gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેંકિંગ, ઓટો, શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 83451 | Sensex rises 174 points to 83 451 o…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in Business
0 0
0
બેંકિંગ, ઓટો, શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 174 પોઈન્ટ વધીને 83451 | Sensex rises 174 points to 83 451 o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પડકારોને ઝીલીને આફતને અવસરમાં બખુબી બદલવાની કૂનેહ ધરાવતો હોવાનું ફરી પૂરવાર કરી બે દિવસથી નવી દિલ્હીમાં યોજાઈ રહેલી ગ્લોબલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ ગ્લોબલ સમિટમાં આગામી બે વર્ષમાં ભારતમાં એઆઈ ક્ષેત્રે ૨૦૦ અબજ ડોલર જેટલા રોકાણની સંભાવના અને અદાણી ગુ્રપ સહિત દ્વારા એઆઈ રેડી ડાટા સેન્ટરોમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરવાની મહત્વાકાંક્ષી યોજનાઓ સાથે ઈન્ફોસીસની એન્થ્રોપિક્સ સાથે ડિલના આકર્ષણે આજે આઈટી શેરોમાં શોર્ટ કવરિંગ થયું હતું. આઈટી શેરો સાથે  ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, ઓટોમોબાઈલ શેરોમાં ફંડો કવરિંગ સાથે લેવાલ બનતાં બજારમાં  સુધારાનો  દોર આગળ વધ્યો  હતો. ફંડો આજે મેટલ-માઈનીંગ શેરોમાં નફારૂપી વેચવાલ રહ્યા હતા. જ્યારે એફએમસીજી, ફાર્મા શેરોમાં વેલ્યુબાઈંગ જળવાયું હતું. સેન્સેક્સ ૧૭૩.૮૧ પોઈન્ટ વધીને ૮૩૪૫૦.૯૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૪૨.૬૫ પોઈન્ટ વધીને ૨૫૭૨૫.૪૦ બંધ રહ્યા હતા.

ઓવરસોલ્ડ આઈટી શેરોમાં કવરિંગ : ઈન્ફોસીસની એન્થ્રોપિક સાથે ડિલે તેજી : ન્યુજેન, જેનેસીસ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્રાંતિ ખતરો બનવાના છેલ્લા કેટલાક દિવસોથી ઉદ્યોગ સમીક્ષકોના અનુમાન વચ્ચે ભારતમાં યોજાઈ રહેલી ગ્લોબલ એઆઈ સમિટમાં આઈટી ઉદ્યોગ દ્વારા પડકારોને અવસરમાં તબદિલ કરવાની અને નવી ક્રાંતિ સાથે તાલમિલાવી સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓ પડકારોને ઝીલી લેવા તૈયાર હોવાના બતાવેલા ઉત્સાહે આજે આઈટી શેરોમાં ફંડોનું કવરિંગ થયું હતું. ઈન્ફોસીસ દ્વારા યુ.એસ.ની એઆઈ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર એન્થ્રોપિકસ સાથે જ  ટાઈ-અપ કરવામાં આવતાં આજે ઈન્ફોસીસ રૂ.૨૪.૯૫ વધીને રૂ.૧૩૯૧.૨૦ રહ્યો હતો. યુનિઈકોમ રૂ.૧૯.૭૫ વધીને રૂ.૧૧૮.૬૦, કેલ્ટોન ટેક રૂ.૨.૮૨ વધીને રૂ.૧૯.૮૮, ન્યુજેન રૂ.૬૭.૦૫ વધીને રૂ.૫૨૯.૮૦, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૩૧.૨૦ વધીને રૂ.૩૨૪.૦૫, રેટગેઈન રૂ.૩૯.૭૫ વધીને રૂ.૫૭૯.૨૫, ક્વિક હિલ રૂ.૧૨.૨૫ વધીને રૂ.૧૮૬.૭૫, નેલ્કો રૂ.૩૭ વધીને રૂ.૬૬૮.૬૦, હેક્ઝાવેર ટેકનો રૂ.૧૯.૯૫ વધીને રૂ.૫૯૫.૯૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૪૨.૮૫ વધીને રૂ.૬૮૪૪.૬૫, ડાટામેટિક્સ રૂ.૨૪.૦૫ વધીને રૂ.૭૩૮.૮૫, લેટેન્ટ વ્યુ રૂ.૮.૦૫ વધીને રૂ.૩૯૪.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૬૩.૭૬ પોઈન્ટ વધીને ૩૧૯૮૦.૨૮ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેલ્યુબાઈંગ વધ્યું : બીઓબી રૂ.૧૧ વધી રૂ.૩૦૩ : પીએનબી, યુનિયન બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે પણ પ્રવાહિતાની સાનુકૂળ સ્થિતિ સાથે ધિરાણ વૃદ્વિને વેગ મળવાની અપેક્ષાએ ફંડોનું શેરોમાં વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. પીએસયુ બેંક શેરોમાં સતત લેવાલી રહી હતી. બેંક ઓફ બરોડા રૂ.૧૦.૭૦ વધીને રૂ.૩૦૩.૨૫, પીએનબી રૂ.૪.૩૫ વધીને રૂ.૧૨૪.૮૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૭૫ વધીને રૂ.૧૮૮.૯૦, કેનેરા બેંક રૂ.૩.૧૫ વધીને રૂ.૧૪૯.૧૦, સ્ટેટ બેંક રૂ.૫.૩૫ વધીને રૂ.૧૨૧૩.૨૫ રહ્યા હતા. ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં સીએસએલ ફાઈનાન્સ રૂ.૧૪.૨૫ વધીને રૂ.૨૬૩, સીએસબી બેંક રૂ.૧૮.૪૫ વધીને રૂ.૩૯૪.૧૦, બિરલા મની રૂ.૬.૪૦ વધીને રૂ.૧૩૯.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૭૪.૫૭ પોઈન્ટ વધીને ૬૮૬૫૭.૮૪ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં ફંડોનું શોર્ટ કવરિંગ : ટીવીએસ મોટર, ભારત ફોર્જ, હીરો મોટો, બજાજ ઓટો વધ્યા

