gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં હેન્ટા વાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો સંક્રમિત થયાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત | hantavir…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in INDIA
0 0
0
ભારતમાં હેન્ટા વાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો સંક્રમિત થયાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત | hantavir…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hantavirus low risk WHO: તાજેતરમાં એક ક્રૂઝ શિપ પર સવાર બે ભારતીય નાગરિકો હેન્ટા વાઇરસથી સંક્રમિત હોવાના અહેવાલો મળતા ખળભળાટ મચી ગયો છે. કોરોનાકાળ બાદ વાઇરસના નામે લોકોમાં ડર પેદા થવો સ્વાભાવિક છે, પરંતુ આ મામલે ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) અને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ રાહતના સમાચાર આપ્યા છે.

શું ભારત માટે આ જાહેર સ્વાસ્થ્યનો ખતરો છે?

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (NIV) ના ડાયરેક્ટર ડો. નવીન કુમારે જણાવ્યું છે કે, આ કેસો છૂટાછવાયા (Isolated) જણાય છે. અત્યાર સુધી સામુદાયિક પ્રસાર (Community Spread) ના કોઈ પુરાવા મળ્યા નથી, તેથી ભારત માટે તાત્કાલિક કોઈ જાહેર સ્વાસ્થ્યનો ખતરો નથી. WHO ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે પણ મીડિયાને જણાવ્યું હતું કે, આ એક ગંભીર ઘટના છે, પરંતુ WHO ના આકલન મુજબ હાલમાં જાહેર સ્વાસ્થ્ય માટેનું જોખમ ઓછું છે.

બે ભારતીય નાગરિકો હોવાનું ખુલતા હડકંપ

ડચ જહાજ MV હોન્ડિયસ પર હેન્ટાવાયરલનો પ્રકોપ જોવા મળતા વૈશ્વિક સ્તરે ચિંતા પ્રસરી છે. આ લક્ઝરી ક્રૂઝ પર સવાર કુલ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાં બે ભારતીય નાગરિકો પણ સામેલ છે, જેઓ ક્રૂ મેમ્બર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં આ વાઇરસના 8 શંકાસ્પદ કેસોમાંથી 5ની પુષ્ટિ થઈ છે અને એક ડચ મહિલા સહિત કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. આ જહાજ પર 28 દેશોના લગભગ 150 લોકો સવાર હતા, જેમાં સૌથી વધુ ફિલિપાઇન્સ, બ્રિટન અને અમેરિકાના નાગરિકો છે.

જાણો WHOએ શું સ્પષ્ટતા કરી? 

WHOના નિષ્ણાત મારિયા વેન કેરખોવે જણાવ્યું કે આ સ્થિતિ કોવિડ-19 જેવી નથી. આ વાઇરસ ‘નિકટના સંપર્ક’ દ્વારા ફેલાય છે અને અધિકારીઓએ જહાજ પર તમામને માસ્ક પહેરવા આદેશ આપ્યો છે. સામાન્ય રીતે આ વાઇરસ ઉંદરોથી ફેલાય છે, પરંતુ આ પ્રકોપમાં પ્રથમવાર માનવ-થી-માનવ સંક્રમણની આશંકા સેવાઈ રહી છે. હાલમાં જહાજ પરથી ઉતરેલા અન્ય મુસાફરોની શોધખોળ તેજ કરવામાં આવી છે.

હેન્ટા વાઇરસ શું છે અને તે કેવી રીતે ફેલાય છે?

હેન્ટા વાઇરસ ઉંદર દ્વારા ફેલાતો વાઇરસ છે. ડો. નવીન કુમારના જણાવ્યા અનુસાર ઉંદરની લાળ, પેશાબ અથવા મળના સંપર્કથી માણસમાં આ વાઇરસ પ્રવેશે છે. ગોદામો, જહાજો કે જૂના સ્ટોરેજ એરિયા જેવી બંધ અને ઓછી હવા ઉજાસવાળી જગ્યાએ ઉંદરના મળ-મૂત્રના સુકાયેલા કણો હવામાં ભળે છે, જે શ્વાસમાં જવાથી વ્યક્તિ સંક્રમિત થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, હેન્ટા વાઇરસ કોવિડની જેમ માણસથી માણસમાં સરળતાથી ફેલાતો નથી. એશિયા અને યુરોપમાં જોવા મળતા હેન્ટા વાઇરસના સ્ટ્રેઇન્સમાં માનવ-થી-માનવ સંક્રમણ અત્યંત દુર્લભ છે.

