gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોરનું 6 દસકા જૂનું માર્કેટિંગ યાર્ડ શોભાના ગાંઠિયા સમાન, હરાજી બંધ | Balasinor 6 decade old m…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
બાલાસિનોરનું 6 દસકા જૂનું માર્કેટિંગ યાર્ડ શોભાના ગાંઠિયા સમાન, હરાજી બંધ | Balasinor 6 decade old m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 20 હજારથી વધારે ખેડૂતોએ ખુલ્લા બજારમાં જણસો વેચવાની ફરજ

– ફક્ત સરકારી રાહે ટેકાના ભાવે ખરીદી, અન્ય ઉત્પાદનો વેચવા ખેડૂતોએ વિરપુર, ડેમાઇ, લુણાવાડા સુધીના ધક્કા

બાલાસિનોર : બાલાસિનોરમાં એક તરફ ઔદ્યોગિક ક્ષેત્રે જીઆઇડીસીની કફોડી દશા છે, ત્યારે બીજી તરફ સહકારી ક્ષેત્રમાં અગત્યની સંસ્થા માર્કેટિંગ યાર્ડ પણ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. લગભગ છ દસકા કરતા વધારે જૂના બાલાસિનોરના માર્કેટગ યાર્ડમાં હાલ હરાજી જ બંધ છે. પરિણામે તાલુકાના ૨૦ હજારથી વધારે નાના ખેડૂતોને ખુલ્લા બજારમાં જે ભાવ મળે તે ભાવે પોતાની જણસો વેચી દેવાની ફરજ પડે છે. સ્પર્ધાત્મક વાતાવરણના અભાવે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી.

બાલાસિનોર શહેરમાં શક્તિ ટોકિઝ સામે લગભગ છ દસકા કરતા વધારે સમયથી કાર્યરત માર્કેટિંગ યાર્ડ તો છે, પરંતુ અહીં ખેડૂતોના ખેત ઉત્પાદનની ખરીદી થતી નથી. બાલાસિનોર તાલુકામાં ખેતીની કુલ જમીન ૨૧,૨૦૩ હેક્ટર છે. જેના પર ૨૦ હજારથી વધારે ખેડૂતો દ્વારા કપાસ, ડાંગર, દિવેલા, ઘઉં, સોયાબિન, મગફળી, બાજરી, તમાકુ, રાય, ચણા જેવા પાક લેવામાં આવે છે. આ ઉત્પાદનો વેચવા માટે માર્કેટયાર્ડ હોવાછતાં સુવિધા ખેડૂતોને મળતી નથી. માર્કેટયાર્ડ કાર્યરત હોય તો હરાજી દ્વારા ખેડૂતોને સારા ભાવ મળી શકે છે. પરંતુ હાલ ખેડૂતોએ ખુલ્લા બજારમાં જે ભાવ મળે તે ભાવે ઉત્પાદનો વેચી દેવા પડે છે અથવા તો વિરપુર, ડેમાઇ, લુણાવાડા જેવા દૂરના માર્કેટ યાર્ડ સુધી મોંઘા ભાડા ખર્ચીને ખેત ઉત્પાદનો લઇ જવા પડે છે. કેન્દ્ર સરકાર સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાના પ્રયાસો ભલે કરી રહી હોય, પરંતુ બાલાસિનોરમાં ખેડૂતો આજે પણ આ મહત્વની સહકારી સુવિધાથી વંચિત છે.

