gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાજપને જૂથબંધીનો ડર કે ઉદાસીનતા,બરોડા ડેરી, સેન્ટ્રલ બેન્ક,પાંચ APMC અને જિલ્લા સંઘની ચૂંટણીઓ અટવાઇ …

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
ભાજપને જૂથબંધીનો ડર કે ઉદાસીનતા,બરોડા ડેરી, સેન્ટ્રલ બેન્ક,પાંચ APMC અને જિલ્લા સંઘની ચૂંટણીઓ અટવાઇ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા જિલ્લાના સહકારી વિભાગમાં ભાજપમાં આંતરિક જૂથબંધી બહાર આવ્યા બાદ હવે ત્રણ સંસ્થાઓના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ઘોંચમાં પડતાં ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા જિલ્લાની પાદરા એપીએમસીમાં ભાજપે તમામ ૧૦ બેઠક ગુમાવી હતી અને ભાજપના જ બળવાખોર જૂથનો વિજય થયો હતો. ભાજપના દિનુમામાના બળવાખોર જૂથે મેન્ડેટ આપવામાં મનમાની ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો,પરંતુ મેન્ડેટ આપવામાં વર્તમાન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો હાથ ઉપર રહ્યો હતો અને આખરે ભાજપે સત્તા ગુમાવી હતી.આ ચૂંટણીના પરિણામ જાહેર થયાને બે મહિનાથી વધુ સમય થયો હોવા છતાં હજી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર કરાતી નથી.

આવી જ રીતે ડભોઇ એપીએમસીમાં ભાજપે પહેલીવાર બહુમતી મેળવી છે.પરંતુ સામે વિરોધ પક્ષના ચાર સભ્યો પણ વિજેતા બન્યા છે.ભાજપ પાસે બહુમતી હોવા છતાં અને પરિણામો જાહેર થયાને દોઢ મહિનો થઇ ગયો હોવા છતાં હજી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કેમ જાહેર નથી કરાતી તે સવાલ છે.

તો બીજીતરફ વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં પણ ભાજપે બહુમતી મેળવી હતી.આ ચૂંટણીમાં ભાજપે જૂની તારીખ નાંખેલા મેન્ડેટ પછીથી આપતાં વિવાદ સર્જાયો હતો.ભાજપે બિનહરીફ વિજેતા  થયા હોય તેવાને મેન્ડેટમાં સમાવી લીધા હોવાનો પણ આક્ષેપ થયો હતો.સંઘની ચૂંટણીને પણ એક મહિનાથી વધુ સમય થયોહોવા છતાં હજી ચૂંટણી શા માટે જાહેર નથી કરાતી તે ચર્ચાનો વિષય છે.

શિનોર અને કરજણ APMC ના પ્રમુખની અઢીવર્ષની પહેલી ટર્મ પણ પુરી

વડોદરા જિલ્લાની શિનોર અને કરજણ એપીએમસીમાં પણ પ્રમુખની અઢી વર્ષની બીજી ટર્મ માટેની ચૂંટણીની જાહેરાત થઇ નથી.

શિનોર અને કરજણ એપીએમસી ભાજપ હસ્તક છે તેમજ બંને એપીએમસીમાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની પહેલી ટર્મ દસેક દિવસ પહેલાં જ પુરી થઇ ગઇ છે.પરંતુ તેમ છતાં અઢી વર્ષની બીજી ટર્મ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.

નોંધનીય છે કે,ઉપરોક્ત બંને તાલુકામાં ભાજપમાં કોંગ્રેસ છોડીને આવેલા ભાજપના વર્તમાન ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ધારાસભ્યના ગુ્રપ વચ્ચે લાંબા સમયથી જૂથબંધી ચાલતી હોવાથી તેના પ્રત્યાઘાત ઉપરોક્ત ચૂંટણીમાં પડે તેવી દહેશત વર્તાઇ રહી છે.અમૂલમાં પણ પરિણામ જાહેર થયાના ત્રણ મહિના પછી ચેરમેનની ચૂંટણી જાહેર થઇ હતી.

ભાજપની જૂથબંધી ખુલ્લી ના પડે તે માટે ચૂંટણીઓ જાહેર કરવામાં ખચકાટ

વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાઓમાં ચૂંટણીઓ જાહેર નહિ કરવા પાછળનું કારણ શું છે તે મુદ્દે કાર્યકરોમાં અનેક પ્રકારની ચર્ચા થઇ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ,સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ જાહેર કરવામાં ભાજપના મોવડીઓ ખચકાટ અનુભવી રહ્યા હોવાનું મુખ્ય કારણ જૂથબંધીનું ચર્ચાઇ રહ્યું છે.જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી હોવાથી ઉપરોક્ત ચૂંટણીઓની જૂથબંધીના પડઘા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પડે તેવી દહેશત જોવાઇ રહી છે.