ઓટોમોબાઈલ શેરોમાં કંપનીઓ પાસે વાહનોની ઈન્વેન્ટરી વધી રહ્યાના અને વેચાણ વૃદ્વિ મંદ પડયાના અહેવાલોએ ગઈકાલે વેચવાલી બાદ આજે ફંડોએ ઓવરસોલ્ડ પોઝિશન કવર કરવાની શરૂઆત કરી હતી. ટીવીએસ મોટર રૂ.૭૧.૭૫ વધીને રૂ.૩૮૭૮.૬૫, ભારત ફોર્જ રૂ.૨૮.૮૫ વધીને રૂ.૧૭૫૨.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૮૩.૮૫ વધીને રૂ.૫૫૭૭.૩૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫.૭૫ વધીને રૂ.૩૮૨.૮૫, બજાજ ઓટો રૂ.૧૩૭.૮૫ વધીને રૂ.૯૮૨૯.૫૫, મારૂતી સુઝુકી રૂ.૧૩૦.૬૫ વધીને રૂ.૧૫,૧૮૦.૩૦, એમઆરએફ રૂ.૮૩૦.૪૫ વધીને રૂ.૧,૪૭,૯૦૮ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૩૨.૩૬ પોઈન્ટ વધીને ૬૨૪૨૪.૮૨ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૨૬ પોઈન્ટ વધ્યો : થર્મેક્સ રૂ.૧૨૫, કોચીન શિપ રૂ.૫૮, ટીમકેન રૂ.૧૧૬ વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ આજે સતત વેલ્યુબાઈંગની તક ઝડપતાં ભાવો વધુ ઉંચકાયા હતા. થર્મેક્સ રૂ.૧૨૫.૪૫ વધીને રૂ.૩૦૪૮.૨૦, કોચીન શિપ રૂ.૫૮.૦૫ વધીને રૂ.૧૫૨૬.૨૫, ટીમકેન રૂ.૧૧૬.૩૦ વધીને રૂ.૩૧૬૦.૨૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૨.૮૫ વધીને રૂ.૫૧૬.૬૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૮૫.૫૦ વધીને રૂ.૩૯૫૧.૫૫, જયોતી સીએનસી રૂ.૧૬.૮૦ વધીને રૂ.૮૪૨.૬૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૭૬.૯૦ વધીને રૂ.૪૫૯૭.૫૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૨૬.૭૭ પોઈન્ટ વધીને ૬૯૪૮૩.૮૪ બંધ રહ્યો હતો.

