gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં ટ્રેનનું ભાડું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં ઓછું: રેલવે મંત્રી વૈષ્ણવનો જવાબ

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
ભારતમાં ટ્રેનનું ભાડું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં ઓછું: રેલવે મંત્રી વૈષ્ણવનો જવાબ
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ashwini Vaishnav on Indian Railways: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની સિદ્ધિઓ અને ભાવિ યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘ભારતીય રેલવે મુસાફરોને પરવડે તેવા ભાડામાં સલામત અને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ આપવામાં આવી રહી છે. ભારતમાં રેલ ભાડું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પાડોશી દેશો કરતાં ઓછું છે, તેમજ પશ્ચિમી દેશો કરતાં 10-20 ગણું સસ્તું છે.’

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાનું ઉદાહરણ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ભારતીય રેલવેએ 2020થી પેસેન્જર ભાડામાં વધારો કર્યો નથી. પાડોશી દેશોની સરખામણીમાં ભારતમાં આજે સૌથી સસ્તું રેલ ભાડું છે. એક ઉદાહરણ આપતાં કેન્દ્રીય મંત્રીએ સમજાવ્યું કે હાલમાં ભારતમાં 350 કિલોમીટરનું અંતર કાપવા માટેનું ટ્રેન ભાડું 121 રૂપિયા છે, જ્યારે પાકિસ્તાનમાં આટલા જ અંતરનું ટ્રેન ભાડું 436 રૂપિયા છે, તો બાંગ્લાદેશમાં 323 રૂપિયા અને શ્રીલંકામાં 413 રૂપિયા છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘જો આપણે યુરોપિયન દેશો પર નજર કરીએ તો તેમના ભાડાં ભારત કરતાં 20 ગણાં વધારે છે.’

રેલવે મુસાફરોને 47% સબસિડી આપી રહી છે

રેલવે મંત્રીએ કહ્યું કે, ‘ટ્રેનમાં પ્રતિ કિલોમીટર મુસાફરીનો ખર્ચ ₹1.38 છે, જ્યારે મુસાફરો પાસેથી માત્ર 73 પૈસા જ વસૂલવામાં આવે છે એટલે કે રેલવે મુસાફરોને 47% સબસિડી આપી રહી છે. નાણાકીય વર્ષ 2022-23માં, મુસાફરોને ₹57,000 કરોડની સબસિડી આપવામાં આવી હતી, જે 2023-24માં વધીને લગભગ ₹60,000 કરોડ થઈ હતી.

રેલવે મંત્રીએ કહ્યું- સુરક્ષા પર ધ્યાન આપો

સંસદમાં સુરક્ષા બાબતે વાત કરતાં રેલવે મંત્રીએ કહ્યું કે, ‘રેલવે સુરક્ષા પર અમારું ધ્યાન છે. આ દિશામાં આગળ વધતાં ભારતીય રેલવે દ્વારા ઘણા ટેકનિકલ ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં લાંબી રેલ, ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ, ફોગ સેફ્ટી ડિવાઈસ અને અન્ય ઘણા મોટા પગલાઓનો સમાવેશ થાય છે જે ભારતીય રેલવેમાં સતત કરવામાં આવી રહ્યા છે.’

ગરીબ મુસાફરોની સુવિધા માટે જનરલ કોચમાં વધારો કરાયો

રેલવે મંત્રીએ કહ્યું કે, ‘રેલવેનું ધ્યાન ગરીબ મુસાફરોની સુવિધા પર છે. આ કારણોસર એસી કોચની સરખામણીમાં જનરલ કોચની સંખ્યામાં અઢી ગણો વધારો કરવામાં આવી રહ્યો છે. વર્તમાનમાં 17,000 નોન-એસી કોચનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રેલવેની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ રહ્યો છે. હાલમાં રેલવેની આવક 2.78 લાખ કરોડ રૂપિયા છે જ્યારે ખર્ચ 2.75 લાખ કરોડ રૂપિયા છે.’

રેલવેની સિદ્ધિઓ વિશે પણ વાત કરી 

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેની સિદ્ધિઓ અંગે વાત કરતાં કહ્યું કે, ‘12,000 રેલ ફ્લાયઓવર અને રેલ અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે, જેનાથી દેશને ઘણો ફાયદો થયો છે. આ સિવાય 34,000 કિલોમીટરના રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા છે, જે જર્મનીના સમગ્ર રેલ નેટવર્ક કરતાં વધુ છે. 50,000 કિલોમીટરના જૂના ટ્રેકને હટાવીને નવા ટ્રેક નાખવામાં આવ્યા છે, જેના કારણે સુરક્ષામાં મોટો સુધારો થયો છે.’

ભારતમાં ટ્રેનનું ભાડું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં ઓછું: રેલવે મંત્રી વૈષ્ણવનો જવાબ 2 - image

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારા અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી

PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારા અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી

બેદરકારીપૂર્વક વાહન હંકારનારાની ખેર નહીં, ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે 10 ગણો વધુ દંડ

બેદરકારીપૂર્વક વાહન હંકારનારાની ખેર નહીં, ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે 10 ગણો વધુ દંડ

પૃથ્વી પર આવ્યા પછી સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ, વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર

પૃથ્વી પર આવ્યા પછી સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ, વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા | Three…

વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા | Three…

3 months ago
સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલીશન કરવા ગયેલી મ્યુનિ.ટીમને પરત ફરવુ પડયું | In the Snehanjali Society

સ્નેહાંજલિ સોસાયટીમાં ડિમોલીશન કરવા ગયેલી મ્યુનિ.ટીમને પરત ફરવુ પડયું | In the Snehanjali Society

6 months ago
જામનગરમાં ધોળે દહાડે 6 કલાક માટે બંધ રહેલા એક મકાનને નિશાન બનાવી લેતા તસ્કરો | thieves target a buil…

જામનગરમાં ધોળે દહાડે 6 કલાક માટે બંધ રહેલા એક મકાનને નિશાન બનાવી લેતા તસ્કરો | thieves target a buil…

5 months ago
સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મજાક, 6 લાખનો વાયદો કરી 5000ના ચેક પકડાવ્યા! | khandwa trag…

સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મજાક, 6 લાખનો વાયદો કરી 5000ના ચેક પકડાવ્યા! | khandwa trag…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News