‘અમે સુવિધાઓ આપીએ છીએ છતાં વેપારીઓ ખરીદી માટે આવતા નથી’ :  ચેરમેન

બાલાસિનોર માર્કેટિંગ યાર્ડના ચેરમેન પંકજભાઇ જણાવે છે કે, અમે યાર્ડમાં બધી સુવિધા આ૫વા માટે તૈયાર છીએ, પરંતુ વેપારીઓ માલ ખરીદવા માટે આવતા નથી. પરિણામે ખેડૂતો પણ માલ વેચવા આવતા નથી. વેપારીઓને અહીં પીવાનું પાણી, ગોડાઉન, સિક્યોરિટી, ફ્રી વજનકાંટો વગેરે સુવિધા આપવા કમિટીની તૈયારી છે. ભૂતકાળમાં આ બાબતે મીટિંગ પણ કરી હતી. છતાં કોઇ આવવા તૈયાર નથી. હાલમાં સરકારી ટેકાના ભાવની ખરીદી માટે યાર્ડની જગ્યા આપવામાં આવે છે. મોટા ખેડૂતો તો સીધા જ ઉત્પાદનો લઇને બહાર જતા રહે છે.

4-5 મહિનામાં શાકભાજીની ખરીદી શરૂ કરાશે

બાલાસિનોર માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદનોની ખરીદી ભલે બંધ હોય, ૫રંતુ આગામી ચાર-પાંચ મહિનામાં શાકભાજીની ખરીદી અહીં શરૂ થશે. ચેરમેન આ અંગે વિગતો આપતા વધુમાં જણાવે છે કે, શાકભાજીની ખરીદી અને વેચાણ અંગેની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. સરકારમાંથી નિર્ણય થયે તરત જ શાકભાજીનું ખરીદ-વેચાણા ચાલું કરી દેવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconst…
GUJARAT

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconst…

May 11, 2026
સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન | Prime Minister Modi’s majes…
GUJARAT

સોમનાથ પર્વની ઉજવણી પૂર્વે જામનગરમાં વડાપ્રધાન મોદીનું જાજરમાન અભિવાદન | Prime Minister Modi’s majes…

May 11, 2026
યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…
GUJARAT

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

May 11, 2026
Next Post
ભાવનગરમાં કહેવાતા પત્રકારે યુવાન સાથે રૂ. 7.50 લાખની છેતરપિંડી આચરી | A so called journalist in Bhav…

ભાવનગરમાં કહેવાતા પત્રકારે યુવાન સાથે રૂ. 7.50 લાખની છેતરપિંડી આચરી | A so called journalist in Bhav...

વાડદ રોડ નજીક ગરનાળું ચોકઅપ થઈ જતા ચોમાસામાં ખેડૂતોને નુકસાન | Farmers suffer losses during monsoon …

વાડદ રોડ નજીક ગરનાળું ચોકઅપ થઈ જતા ચોમાસામાં ખેડૂતોને નુકસાન | Farmers suffer losses during monsoon ...

રિક્ષાચાલકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માગનાર શખ્સ સામે ગુનો | Crime against man who deman…

રિક્ષાચાલકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માગનાર શખ્સ સામે ગુનો | Crime against man who deman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદ પંથકની યુવતીને નોકરીની લાલચ આપી ઘનશ્યામપુરના શખ્સે દુષ્કર્મ આચર્યું | A man from Ghanshyampur r…

હળવદ પંથકની યુવતીને નોકરીની લાલચ આપી ઘનશ્યામપુરના શખ્સે દુષ્કર્મ આચર્યું | A man from Ghanshyampur r…

2 months ago
કાલાવડના નપાણીયા ખીજડીયા ગામમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલાનો એકલવાયા જીવનથી કંટાળીને ઝેરી દવા પી લઈ આપઘ…

કાલાવડના નપાણીયા ખીજડીયા ગામમાં 70 વર્ષીય બુજુર્ગ મહિલાનો એકલવાયા જીવનથી કંટાળીને ઝેરી દવા પી લઈ આપઘ…

2 months ago
ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

ભરૂચ: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 10થી વધુ કામદારો દાઝ્યા, તમામને હોસ્પિટલ ખસેડાયા |…

3 weeks ago
VIDEO : હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબાર, હુમલાખોર ઓળખીતો જ નીકળ્યો | faridabad girl shot near…

VIDEO : હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબાર, હુમલાખોર ઓળખીતો જ નીકળ્યો | faridabad girl shot near…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News