ચાંદીના ભાવો તૂટતાં મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગ : હિન્દુસ્તાન ઝિંક, નાલ્કો, વેદાન્તા, હિન્દાલ્કો ઘટયા

ચાંદીના ભાવોમાં તીવ્ર ઘટાડા સાથે સોનાના ભાવો પણ સતત ઘટી રહ્યા હોઈ મેટલ-માઈનીંગ શેરોમાં  ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કરતાં નરમાઈ જોવાઈ હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૨.૮૫ ઘટીને રૂ.૫૮૧.૧૫, નાલ્કો રૂ.૭.૩૦ ઘટીને રૂ.૩૪૦.૯૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૭૪૦.૬૦, વેદાન્તા રૂ.૧૧.૮૦ ઘટીને રૂ.૬૬૮.૦૫, હિન્દાલ્કો રૂ.૧૫.૭૦ ઘટીને રૂ.૮૯૧.૫૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૬૮.૪૦ પોઈન્ટ ઘટીને ૩૯૦૪૨.૩૫ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં આકર્ષણ જળવાયું : વનશોર્સ, વિમતા લેબ., પેનેશિયા બાયો, બ્લિસજીવીએસ વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ આજે સતત બીજા દિવસે પસંદગીના શેરોમાં ફંડોનું ખરીદીનું આકર્ષણ જળવાયું હતું. વનશોર્સ રૂ.૯૬.૦૫ વધીને રૂ.૧૨૮૮.૫૫, એસએમએસ ફાર્મા રૂ.૨૭ વધીને રૂ.૩૬૭.૭૦, વિમતા લેબ રૂ.૨૭.૪૫ વધીને રૂ.૪૯૫.૮૫, પેનેશિયા બાયોટેક રૂ.૧૫.૯૦ વધીને રૂ.૩૬૨.૧૦, બ્લિસજીવીએસ રૂ.૯.૫૫ વધીને રૂ.૨૩૧.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૧૦.૨૫ પોઈન્ટ વધીને ૪૩૧૯૦.૨૧ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : એશીયન પેઈન્ટ, ટાઈટન કંપની, બ્લુ સ્ટારમાં આકર્ષણ

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ  આજે વધુ શેરોમાં સિલેક્ટિવ ખરીદી કરી હતી. એશીયન પેઈન્ટ રૂ.૪૦.૬૦ વધીને રૂ.૨૪૩૭.૩૫, ટાઈટન કંપની રૂ.૫૭.૪૫ વધીને રૂ.૪૨૩૬.૪૫, બ્લુ સ્ટાર રૂ.૨૬.૯૦ વધીને રૂ.૨૦૦૧.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૦૨.૬૩ પોઈન્ટ વધીને ૫૯૮૫૩.૩૩ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : કયુપિડ રૂ.૨૩, કેઆરબીએલ રૂ.૧૬, આઈટીસી રૂ.૭ વધ્યા

એફએમસીજી શેરોમાં પણ વેચવાલી અટકીને આજે ફંડોએ પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. કયુપિડ રૂ.૨૩.૯૦ ઉછળીને રૂ.૪૨૯.૫૫, કેઆરબીએલ રૂ.૧૫.૬૫ વધીને રૂ.૩૭૧.૫૦, ગોડફ્રે ફિલિપ રૂ.૫૨.૫૦ વધીને રૂ.૨૦૬૭.૭૫, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૨૪.૩૦ વધીને રૂ.૯૫૯.૭૫, આઈટીસી રૂ.૭.૩૫ વધીને રૂ.૩૨૫.૩૦ રહ્યા હતા. બીએસઈ  એફએમસીજી ઈન્ડેક્સ ૧૬૩.૬૫ પોઈન્ટ વધીને ૧૯૦૦૭.૮૦ બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૯૯૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૮૭ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૯૭૨.૧૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૮૮૬૭.૬૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૮૭૨.૪૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૧૮૭.૦૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. 