આવી જ રીતે બીજું એક કારણ જિલ્લા સંગઠનની રચનાનું ચર્ચાના કેન્દ્રમાં છે.જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે રસિકભાઇ પ્રજાપતિની નિયુક્તિથી અનેક સિનિયર આગેવાનો ચોંક્યા હતા.પરંતુ ત્યારપછી આઠ મહિના થવા છતાં હજી સંગઠનની રચના થઇ નથી.જેથી નવી રચના થયા  બાદ સહકારી વિભાગોમાં પ્રમુખોની ચૂંટણી થાય તેમ જણાય છે.

 બરોડા સેન્ટ્રલ  બેન્ક અને બરોડા ડેરીના ડિરેક્ટરોની પણ ટર્મ પુરી થઇગઇ

વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની બે મહત્વની સંસ્થા બરોડા ડેરી અને બરોડા સેન્ટ્રલ બેન્કની ટર્મ પણ હાલમાં જ પુરી થઇ છે.પરંતુ ચૂંટણીના કોઇ અણસાર નથી.

જિલ્લાની સૌથી મોટી સહકારી  બેન્ક બરોડા સેન્ટ્રલ બેન્કના ડિરેક્ટરોની પાંચ વર્ષની ટર્મ ગઇ તા.૧૦ ડિસેમ્બરે પુરી થઇ ગઇ છે.જ્યારે,બરોડા ડેરીની ટર્મ બે દિવસ પહેલાં તા.૨૮મી ડિસેમ્બરે પુરી થઇ છે.

નોંધપાત્ર બાબત એ છે કે,સામાન્ય રીતે ઉપરોક્ત સંસ્થાઓની ચૂંટણીઓ ટર્મ પુરી થવાના એક મહિના પહેલાં થઇ જતી હોય છે.પરંતુ બંને સંસ્થાઓની ટર્મ પુરી થઇ ગઇ હોવા છતાં હજી ચૂંટણી જાહેર કરાઇ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…
GUJARAT

અમદાવાદ: વાસણામાં સાયકલ ચોરીના આક્ષેપે સગીરોને માર માર્યાનો આરોપ, બચાવમાં આવેલી યુવતીઓ સાથે પોલીસનું…

May 10, 2026
જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…
GUJARAT

જામનગર: દરેડ GIDC પ્રાઇવેટ ઝોનમાંથી ₹57 લાખનો દારૂ ઝડપાયો, પાસાના આરોપીએ જેલમાંથી બહાર આવી ફરી નેટવર…

May 10, 2026
VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…
GUJARAT

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

May 10, 2026
Next Post
અટલાદરા,અલકાપુરી,ફતેગંજ જેવા સ્થળોએ આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન ટ્રાફિકજામની દહેશત | may issue …

અટલાદરા,અલકાપુરી,ફતેગંજ જેવા સ્થળોએ આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન ટ્રાફિકજામની દહેશત | may issue ...

પ્રિયંકાના પુત્ર રૈહાન વાડ્રાની અવીવા બેગ સાથે સગાઇ, ટૂંક સમયમાં લગ્ન

પ્રિયંકાના પુત્ર રૈહાન વાડ્રાની અવીવા બેગ સાથે સગાઇ, ટૂંક સમયમાં લગ્ન

વિંછીયાના આંકડિયા ગામે 4 સગા ભાઇને ત્યાંથી આઠ લાખની ઘરફોડી | 4 brothers robbed of eight lakh rupees …

વિંછીયાના આંકડિયા ગામે 4 સગા ભાઇને ત્યાંથી આઠ લાખની ઘરફોડી | 4 brothers robbed of eight lakh rupees ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા બાદ હવે UAEએ વિઝા અંગે મોટો નિર્ણય લીધો, આ 9 દેશોના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ! | UAE Visa B…

અમેરિકા બાદ હવે UAEએ વિઝા અંગે મોટો નિર્ણય લીધો, આ 9 દેશોના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ! | UAE Visa B…

8 months ago
ટેરિફથી અમેરિકામાં એન્જિનિયરિંગ નિકાસને 8 અબજ ડોલરનો ફટકો પડશે | Tariffs will hit engineering export…

ટેરિફથી અમેરિકામાં એન્જિનિયરિંગ નિકાસને 8 અબજ ડોલરનો ફટકો પડશે | Tariffs will hit engineering export…

8 months ago
મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા | re…

મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા | re…

6 months ago
મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News