![]()
Bihar Cabinet Portfolio 2026 : બિહારમાં નવી સરકાર બન્યા બાદ વિભાગોની વહેંચણી થઈ ગઈ છે. આજે(15 એપ્રિલ) સમ્રાટ ચૌધરીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા અને તેની સાથે વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર યાદવે મંત્રી પદના શપથ લીધા. વિભાગોની વહેંચણીમાં ભાજપ જેડીયૂ પર ભારે પડી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પાસે કુલ 29 વિભાગ છે. જ્યારે, વિજય ચૌધરી પાસે 10 વિભાગ અને બિજેન્દ્ર યાદવ પાસે 8 વિભાગની જવાબદારી છે.
સમ્રાટ ચૌધરી પાસે રહેલા 29 વિભાગો:
- સામાન્ય વહીવટ
- ગૃહ
- મંત્રીમંડળ સચિવાલય
- દેખરેખ (નિગરાની)
- ચૂંટણી
- મહેસૂલ અને જમીન સુધારણા
- ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર
- નગર વિકાસ અને આવાસ
- આરોગ્ય
- કાયદો (વિધિ)
- ઉદ્યોગ
- માર્ગ નિર્માણ
- કૃષિ
- લઘુ જળ સંસાધન
- શ્રમ સંસાધન અને પ્રવાસી શ્રમિક કલ્યાણ
- પ્રવાસન
- યુવા, રોજગાર અને કૌશલ્ય વિકાસ
- કલા અને સંસ્કૃતિ
- ડેરી, મત્સ્ય પાલન અને પશુ સંસાધન
- આપત્તિ વ્યવસ્થાપન
- પછાત વર્ગ અને અતિ પછાત વર્ગ કલ્યાણ
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ
- માહિતી ટેકનોલોજી (માહિતી પ્રાબૈધિકી)
- રમતગમત
- સહકાર
- પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન
- શેરડી ઉદ્યોગ
- જાહેર આરોગ્ય ઈજનેરી
- પંચાયતી રાજ
આ પણ વાંચો : CBSE ધોરણ-10નું પરિણામ જાહેર : 93.6% વિદ્યાર્થીઓ સફળ, દીકરીઓએ મેદાન માર્યું
વિજય કુમાર ચૌધરી પાસે રહેલા 10 વિભાગો:
- જળ સંસાધન
- સંસદીય બાબતો
- માહિતી અને જનસંપર્ક
- ભવન નિર્માણ
- લઘુમતી કલ્યાણ
- શિક્ષણ
- વિજ્ઞાન અને તકનીકી શિક્ષણ
- ગ્રામીણ વિકાસ
- પરિવહન
- ઉચ્ચ શિક્ષણ
આ પણ વાંચો : 120 કરોડની જ્વેલરી અને 50 કરોડના સોનાનો દાવો કરવો પત્નીને ભારે પડ્યો : કોર્ટે લીધો આકરો નિર્ણય
બિજેન્દ્ર પ્રસાદ યાદવ પાસે રહેલા 8 વિભાગો:
- ઊર્જા
- યોજના અને વિકાસ
- નશાબંધી, આબકારી અને નોંધણી (મદ્ય નિષેધ, ઉત્પાદ અને નિબંધન)
- નાણાં (વિત્ત)
- વાણિજ્ય વેરો
- સમાજ કલ્યાણ
- ખાદ્ય અને ગ્રાહક સંરક્ષણ
- ગ્રામીણ કામગીરી (ગ્રામીણ કાર્ય)