ફંડો, એચએનઆઈ ઈન્વેસ્ટરોનું ઘટાડે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ : ૨૪૨૭ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં સતત બીજા દિવસે ધીમો સુધારો આગળ વધ્યા સામે આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે લેવાલ બનતાં ફરી માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૬૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૨૭ અને ઘટનારની સંખ્યા ૧૭૮૬ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૫૩ લાખ કરોડ વધીને રૂ.૪૭૦.૧૧ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં સુધારો આગળ વધ્યા સાથે આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આકર્ષણ રહેતાં  બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૧.૫૩  લાખ કરોડ વધીને રૂ.૪૭૦.૧૧ લાખ કરોડ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રણ વર્ષ પછી ફેબુ્રઆરીમાં મ્યુ. ફંડોનું શેરબજારમાં રૂ. 4100 કરોડનું વેચાણ | After three years mutua…
Business

ત્રણ વર્ષ પછી ફેબુ્રઆરીમાં મ્યુ. ફંડોનું શેરબજારમાં રૂ. 4100 કરોડનું વેચાણ | After three years mutua…

February 18, 2026
કરન્સી ઈન સરક્યુલેશનનો નવો રેકોર્ડ : રૂ. 40 લાખ કરોડને વટાવી ગયું | Currency in circulation hits new…
Business

કરન્સી ઈન સરક્યુલેશનનો નવો રેકોર્ડ : રૂ. 40 લાખ કરોડને વટાવી ગયું | Currency in circulation hits new…

February 18, 2026
NRI દ્વારા આરોગ્ય વીમા ખરીદીમાં 126%નો ઉછાળો | 126% jump in health insurance purchases by NRIs
Business

NRI દ્વારા આરોગ્ય વીમા ખરીદીમાં 126%નો ઉછાળો | 126% jump in health insurance purchases by NRIs

February 18, 2026
Next Post
પાટડી-ખારાઘોડાનો રોડ એક વર્ષથી મંજૂર છતાં કામગીરી શરૂ ન કરાઇ | Patdi Kharaghoda road approved for a …

પાટડી-ખારાઘોડાનો રોડ એક વર્ષથી મંજૂર છતાં કામગીરી શરૂ ન કરાઇ | Patdi Kharaghoda road approved for a ...

સરકારની કમાણી ‘ડબલ’: ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ | Direct tax r…

સરકારની કમાણી 'ડબલ': ડાયરેક્ટ ટેક્સની આવક 5 વર્ષમાં 9 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ થઇ | Direct tax r...

ઝેઝરી ગામમાં ખેતરમાં ઘાસના ઢગલા નીચેથી 8.63 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 8 63 lakh seized fro…

ઝેઝરી ગામમાં ખેતરમાં ઘાસના ઢગલા નીચેથી 8.63 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 8 63 lakh seized fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની ટિપ્પણી સામે દ્વારકાના જગદ્ગુરુ શંકરાચાર્ય ખફા | Jagadguru Shankaracharya…

સુપ્રિમ કોર્ટના ન્યાયધીશની ટિપ્પણી સામે દ્વારકાના જગદ્ગુરુ શંકરાચાર્ય ખફા | Jagadguru Shankaracharya…

5 months ago
કેન્સરની બિમારીથી કંટાળી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સગળતા આધેડનું મોત | Emon mwan mi ierin lefilen …

કેન્સરની બિમારીથી કંટાળી શરીરે જ્વલનશીલ પદાર્થ છાંટી સગળતા આધેડનું મોત | Emon mwan mi ierin lefilen …

2 weeks ago
‘જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે’, દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી | delhi…

‘જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે’, દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી | delhi…

3 months ago
Explainer: ભારત-અમેરિકા ડીલની આરપાર, જાણો ભારત કઈ ચીજો પર કેવી રીતે ઝીરો ટેરિફનો અમલ કરશે | India US…

Explainer: ભારત-અમેરિકા ડીલની આરપાર, જાણો ભારત કઈ ચીજો પર કેવી રીતે ઝીરો ટેરિફનો અમલ કરશે | India US…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News