gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

G METRO NEWS by G METRO NEWS
August 4, 2026
in GUJARAT
0 0
0
બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા ભારત સરકારના “નશા મુક્ત ભારત અભિયાન” અંતર્ગત “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન” નો પ્રારંભ રવિવાર, તા. 2 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરચ્યુઅલ સંબોધન દ્વારા કરવામાં આવ્યો.

આ સાથે ગુજરાત સ્તરીય નશામુક્તિ મહાઅભિયાનનો પ્રારંભ બ્રહ્માકુમારીઝના તાલોદ તાલુકા સ્થિત ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટર ખાતે કરવામાં આવ્યો. આ મહાઅભિયાન તા. 6થી 20 ઓગસ્ટ, 2026 દરમિયાન સમગ્ર દેશમાં આયોજિત કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતાં અમદાવાદ મણિનગર સબઝોનનાં મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી ડૉ. નેહા બહેને જણાવ્યું કે આ અભિયાન બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા પરમ આદરણીય રાજયોગિની દાદી પ્રકાશમણિજીની 19મી પુણ્યસ્મૃતિને સમર્પિત છે.

અભિયાનનો મુખ્ય હેતુ દેશના 10 કરોડથી વધુ નાગરિકો તથા યુવાનોને નશામુક્તિનો સંકલ્પ કરાવી જનજાગૃતિ ફેલાવવાનો, રાજયોગ ધ્યાન દ્વારા સકારાત્મક જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો તથા નશામુક્ત, સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણમાં જનભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે.

આ પ્રસંગે ભારત સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સહાયક નિયામક બહેન ચંદાજી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તાલોદના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના નોડલ અધિકારી  અજય ચૌહાણ, બ્રહ્માકુમારીઝ મણિનગર સબઝોનની નિર્દેશિકા બી.કે. ડૉ. નેહા બહેન, મેડિકલ પ્રભાગ ગુજરાતના સંયોજક ડૉ. મુકેશ પટેલ તથા ઇન્દ્રપ્રસ્થ ગુજરાત ગ્લોબલ રિટ્રીટ સેન્ટરના નિયામક વિનય શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, જનપ્રતિનિધિઓ, શિક્ષણવિદો, તબીબો, સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવા સંગઠનો, શાળા અને મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ, યુવાનો, એન.સી.સી. તથા એન.એસ.એસ.ના કેડેટ્સ તેમજ બ્રહ્માકુમારી પરિવારના રાજયોગી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નશામુક્ત ભારતના આ અભિયાનની સફળતા માટે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન તમામ ઉપસ્થિતોને નશામુક્ત જીવન માટેની પાંચ સૂત્રીય પ્રતિજ્ઞા બી.કે. નંદા બહેન દ્વારા લેવડાવવામાં આવી.

આ અભિયાન તારીખ 6 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ અને ગામોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ચલાવવામાં આવશે. તેના અંતર્ગત નાગરિકોને નશાથી દૂર રહેવા, પોતાના પરિવારને નશામુક્ત બનાવવા તથા મિત્રો અને સમાજને પણ નશામુક્તિ માટે પ્રેરિત કરવા માટે સેંકડો વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે તેમજ નશામુક્ત જીવનની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે.

બ્રહ્માકુમારીઝના મીડિયા પ્રભાગના પ્રવક્તા ડૉ. નંદિની બહેને વધુ માહિતી આપતાં જણાવ્યું કે, નશામુક્તિ અભિયાન અંતર્ગત શાળાઓ, મહાવિદ્યાલયો, યુનિવર્સિટીઓ, સરકારી કચેરીઓ, આરોગ્ય સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, ગ્રામ પંચાયતો તથા વિવિધ સામાજિક સંસ્થાઓમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમો, રાજયોગ ધ્યાન સત્રો, પ્રેરણાદાયી વ્યાખ્યાનો, રેલીઓ તથા પ્રતિજ્ઞા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

નાગરિકો QR કોડ સ્કેન કરીને અથવા WhatsApp નંબર 9414154000 પર “PLEDGE” લખીને પણ નશામુક્તિ પ્રતિજ્ઞા અભિયાન સાથે જોડાઈ શકે છે.

દેશના દરેક નાગરિકને આ ઐતિહાસિક અભિયાનમાં સહભાગી બની નશામુક્ત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા હાર્દિક આહ્વાન કરવામાં આવે છે. સંપર્ક સૂત્ર :બી.કે. ડૉ. નંદિની બહેન, મીડિયા પ્રભાગ સયોજિકા, મો. 9426708448, મો. 7990934912

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ - અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ "શ્રી શ્યામ તું હી સહારા"નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેફ ગાર્ડ ડયૂટી…

સેફ ગાર્ડ ડયૂટી…

2 years ago
‘આટલી ભીડ તો મારા ગુજરાતમાં પણ નથી જોઈ’, બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર | Wes…

‘આટલી ભીડ તો મારા ગુજરાતમાં પણ નથી જોઈ’, બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકરા પ્રહાર | Wes…

5 months ago
શાકમાંથી ઈયળ નીકળ્યા બાદ બોયઝ હોસ્ટેલની મેસ બંધ કરવાનો આદેશ | msu hostel mess closed down after worm…

શાકમાંથી ઈયળ નીકળ્યા બાદ બોયઝ હોસ્ટેલની મેસ બંધ કરવાનો આદેશ | msu hostel mess closed down after worm…

1 year ago
સંયુક્ત પરિવારો તૂટતા વડીલોમાં એકલતા અને વૃદ્ધાશ્રમોની જરૂરિયાત વધી: એમ.એસ. યુનિવર્સિટીના સંશોધનમાં …

સંયુક્ત પરિવારો તૂટતા વડીલોમાં એકલતા અને વૃદ્ધાશ્રમોની જરૂરિયાત વધી: એમ.એસ. યુનિવર્સિટીના સંશોધનમાં …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News