
Bihar election Results : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં NDAની જંગી બહુમતી સાથે સરકાર બની રહી છે. ભાજપ, જેડીયુ અને લોકજનશક્તિ-રામવિલાસ (LJP-RV)ના શાનદાર પ્રદર્શનથી NDA ગઠબંધન 202 બેઠકો જીતવામાં સફળ રહ્યું. બીજી તરફ, આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો અને તે માત્ર 35 બેઠકો પર જ સમેટાઈ ગયું. તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ (RJD) પણ માત્ર 25 બેઠકો જ જીતી શકી. જોકે, આટલી મોટી હાર છતાં, બે આંકડાકીય મામલાઓમાં RJD બિહારની નંબર વન પાર્ટી બની છે, જે તેના મજબૂત જનાધાર તરફ ઈશારો કરે છે.