ભારતમાં હેન્ટા વાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો સંક્રમિત થયાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત 2 - image

લક્ષણો અને રોગની ઓળખ

હેન્ટા વાઇરસના લક્ષણો સંસર્ગના 1 થી 5 અઠવાડિયા પછી દેખાય છે. શરૂઆતમાં તે ફ્લૂ, ડેન્ગ્યુ કે શ્વાસની બિમારી જેવા લાગે છે

અચાનક તાવ અને માથાનો દુખાવો.

શરીરમાં અસહ્ય દુખાવો અને થાક.

ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવો.

ગંભીર કિસ્સામાં શ્વાસ લેવામાં તકલીફ અને કિડની પર અસર (પેશાબ ઓછો આવવો).

ભારતની તૈયારીઓ કેવી છે?

ડો. નવીન કુમારે ખાતરી આપી છે કે ભારત પાસે આ વાઇરસના નિદાન માટે પૂરતી ક્ષમતા છે. ICMR-NIV અને દેશભરમાં ફેલાયેલી 165 વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબ્સ (VRDL) માં RT-PCR સુવિધા ઉપલબ્ધ છે. શંકાસ્પદ કેસોની તપાસ કરીને પુષ્ટિ કરવાની ક્ષમતા ભારત પાસે અત્યારે છે. 

ભવિષ્યનું જોખમ: ક્લાઇમેટ ચેન્જ અને શહેરીકરણ

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, પર્યાવરણમાં આવતા ફેરફારો ભવિષ્યમાં આવા રોગો વધારી શકે છે. ભારે વરસાદ અને પૂરને કારણે ઉંદરો માનવ વસાહતો તરફ ખસે છે, જેનાથી સંક્રમણનું જોખમ વધે છે. નબળું વેસ્ટ મેનેજમેન્ટ અને આડેધડ શહેરીકરણ પણ ઉંદરોની સંખ્યા વધારવામાં મદદરૂપ થાય છે. અત્યારે ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતા રાખવી જરૂરી છે. સ્વાસ્થ્ય અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

બચાવના ઉપાયો

જહાજો, ગોદામો અને સ્ટોરેજ એરિયામાં સ્વચ્છતા જાળવો.

ઉંદરોના રહેઠાણવાળી જગ્યાઓ પર જતા ટાળવું અથવા યોગ્ય માસ્ક પહેરવો.

ઘર અને આસપાસ ઉંદરો ન થાય તે માટે કચરાનો યોગ્ય નિકાલ કરવો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
AI અને ડીપફેકનો ખતરનાક ખેલ: આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગરીત…

AI અને ડીપફેકનો ખતરનાક ખેલ: આધારમાં મોબાઈલ નંબર બદલી લાખોની છેતરપિંડી, આંતરરાજ્ય ગેંગના વધુ 3 સાગરીત...

હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી | E…

હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી | E...

વડોદરામાં ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ : 3 ટ્રક ભરી સામાન જપ્ત | Encroachment relief campaign starts aga…

વડોદરામાં ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ : 3 ટ્રક ભરી સામાન જપ્ત | Encroachment relief campaign starts aga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠક પર ઉમેદવારી માટે કોંગ્રેસમાં 187 દાવેદારો | 187 C…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠક પર ઉમેદવારી માટે કોંગ્રેસમાં 187 દાવેદારો | 187 C…

5 months ago
યુવતી પર બળાત્કારના કેસમાં મુંબઇથી આરોપીની ધરપકડ | Accused arrested from Mumbai in rape case of girl

યુવતી પર બળાત્કારના કેસમાં મુંબઇથી આરોપીની ધરપકડ | Accused arrested from Mumbai in rape case of girl

1 year ago
ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

5 months ago
અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News