્ધ પ્રક્રિયા કરી રહ્યો હોવાની આશંકા ગઈ હતી. ત્યારબાદ તેને પકડી લેવાયો હતો અને ટીએમસીના કાર્યકર્તાઓ તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી ધરણા પર બેસી ગયા હતા. સ્થિતિ તંગ થયા બાદ પોલીસે તે વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે, પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ વણસી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે 23 અને 29 એપ્રિલ-2026ના રોજ મતદાન યોજોવાનું છે, જ્યારે ચોથી મેના રોજ મતગણતરી થવાની છે.

આ પણ વાંચો : બંગાળ ચૂંટણી પહેલા CM મમતાનો મોટો ઝટકો, પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ BJPમાં સામેલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …
INDIA

VIDEO: CM યોગીની માતા પર ટિપ્પણી કરનાર મૌલાના લંગડાતો જોવા મળ્યો, UP પોલીસે બિહારથી કરી હતી ધરપકડ | …

March 31, 2026
Next Post
બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect...

ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી | western di…

ઝાડ કે થાંભલા નીચે ઊભા ન રહેતા! રાજ્યમાં 4 દિવસ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની આગાહી | western di...

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં…

મહુવા લાંચ કેસ: તત્કાલીન મામલતદાર જે.સી. મહેતા વિરુદ્ધ ACBનો ગુનો દાખલ, 50 હજારની લાંચની કરી હતી માં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમારું બાળક ખુલીને વાત નથી કરતું? આ 7 પ્રશ્નો પૂછીને દૂર કરો તેની માનસિક મૂંઝવણ | parenting tips questions to understand child emotions

2 months ago
ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે | income tax return deadline …

ITR ફાઈલ કરવાની ડેડલાઈન ચૂકી ગયા? જાણો હવે શું કરવું અને કેટલો દંડ થશે | income tax return deadline …

7 months ago
સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…

સુરેન્દ્રનગરમાં અરજી મેળામાં 100 થી વધુ અરજદારોની અરજીઓ કરી | More than 100 applicants applied at th…

1 week ago
World Down Syndrome Day : દર વર્ષે 30 થી 35 હજાર બાળકો ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મે છે

World Down Syndrome Day : દર વર્ષે 30 થી 35 હજાર બાળકો ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મે છે

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News