gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાળકીની તાંત્રિક વિધિમાં હત્યાના આક્ષેપ સાથે ગ્રામજનોનો પોલીસ મથકે ઘેરાવો | Villagers surround polic…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
બાળકીની તાંત્રિક વિધિમાં હત્યાના આક્ષેપ સાથે ગ્રામજનોનો પોલીસ મથકે ઘેરાવો | Villagers surround polic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આંકલાવના નવાખલ ગામના યુવક દ્વારા 5 વર્ષની 

– અપહરણ બાદ સિંઘરોટની મીની નદીમાં બાળકીને ફેંક્યાની યુવકની કબૂલાત : નદીમાં બીજા દિવસે પણ બાળકીની શોધખોળ 

આણંદ : આંકલાવના નવાખલ ગામની પાંચ વર્ષની બાળકીને ગામના યુવકે હત્યા કર્યા બાદ સિંઘરોટ પાસેની મીની નદીમાં નાખી દીધી હતી. આજે બીજા દિવસે પણ એસડીઆરએફ સહિતની ટીમો દ્વારા શોધખોળ કરવા છતાં સાંજ સુધી બાળકીનો પત્તો લાગ્યો ન હતો. તાંત્રિક વિધિમાં બાળકીની હત્યાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આંકલાવ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી વિરોધ વ્યક્ત કરી ગુનામાં સંડોવાયેલા તમામને ઝડપી પાડવા માંગણી કરી હતી.

આંકલાવ તાલુકાના નવાખલ ગામના રામદેવજી મંદિર ખાતે ગઈકાલ બપોરે આરતીમાં ગયેલી પાંચ વર્ષની બાળકી રહસ્યમય રીતે લાપતા થઈ હતી. શોધખોળ બાદ પત્તો ના લાગતા આંકલાવ પોલીસ મથકે જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે ગ્રામજનોને સાથે રાખી ગામની ખાનગી ફાઈનાન્સ બેંકની બહારના સીસીટીવી ફૂટેજ તપાસતા નવાખલ ગામે જ રહેતો અજય પઢીયાર (ઉં.વ.૨૩) બાળકીને બાઈક ઉપર બેસાડી લઈ જતો જણાયો હતો. ઉમેટા પોલીસ ચોકીના ફૂટેજમાં અજય પઢિયાર બાળકીને બાઈક ઉપર બેસાડી ઉમેટા બ્રિજ તરફ જતો અને સાંજે એકલો પરત આવતો જોવા મળ્યો હતો. અજય પઢીયારને ઉઠાવી તેની પૂછપરછ કરતા તેણે જ બાળકીનું અપહરણ કર્યું હોવાની કબુલાત કરી હતી. ઉમેટાથી થોડેક દૂર સિંઘરોટ ગામની મીની નદીમાં બાળકીને ફેંકી દીધી હોવાનો ઘટસ્ફોટ કરતા ગામમાં ગમગીનિ વ્યાપી ગઈ હતી. અજય પઢીયારની પત્નીનું સીમંત હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક વિધિને લઈ બાળકીનો બલી ચઢાવાયો હોવાની ચર્ચાથી પાંચ જેટલા ભુવાઓને પણ રાઉન્ડઅપ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે આરોપી અજય પઢિયાર ગોળ ગોળ વાતો કરતો હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું છે. એસડીઆરએફની ટીમ સહિત સ્થાનિક તરવૈયાઓની મદદથી ગઈકાલે બાળકીને શોધવા માટે નદીમાં તપાસ હાથ ધરાઈ હતી. આજે બીજા દિવસે પણ સવારથી જ મીની નદીમાં ટીમો બોટ સાથે ઉતરી બાળકીની શોધખોળ હાથ ધરી હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ટીમોને કોઈ ભાળ મળી નથી. બીજી તરફ ગ્રામજનોએ આંકલાવ પોલીસ મથકે ધામા નાખી વિરોધ વ્યક્ત કરી ગુનામાં સંડોવાયેલા તમામને ઝડપી પાડવા માંગ કરી હતી.

અંધશ્રદ્ધા ફેલાવતા બની બેઠેલા ભુવાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બની બેઠેલા અનેક ભુવાઓ લોકોને ભોળવીને અંધશ્રદ્ધાના પંથે ધકેલી રહ્યા છે. ત્યારે આંકલાવના નવાખલની માસુમ બાળા પણ આવી અંધશ્રદ્ધાનો ભોગ બની હોવાની આશંકા વચ્ચે પોલીસ દ્વારા આવા બની બેઠેલા ભુવાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો, રાયોટિંગના ગુનાની ચિમકી બાદ ટોળું વિખેરાયું

આ અંગે આંકલાવ પોલીસ મથકના પીઆઈ પી.જે. બાટવાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં ફોન સતત રણકતો રહ્યો હતો અને તેઓએ ફોન ઉપાડયો નહોતો. બીજી તરફ બાળકીના અપહરણના ૪૮ કલાક બાદ પણ કોઈ પત્તો ના લાગતા ગ્રામજનોએ પોલીસ મથકનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે ગ્રામજનોનું મોટું ટોળું પોલીસ મથકમાં ઘૂસી જતા પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો નોંધવામાં આવશે તેમ કહેતા ધીમે ધીમે લોકો વિખેરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રૂ. 35,000 કરોડ પાછા ખેંચી લીધા | Foreign investors withdrew…

ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રૂ. 35,000 કરોડ પાછા ખેંચી લીધા | Foreign investors withdrew...

બાવળાના ગાંગડમાં જુગાર રમતા ૧૫ શખ્સ ઝડપ્યા | 15 people caught gambling in Gangad Bavla

બાવળાના ગાંગડમાં જુગાર રમતા ૧૫ શખ્સ ઝડપ્યા | 15 people caught gambling in Gangad Bavla

મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds’ AUM grows 335% in …

મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds' AUM grows 335% in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વહેલી સવારે ઝાકળ સાથે વડોદરામાં ફરી ઠંડીનું જોર વધ્યું : તાપમાનનો પારો એક ડિગ્રી ગગડયો | Cold weathe…

વહેલી સવારે ઝાકળ સાથે વડોદરામાં ફરી ઠંડીનું જોર વધ્યું : તાપમાનનો પારો એક ડિગ્રી ગગડયો | Cold weathe…

6 months ago
વેપારીની જાણ બહાર GSTના વહીવટ કરી રૂા. 4.62 કરોડની છેતરપિંડી | GST administration without the knowle…

વેપારીની જાણ બહાર GSTના વહીવટ કરી રૂા. 4.62 કરોડની છેતરપિંડી | GST administration without the knowle…

8 months ago
ડુપ્લીકેટ પોલીસ, ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે વડોદરામાં ડુપ્લીકેટ FIRE NOCનું કૌભાંડ | After duplicate…

ડુપ્લીકેટ પોલીસ, ડુપ્લીકેટ માર્કશીટ બાદ હવે વડોદરામાં ડુપ્લીકેટ FIRE NOCનું કૌભાંડ | After duplicate…

1 year ago
‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ | Piyush Goyal: India to…

‘અમેરિકાથી 41 લાખ કરોડનો માલસામાન ભારત આવશે’ ટ્રેડ ડીલ પર બોલ્યા પીયૂષ ગોયલ | Piyush Goyal: India to…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News